Hotel rating: થ્રી સ્ટાર, ફોર સ્ટાર, ફાઇવ સ્ટાર આવા રેટીંગ હોટેલોને કઇ રીતે આપવામા આવે છે; શું છે ક્રાઇટેરીયા

Hotel rating: આપણે ક્યાંક ફરવા જઈએ અને તે જગ્યાએ રહેવા માટે હોતેલ મા રૂમ બુક કરીએ છીએ, ત્યારે સૌથી પહેલા આપણે તે હોટેલનુ ભાડુ અન સુવિધાઓ જોતા હોઇએ છીએ. આપણે ઑનલાઇન હોટેલ તે હોટેલની સુવિધાઓ અને અન્ય લોકોએ આપેલા રેટીંગ પણ તપાસતા હોઇએ છીએ. તે પછી, આપણે હોટેલનું રેટિંગ જોયા પછી જ રૂમ બુક કરીએ છીએ.

આ રેટિંગ અનુસાર, આ હોટલોમાં રહેવાનુ ભાડુ અને સુવિધાઓ પણ આપવામાં આવતી હોય છે, કારણ કે બધા લોકોને ખબર હોય છે કે જેટલા ઓછા સ્ટાર, તેટલી ઓછી સુવિધાઓ મળતી હોય છે, પરંતુ શું તમે જાણો છો કે કેટલા સ્ટાર્સવાળી હોટેલ્સમાં શું સુવિધાઓ મળવી જોઇએ અને જે સુવિધાઓ ઉપલબ્ધ છે અને હોટેલનું રેટિંગ કેવી રીતે અને કોણ નક્કી કરે છે? આજની આ પોસ્ટમા જાણીએ આ તમામ માહિતી.

Hotel rating

હોટેલો ને સ્ટાર મા આપવામા આવતા રેટીંગ અનુસાર તેમા નીચે મુજબની સુવિધાઓ હોય છે.

One Star Hotel

વન સ્ટાર હોટલ સરળતાથી તમામ લોકોને પોષાય તેઈ હોય છે. આ હોટેલના રૂમની સાઇઝ નાની હોય છે. તેમા રૂમનુ ભાડુ ઘણુ ઓછુ હોય છે. કિંમત ઘણી ઓછી છે અને રહેવાની વ્યવસ્થા તથા અન્ય સુવિધાઓ એકદમ સાધારણ હોય છે.

Two Star Hotel

સુવિધાઓની દૃષ્ટિએ આ વન સ્ટાર હોટલના રૂમ કરતાં થોડા અંશે સારા છે. ટુ સ્ટાર હોટલના રૂમની સાઇઝ વન સ્ટાર કરતા થોડી મોટી હોઇ છે. આમાં એક રાત રોકાવા માટે તમારે 1000 રૂપિયાથી 1500 રૂપિયા સુધી નુ ભાડુ હોઇ શકે છે.

Three Star Hotel

થ્રી સ્ટાર હોટલના રૂમની સાઇઝ પ્રમાણમા મોટી હોય છે. આ રૂમમાં એસી, પાર્કિંગ અને વાઈફાઈની અન્ય સુવિધાઓઆપવામાં આવે છે. દરવાજામાં તાળાઓ લગાવવામાં આવ્યા છે. આ હોટલનું ભાડું 1,700 થી 2,000 રૂપિયા સુધી હોઈ શકે છે. આ હોટેલમા અન્ય સુવિધાઓ પણ સારી હોય છે.

यह भी पढे:  NEW PAN CARD:નવું પાનકાર્ડ ઘરે બેઠા બનાવો ઓનલાઇન માત્ર 10 મિનિટમાં, સરળ સ્ટેપ

Four Star Hotel

ફોર સ્ટાર હોટલમાં સુઇટ રૂમ હોય છે. બાથરૂમમાં બાથટબ સહિત તમામ લક્ઝરી સુવિધાઓ આપવામા આવે છે. આ ઉપરાંત, તમને વાઇફાઇ, મિની બાર, મિની ફ્રીજ, સવારનો ફ્રી નાસ્તો વગેરે જેવી સુવિધાઓ પણ આપવામાં આવે છે. જો કે આ ફોર સ્ટાર હોટેલનુ ભાડુ તમામ લોકોને પોષાય તેટલુ હોતુ નથી,

Five Star Hotel

ફાઇવ સ્ટાર હોટેલ્સમાં રોકાવુ એ લોકોનુ એક સપનુ હોય છે. આ હોટેલો મા મહેમાનના આરામદાયક રોકાણ અને લક્ઝરી સુવિધા માટે વિશેષ કાળજીઓ લેવામાં આવે છે. અહીં મહેમાનોને મલ્ટી ક્લાસ સુવિધાઓ આપવામા આવે છે. રૂમ એકદમ મોટા હોય છે. આ હોટલોમાં જિમ, સ્વિમિંગ પૂલ, સેંટ્રલ એ.સી. જેવી તમામ સુવિધાઓ આપવામા આવે છે.

કોણ આપે છે રેટિંગ?

પ્રવાસન મંત્રાલય હેઠળ હોટેલ અને રેસ્ટોરન્ટની અપ્રૂવલ એન્ડ ક્લાસિફેક્શન કમીટી કાર્યરત હોય છે, જે હોટલોને તેમની સુવિધાઓ અનુસાર સ્ટાર રેટિંગ આપવાનુ કામ કરે છે. આ સમિતિની બે પાંખ છે, જેમાંથી એક પાંખ 1 થી 3 સ્ટાર રેટિંગ સાથે સંકળાયેલ છે અને બીજી પાંખ 4 અને 5 સ્ટાર રેટિંગ ધરાવતી હોટેલો સાથે કામ કરે છે. જો કે, આજકાલ હોટલો પોતાની રીતે જ થ્રી સ્ટાર, ફોર સ્ટાર આવા દાવા કરતી હોય છે.

હોટેલો દ્વારા આપવામા આવતી સુવિધાઓ અને તેનુ ભાડુ તથા અન્ય પેરામીટર ના આધારે તે હોટેલને સ્ટાર રેટીંગ આપવામા આવે છે.

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
Follow us on Google NewsClick here
Hotel rating
Hotel rating

1 thought on “Hotel rating: થ્રી સ્ટાર, ફોર સ્ટાર, ફાઇવ સ્ટાર આવા રેટીંગ હોટેલોને કઇ રીતે આપવામા આવે છે; શું છે ક્રાઇટેરીયા”

Leave a Comment

error: Content is protected !!