India Team for Afghanistan Series: રોહિત શર્મા અને કોહલી ની વાપસી, અફઘાનીસ્તાન સીરીઝ માટે ભારતની ટીમ જાહેર

India Team for Afghanistan Series: ભારતની ટીમ : India Squad For Afghanistan Series: હાલ ભારતનો સાઉથ આફ્ર્રીકા નો પ્રવાસ પૂરો થયો છે. ત્યારબાદ હવે ચાલુ મહિનામા હવે ભારત અને અફઘાનીસ્તાન વચ્ચે 3 T20 મેચોની સીરીઝ રમાનાર છે. અફઘાનીસ્તાન સામેની આ સીરીઝ માટે ભારતની ટીમની જાહેરાત કરવામા આવી છે. જેમા ઘણા સમય બાદ ભારતના સ્ટાર બેટસમેન રોહિત શર્મા અને વિરાટ કોહલી ની વાપસી થઇ છે.

India Team for Afghanistan Series:

અફઘાનિસ્તાન સામેની ત્રણ T20 મેચોની સિરીઝ માટે ભારતીય ટીમ જાહેર કરવામા આવી છે. રોહિત શર્માને આ સિરીઝ માટે કેપ્ટન તરીકે ની જવાબદારી આપવામાં આવી છે. જ્યારે વિરાટ કોહલીએ પણ ઘણા લાંબા સમય બાદ ટી-20 ફોર્મેટમાં વાપસી કરી છે.

સિરાજ અને બુમરાહ ને આરામ

આ સીરીઝ માટે મોહમ્મદ સિરાજ અને જસપ્રિત બુમરાહને આરામ આપવામા આવ્યો છે.
અફઘાનિસ્તાન સામેની આ સીરીઝ માટે ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ અને જસપ્રિત બુમરાહને આરામ આપવામા આવ્યો છે. ઉલ્લેખનીય છે કે સિરાજ અને બુમરાહે કેપ ટાઉન ટેસ્ટમાં સાઉથ આફ્રિકા સામેની ભારતની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. બંને ફાસ્ટ બોલર હવે ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ મેચ રમનાર છે. ભારતીય ટીમ મેનેજમેન્ટ ઈચ્છે છે કે, આ બંને બોલરો ઈંગ્લેન્ડની શ્રેણી માટે સંપૂર્ણપણે ફીટ રહે.

11 જાન્યુઆરીએ મોહાલીમાં પહેલી ટી 20
ભારતીય ટીમ અને અફઘાનિસ્તાન વચ્ચે ની આ T20 સિરીઝ માટે પહેલી મેચ 11 જાન્યુઆરીએ મોહાલીમાં રમાનાર છે. ત્યારબાદ બંને ટીમો વચ્ચે બીજી T20 મેચ 14 જાન્યુઆરીએ ઇન્દોરમાં રમાનાર છે. ત્યારે બેંગાલુરુનું એમ.ચિન્નાસ્વામી સ્ટેડિયમ ટી-20 શ્રેણીની છેલ્લી મેચ રમાનાર છે.

ભારત અફઘાનિસ્તાન સીરીઝનો કાર્યક્રમ નીચે મુજબ છે.

  • પ્રથમ T20 : 11 જાન્યુઆરી (મોહાલી)
  • બીજી T20 : 14 જાન્યુઆરી (ઇન્દોર)
  • ત્રીજી T20 : 17 જાન્યુઆરી – બેંગલુરુ

India Squad For Afghanistan Series

અફઘાનિસ્તાન શ્રેણી માટે ભારતીય ટીમ નીચે મુજબ છે.

  • રોહિત શર્મા (કેપ્ટન)
  • શુભમન ગિલ
  • યશસ્વી જયસ્વાલ
  • જિતેશ શર્મા (વિકેટ કીપર)
  • સંજુ સેમસન (વિકેટ કીપર)
  • વિરાટ કોહલી
  • તિલક વર્મા
  • રિંકુ સિંહ
  • કુલદીપ યાદવ
  • અર્શદીપ સિંહ
  • આવેશ ખાન
  • શિવમ દુબે
  • વોશિંગ્ટન સુંદર
  • અક્સર પટેલ
  • રવિ બિશ્નોઈ
  • મુકેશ કુમાર

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિં ક્લીક કરો
Google News પર ફોલો કરોઅહિં ક્લીક કરો
India Team for Afghanistan Series
India Team for Afghanistan Series

Leave a Comment

error: Content is protected !!