SSC HALL TICKET: તા. 11 માર્ચ થી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા લેવાનારી ધોરણ 10 અને 12 ની પરીક્ષાઓ ચાલુ થનાર છે. આ પરીક્ષા માટે હોલ ટીકીટ ડાઉનલોડ કરવા માટે અને વિદ્યાર્તીઓને વિતરણ કરવા માટે બોર્ડ તરફથી નોટીફીકેશન બહાર પાડવામા આવ્યુ છે. ધોરણ 10 ની પરીક્ષા માટે હોલ ટીકીટ કઇ તારીખથી ડાઉનલોડ થશે અને વિદ્યાર્થીઓને ક્યારે વિતરણ કરવામા આવશે તેની માહિતી મેળવીએ.
SSC HALL TICKET
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા માન્યતા પ્રાપ્ત રાજયની તમામ માધ્યમિક શાળાઓના આચાર્યશ્રીઓ. શિક્ષકશ્રીઓ, વહીવટી કર્મચારીશ્રીઓ, વાલીઓ તથા વિદ્યાર્થીઓને જણાવવાનું કે, ધોરણ-૧૦ ના તમામ ઉમેદવારોની માર્ચ-૨૦૨૪ ની જાહેર પરીક્ષા તા.૧૧/૦૩/૨૦૨૪ થી શરૂ થનાર છે.
પરીક્ષાર્થીઓના પ્રવેશપત્ર(હોલટિકિટ) તા.૨૯/૦૨/૨૦૨૪ થી બોર્ડની વેબસાઇટ ssc.gsebht.in અથવા gsebht.in અથવા gseb.org પરથી શાળા દ્વારા શાળાનો ઇન્ડેક્ષ નંબર તથા શાળાનો નોંધાયેલ મોબાઇલ નંબર અથવા ઇ-મેઇલ આઇ.ડી. દ્વારા લોગીન કરી ડાઉનલોડ કરી શકાશે.

આ પણ વાંચો: GSEB SSC time Table: ધોરણ 10 અને 12 બોર્ડ પરીક્ષાનુ ટાઇમ ટેબલ ડીકલેર, 11 માર્ચ થી શરૂ થશે બોર્ડ ની પરીક્ષાઓ
પ્રવેશપત્ર(હોલટિકિટ)ની પ્રિન્ટ કાઢીને પરીક્ષાર્થીના માર્ચ-૨૦૨૪ પરીક્ષાના આવેદનપત્ર મુજબના વિષયો/માધ્યમની ખરાઇ કરીને પ્રવેશપત્ર(હોલટિકિટ)માં નીચે નિયત કરેલ જગ્યાએ પરીક્ષાર્થીનો ફોટો ચોંટાડી, પરીક્ષાર્થીની સહી, પરીક્ષાર્થીના વર્ગ શિક્ષકની સહી તેમજ નિયત જગ્યાએ આચાર્યશ્રીના સહી-સિક્કા(અડધી સહી અને સિક્કો ફોટા પર આવે તે રીતે) કરીને પરીક્ષાર્થીઓને આપવામા આવશે. તેની સાથે પરીક્ષાર્થીને પરીક્ષા માટેની ધોરણ-૧૦ ની સૂચનાઓ પણ આપવામા આવશે.
માર્ચ-૨૦૨૪ની પરીક્ષાના પરીક્ષણ કાર્ય માટે મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્ર પરના શિક્ષકશ્રીઓના નિમણૂકપત્ર(Assessment Order) હોલટિકિટ સાથે ઓનલાઇન જ મોકલી આપવામાં આવેલ છે, જે શાળા દ્વારા ઓનલાઇન ડાઉનલોડ કરવાના રહેશે અને નિયત શિક્ષકશ્રીને જરૂરી વિગતો ભરી નિમણૂકપત્ર (Assessment Order) તથા સૂચનાઓ સુપ્રત કરવાની રહેશે. નિમણૂકપત્ર(Assessment Order) ની વિતરણ યાદી ડાઉનલોડ કરી તેમાં શિક્ષકશ્રીઓને નિમણૂકપત્ર મળ્યા બદલની સહી મેળવી શાળાના રેકર્ડ પર રાખવાની રહેશે અને નિમણૂકપત્રની નકલ(શાળા પ્રત) પણ શાળા કક્ષાએ સાચવી રાખવાની રહેશે.
અગત્યની લીંક
| GSEB SSC time Table PDF | અહિં ક્લીક કરો |
| SSC HSC New Paper Style PDF | અહિં ક્લીક કરો |
| હોમ પેજ | અહિં ક્લીક કરો |
| અમારી WHATSAPP ચેનલ જોઇન કરો | અહિં ક્લીક કરો |
| વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
| Follow us on Google News | Click here |

SSC hall ticket download
Ieptop milega ya nhi