મોંઘવારી ભથ્થુ વધારો: કર્મચારીઓને મળશે ખુશખબર, 1 જાન્યુઆરી થી આટલુ વધી જશે DA

મોંઘવારી ભથ્થુ વધારો: કર્મચારીઓને દર વર્ષે 1 જાન્યુઆરી અને 1 જુલાઇ એમ 2 વખત મોંઘવારી ભથ્થામા વધારો આપવામા આવે છે. ઉલ્લેખનીય છે કે હાલ કેન્દ્રીય કર્મચારીઓને હાલ બેઝીક પગાર ના 46 % મોંઘવારી ભથ્થુ આપવામા આવે છે.

મોંઘવારી ભથ્થુ વધારો

નવા વર્ષે કેન્દ્ર સરકારના કર્મચારીઓ (Central Government Employee) માટે ખુશીઓનો સમાચાર મળી શકે છે. વર્ષ 2024 માં કેન્દ્ર સરકારના કર્મચારીઓને ડબલ ફાયદો થાય તેવી શકયતાઓ રહેલી છે. 1 જાન્યુઆરી થી મળનારુ મોંઘવારી ભથ્થુ (7th pay Commission) 4-5 ટકા સુધી વધારવામા આવે તેવી શકયતાઓ છે. જો આમ થયું તો બેઝીક પગારમાં મોંઘવારી ભથ્થુ 50 ટકા સુધી પહોંચી જશે. જો ડીએ 50 ટકા સુધી (DA Hike) પહોંચે છે તો સરકાર HRA એટલે કે ઘરભાડામા પણ વધારો કરે તેવી શકયતાઓ છે. HRA માં વધારો કરવામા આવશે તો સરકારી કર્મચારીઓના હાથમાં આવતી સેલેરીમાં પણ વધારો થઇ જશે. સરકારી કર્મચારીઓ જે શહેરમાં નોકરી કરતા હોય તે શહેરની કેટેગરીના આધારે તેમને HRA આપવામાં આવે છે. ઘરભાડુ સેલેરી ક્લાસ કર્મચારીઓ માટે છે જેઓ ભાડાના મકાનમાં રહેતા હોય છે. કર્મચારીઓની ઘરની જરુરિયાતને આધારે શહેરોને 3 કેટેગરીમાં વહેંચવામાં આવે છે.

કેન્દ્ર સરકાર જાન્યુઆરીમાં DA વધારશે

કેન્દ્રીય કર્મચારીઓને હાલ 46%ના દરે મોંઘવારી ભથ્થુ મળે છે. ૧ જુલાઇથી મોંઘવારી ભથ્થુ વધારી 46 % કરવામા આવ્યુ છે. ડીએમાં આગામી વધારો 1 જાન્યુઆરી 2024ના આ મહિનામાં થશે, તેની જાહેરાત હોળીની આસપાસ કરવામા આવે તેવી શકયતાઓ છે. AICPI ઇન્ડેક્સના અર્ધવાર્ષિક ડેટાના આધારે જાન્યુઆરી અને જુલાઈમાં કર્મચારીઓ-પેન્શનરોના મળતા DA અને DR દરોમાં સુધારો કરવામાં આવે છે. 1 જાન્યુઆરી અને 1 જુલાઈ સહિત 2023 ના વર્ષમાં કુલ 8% DA વધારવામાં આવ્યો છે અને હવે આગામી DA વર્ષ 2024માં વધારો કરવામા આવશે, જે જુલાઈથી ડિસેમ્બર 2023 સુધીના AICPI ઈન્ડેક્સ ડેટા પર આધારીત હશે. DA મા આ વખતે પણ 4 થી 5 % જેટલો વધારો આપવામા આવે તેવી શકયતાઓ રહેલી છે.

HRA ની ગણતરી માટે શહેરો ને 3 કેટેગરીમાં વહેંચવામા આવ્યા છે: હાઉસ રેન્ટ એલાઉન્સ 3 કેટેગરીમાં વહેંચાયેલું છે. આ કેટેગરીઓ X, Y અને Z છે. જેમાં પહેલી કેટેગરી એટલે (i) ‘X’ શ્રેણીમાં 50 લાખ અને તેથી વધુ વસ્તી ધરાવતા શહેરો નો સમાવેશ થાય છે. આ કેટેગરીમાં આવતા કર્મચારીઓને 7મા પગાર પંચ હેઠળ કેન્દ્રીય પગાર પંચ (CPC)ની ભલામણ મુજબ બેઝીક પગારના 24 ટકા HRA આપવામાં આવે છે.

(ii) ‘Y’ કેટેગરી 5 લાખથી 50 લાખની વચ્ચેની વસ્તી ધરાવતા શહેરો માટે છે. અહીં રહેતા કર્મચારીઓને બેઝીક પગારના 16 ટકા HRA આપવામાં આવે છે.

(iii) ‘Z’ કેટેગરીમાં જે શહેરો આવે છે તેમની વસ્તી 5 લાખથી ઓછી છે. અહીં 8 ટકાના દરે HRA આપવામાં આવે છે. હવે કર્મચારીઓને X કેટેગરીમાં HRA વધારીને 27 ટકા, Y કેટેગરી માટે 18 ટકા અને Z કેટેગરી માટે 9 ટકા મળે તેવી શકયતાઓ છે.

50 ટકા પછી DA 0 થઈ જશે – કેન્દ્રીય કર્મચારીઓને જાન્યુઆરી 2024થી 50 ટકા ડીએ મળે તેવી શકયતાઓ છે. પરંતુ, આ પછી મોંઘવારી ભથ્થા ની ગ્ણતરી માટે તે ઘટીને શૂન્ય થઈ જશે. આ પછી મોંઘવારી ભથ્થાની ગણતરી ફરી 0 થી શરૂ થશે. કર્મચારીઓના બેઝીક પગારમાં 50 ટકા ડીએ ઉમેરવામાં આવશે. ધારો કે જો કોઈ કર્મચારીનો તેના પે બેન્ડ મુજબ બેઝિક પગાર રૂ. 18000 છે, તો તેના પગારમાં રૂ. 18000 ના 50 ટકા ઉમેરવામાં આવશે.

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિં ક્લીક કરો
Google News પર ફોલો કરોઅહિં ક્લીક કરો
મોંઘવારી ભથ્થુ વધારો
મોંઘવારી ભથ્થુ વધારો

Leave a Comment

error: Content is protected !!