રાશિફળ: રવિવાર ના દિવસે અમદાવાદ ના નરેન્દ્ર મોદી સ્ટેડીયમ મા ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે વર્લ્ડ કપ ફાઇનલનો મહામુકાબલો રમાનાર છે. ત્યારે હાલ તો આખા ભારત દેશના કરોડો ક્રિકેટ ચાહકોની નજર ભારતીય ટીમ ના પ્રદર્શન પર રહેશે. ભારતીય ટીમ ઓસ્ટ્રેલીયા ને હરાવી 2003 વર્લ્ડ કપ ફાઇનલનો બદલો લેવા આતુર છે. ત્યારે ચાલો જાણીએ શું કહે છે જ્યોતીષશાસ્ત્ર અને ભારતીય ખેલાડીઓના રવિવારે કેવા છે ગ્રહ ?
રાશિફળ
રવિવારે રાશિફળ અને ગ્રહો ની દશા અનુસાર કેપ્ટન રોહિત શર્મા સહિત કયા ખેલાડીઓને ભાગ્ય સાથ આપી શકે છે તેના પર નજર કરીએ.
It all comes down to 𝙊𝙣𝙚 𝘿𝙖𝙮 🤩#CWC23 #INDvAUS pic.twitter.com/yCJAxRoDCK
— ICC (@ICC) November 18, 2023
રોહિત શર્મા
કેપ્ટન રોહિત શર્માએ આ વર્લ્ડ કપમા ખૂબ જ જવાબદારીપૂર્વક કેપ્ટનશીપ નીભાવી છે. રોહિત શર્માની ચંદ્ર રાશિ તુલા છે. આ રાશિના લોકો વિચારોના વંટોળ થી ભરેલા હોય છે. રવિવારે કેપ્ટ્ન રોહિત શર્મા પર મોટી જવાબદારી રહેશે. અને સાવધાનીપૂર્વક નિર્ણયો લેવા પડશે.
વિરાટ કોહલી
રવિવારે ટીમ ઇન્ડીયાનો મુખ્ય આધાર વિરાટ કોહલી ની સફળતા પર રહેશે. કોહલી એ આ વર્લ્ડ કપ મા સૌથી વધુ ર્ન ફટકાર્યા છે. ત્યારે કોહલી ની ચંદ્ર રાશી વૃષભ છે. અને રવિવારે કોહલી માટે ઘણા સાનુકુળ સંજોગો રહેશે.
શુભમન ગીલ
ભારતીય ટીમ ના ધુંવાધાર ઓપનીંગ બેટસમેન શુભમન ગીલ ની ચંદ્ર રાશિ કુંભ છે. ગીલ માટે રવિવાર નો દિવસ ઘણી મહેનત માંગી લેશે. ગુસ્સા પર નિયંત્રણ પણ રાખવુ પડશે. જો કે આ રાશિ ના લોકો મજબૂત હોય છે અને આવેલા પડકારો નો મજબુતાઇ થી સામનો કરતા હોય છે.
શ્રેયસ ઐયર
મીડલ ઓર્ડર મા જબરજસ્ત પરફોર્મન્સ આપી રહેલા શ્રેયસ ઐયર માટે રવિવાર નો દિવસ એકંદરે સારો રહે તેવી શકયતા છે. ફરીથી શ્રેયસ ઐયર પાસે એક મોટી ઇનીંગની આશા રાખી શકાય.
કે એલ રાહુલ
ભારતના સ્ટાર બેટસમેન અને વિકેટકીપર લોકેશ રાહુલની રાશિ મિથુન છે. ત્યારે રવિવાર નો દિવસ તેના માટે ઘણી મહેનત માંગી લે છે. રાહુલે આ વર્લ્ડ કપ મા ઘણી સારી ઈનીંગ રમી છે. ત્યારે આ વખતે પણ ટીમ તેની પાસેથી ફરીથી એક સારી ઈનીંગની આશા રાખી રહી છે.
રવિન્દ્ર જાડેજા
ભારતના સ્ટાર ઓલરાઉન્ડર રવિંન્દ્ર જાડેજા ની ચંદ્ર રાશિ તુલા છે. કેપ્ટન રોહિત શર્માની જેમ જાડેજા માટે પન રવિવાર નો દિવસ ઘણી મહેનત માંગી તેવો રહેશે. અમદાવાદની ધીમી પીચ પર જાડેજા ની ફીરકી ઓસ્ટ્રેલીયા સામે સારી હાલશે તેવી આશા રાખી શકીએ.
મોહમ્મદ શમી
ભારતના સ્ટાર બોલર મોહમમ્મદ શમી ના પ્રદર્શન પર આખા વિશ્વની કાલે નજર હશે. એવામા રવિવારનો દિવસ શમી માટે આનંદદાયક અને સફળતાથી ભરેલો હશે. ચાલુ વર્લ્ડ કપ મા શમી એ બોલીંગ મા તરખાત મચાવતા વિરોધી ટીમોને સસ્તા મા પેવેલીયન ભેગી કરી દિધી છે.
જસપ્રીત બુમરાહ
બમરાહે પણ આ વર્લ્ડ કપ મા બોલીંગ થી તરખાટ મચવ્યો છે અને વીરોધી ટીમોને સસ્તામા આઉટ કરવામા મોટો ફાળો આપ્યો છે. આ રાશીના લોકો માટે રવિવારના દિવસે માનસિક સ્વાસ્થય સારુ જળવાઇ રહેશે. અને દિવસ આનંદદાયક રહેશે.
અગત્યની લીંક
| ICC ઓફીસીયલ વેબસાઇટ | અહિં ક્લીક કરો |
| હોમ પેજ | અહિં ક્લીક કરો |
| વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરો | અહિં ક્લીક કરો |
| અમારી WHATSAPP ચેનલ જોઇન કરો | અહિં ક્લીક કરો |