Urine Colors Meaning: પેશાબનો કલર આપે છે બીમારીનો સંકેત, સફેદ,લાલ કે પીળો પેશાબ હોય તો શું સમજવુ ?

Urine Colors Meaning: પેશાબના રંગ પરથી બીમારી: કિડની ઝેરી પદાર્થોને આપણા શરીરમાંથી પેશાબ દ્વારા બહાર કાઢે છે. વિષાણુ, બેક્ટેરિયા ઉપરાંત વધારાના પ્રોટીન અને સુગર પણ પેશાબ દ્વારા શરીરની બહાર નીકળે છે. આ જ કારણે આપણે બીમાર પડીએ તો ડોકટર યૂરિન ટેસ્ટ કરે છે. પેશાબનો રંગ સામાન્ય રીતે આછો પીળો હોય છે. તેનું એકમાત્ર કારણ છે પિગમેન્ટ, જેને યૂરોક્રોમ કે યૂરોબિલિન તરીકે પણ ઓળખવામાં આવે છે. જયારે શરીરમાં આવશ્યક માત્રામાં પાણી હોય ત્યારે શુદ્ધ યૂરિન શરીરની બહાર નીકળે છે. પરંતુ યુરીન ના રંગ પરથી બીમારીનો સંકેત જોવા મળે છે. ચાલો જાણીએ પેશાબનો કલર કેવો હોય તો શું મતલબ થાય ?

Urine Colors Meaning

પેશાબના બદલાતા રંગો તમને વિવિધ બીમારીઓ વિશે સંકેત આપે છે. નિષ્ણાંત ડોક્ટરો પણ આ વાત હંમેશા કહેતા હોય છે કે, દિવસ દરમિયાન પાણી વધારે પીવાની આદત રાખો. ત્યારે તેનો અર્થ પણ તમારે સમજવાની જરૂર છે. રોજ ઓછામાં ઓછા સાત થી આઠ ગ્લાસ પાણી પીવું શરીર માટે જરૂરી છે. તેનાથી ઓછું પાણી પીવાને લીધે ગંભીર બીમારીઓ થઈ શકે છે. જાણો પેશાબના બદલાતા રંગો કઈ-કઈ બીમારીઓના સંકેત આપે છે.

પીળો પેશાબ

સામનય રીતે દરેક માણસનો યુરીન નો કલર સફેદ અથવા આછો પીળો હોય છે. વિટામિન B ની ખામી ને કારણે તમારા પેશાબનો રંગ પીળો થઈ શકે છે, જો કે, તેનાથી શરીરના સ્વાસ્થ્ય પર કોઈ ખરાબ અસર પડતી નથી, તેથી ગભરાવાની જરૂર નથી. અને વીટામીન B ની તપાસ કરાવવી જોઇએ.

સામાન્ય રીતે યુરિનનો રંગ સ્પષ્ટ અથવા આછો પીળો જોવા મળે છે. યુરીન નો રંગ આછો પીળો હોય તો તે એવુ સૂચવે છે કે તમે પૂરતું પાણી પી રહ્યા છો અને તમારી કિડનીનું સ્વાસ્થ્ય પણ સારું છે.

ઘાટો પીળો પેશાબ

આપણે કયારેક ઘાટો પીળા રંગનો પેશાબ ઉતરતો હોય છે. આવા રંગનો પેશાબ હોય તો તે એવુ સૂચવે છે કે તમે પૂરતું પાણી પીતા નથી અને તમારે વધુ પાણી પીવાની જરૂર છે. ગુલાબી કે લાલ રંગનો પેશાબ ત્યારે થાય છે જ્યારે તમારા યુરિનમાં સાથે લોહી પણ પડતુ હોય. આવા સંજોગો મા તરત નિષ્ણાંત ડોકટર ની સલાહ લેવી જોઇએ.

આ પણ વાંચો: સરકારી યોજના: 29 કરોડ લોકોએ બનાવ્યુ આ કાર્ડ, મળે છે 2 લાખનો વિમો; જાણો પુરી પ્રોસેસ

લાલ અથવા ગુલાબી પેશાબ

જો તમે બીટ, ગાજર, ટામેટુ અથવા બેરી જેવી કોઇ વસ્તુ ખાધી હોય તો પેશાબ લાલ અથવા ગુલાબી આવી શકે છે. પરંતુ જો તમે આવું કંઈ ના ખાધુ હોય છતા પણ તમારા પેશાબનો રંગ લાલ અથવા ગુલાબી દેખાય છે, તો તેનો અર્થ એ છે કે પેશાબમાં સાથે લોહી પણ પડી રહ્યુ છે. આ બાબત ઘણી બીમારીઓ સૂચવે છે જેમ કે મૂત્રાશયનું કેન્સર, કિડનીની સમસ્યા અથવા મોટું પ્રોસ્ટેટ. આ દરેક સમસ્યાઓ ગંભીર છે. જો તમારા યુરિનનો રંગ ઘેરો લાલ કે ભૂરો જોવા મળે તો તે કિડની ની બીમારી નો સંકેત હોઈ શકે છે. આ રંગનો પેશાબ કિડની નબળી પડવાનો સંકેત આપે છે, જો કે બધા ઘેરા રંગના પેશાબને કિડની ફેલ છે એવુ ન માની શકાય. આવા સંજોગો મા નિષ્ણાંત ડોકટર ની સલાહ લઇ તે મુજબ નિદાન કરાવવુ જોઇએ.

બ્રાઉન રંગનો પેશાબ

જો તમારા યુરીન નો કલર રંગ ડાર્ક બ્રાઉન અથવા ચા જેવા રંગનો દેખાય છે, તો એ ચિંતાજનક બાબત ગણી શકાય. તેનો અર્થ એ છે કે તમે શરીર માટે જેટલુ જરૂરી છે તેના કરતાં ઓછું પાણી પીવો છો. જો તમે પૂરતા પ્રમાણમાં પાણી પીવા છતાં આવા જ રંગ નો પેશાબ જોવા મળે તો લીવર ને લગતી અથવા અન્ય બીમારી હોઇ શકે છે. આના માટે નિષ્ણાંત ડોકટર ની સલાહ લેવી જોઇએ.

લીલો પેશાબ

સામાન્ય રીતે, વાદળી અથવા લીલા રંગનો પેશાબ ભાગ્યે જ જોવા મળે છે, આવા રંગનો પેશાબ જોઇ ને તમે જરૂર ચોંકી જશો. કારણ કે તમારા ખોરાકમાં કોઈ રંગ છે અથવા તમે અમુક દવાઓ લીધી હોય તો આવું બની શકે છે. પરંતુ આ ચિંતાજનક વાત છે તેથી જો વાદળી અથવા લીલો પેશાબ દેખાય, તો તરત જ ડૉક્ટર ની સલાહ લેવી જોઇએ.

આ પણ વાંચો: BCCI Contract List 2024: BCCI એ જાહેર કર્યુ વાર્ષિક કોન્ટ્રાકટ લીસ્ટ, કયા ખેલાડીને કેટલો મળશે પગાર

વાદળી પેશાબ

જો તમારા યુરીન નો કલર વાદળી જોવા મળે તો કીડની ને લગતી તકલીફ હોવાની શકયતા વધુ રહેલી છે. આ સિવાય ક્યારેક પેશાબમાં વીર્ય ભળી જાય તો પણ યુરીન નો આવો કલર હોઇ શકે છે.

જ્યારે તમારી કિડની નબળી પડવા લાગે છે, ત્યારે યુરિનના રંગમાં ફેરફાર સાથે ઘણા લક્ષણો જોવા મળે છે. જેમ કે પેશાબ ઓછો લાગવો, પગ અને પગની ઘૂંટીઓમાં સોજો આવવો, ઊંઘ ઓછી આવવી રાત્રે સ્નાયુઓમાં દુખાવો થવો, ચક્કર અને ઉબકા આવવા, શ્વાસ લેવામાં તકલીફ થવી, છાતીમાં દુખાવો કે દબાણ અનુભવવું, કોઈ નિર્ણય લેવામાં અસમર્થતા જેવા લક્ષણ જોવા મળે છે. આવા કોઇ લક્ષણો જોવા મળે તો ડોકટર ની સલાહ તુરંત લેવી જોઇએ.

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિં ક્લીક કરો
Google News પર ફોલો કરોઅહિં ક્લીક કરો

Leave a Comment

error: Content is protected !!