સાપ્તાહિક રાશિફળ: Weekly Horoscope: આ અઠવાડિયે સૂર્યના રાશિ પરિવર્તન ને લીધે બધી રાહિઓ પર તેની અસર પડશે. મકરસંક્રાંતિ થી સૂર્ય મકર રાશિ મા પ્રવેશ કરે છે. સૂર્યના આ રાશિ ગોચર ને લીધે રાશિચક્રની કેટલીક રાશિના લોકો માટે સમય ખૂબ જ શુભ રહેશે. જ્યારે કેટલીક રાશિના જાતકોએ આવનારા સપ્તાહમાં સાવધાન રહેવાની જરૂર પડશે. આ અઠવાડિયે આ રાશિઓના લોકોને આર્થિક લાભ થનાર છે. ચાલો જાણીએ 15 થી 21 જાન્યુઆરી 2024 સુધીનો સમય 12 રાશિઓ માટે કેવો રહેશે.
સાપ્તાહિક રાશિફળ
મેષ આ સપ્તાહનુ રાશિફળ
આ સપ્તાહે મેષ રાશિના જાતકો માટે પ્રેમ સંબંધ મજબૂત બનશે અને નિકટતા વધશે. કાર્યક્ષેત્ર મા ધીમે-ધીમે ઉન્નતિના યોગ બનશે. પરિવારમાં ખુશીનો માહોલ રહેશે અને સંતુલન જાળવીને આગળ વધશો તો સારા પરિણામો પણ પ્રાપ્ત હશે. કોઈ પસંદગીના સ્થળે યાત્રા કરવાનું મન થશે. સપ્તાહના અંતે સમય સુખદ થશે.
વૃષભ આ સપ્તાહનુ રાશિફળ
આ સપ્તાહે વૃષભ રાહિના લોકો માટે પરિવારમાં સુખ-શાંતિ વધશે અને મહિલાઓ તરફથી પુરો સહકાર મળશે. સ્વાસ્થ્ય બાબતે આ અઠવાડિયે સારા પરિણામો મળી શકે છે અને સ્ફૂર્તિ અનુભવશો. કાર્યક્ષેત્રે કરેલા આયોજનો આ અઠવાડિયે પૂરા નહીં થાય માટે બેકઅપ પ્લાન સાથે રાખવો. આ સપ્તાહે ઘણા અણધાર્યા ખર્ચ આવી શકે છે.
મિથુન આ સપ્તાહનુ રાશિફળ
મિથુન રાશી ના જાતકો માટે આ સપ્તાહે તમારી લવ લાઈફમાં ખુશ રહેશો અને સાથી સાથે શાંત સમય વિતાવી શકસો. કાર્યક્ષેત્રે ઉન્નતિ થશે. પરિવારમાં સુખ-સમૃદ્ધિ મા વધારો થશે. પરિવારના સાંનિધ્યમાં મન પ્રફુલ્લિત રહેશે. આ સપ્તાહમા ખર્ચ વધી શકે છે. કોઈ વડીલ વ્યક્તિ પાછળ ખર્ચ થઈ શકે છે.
કર્ક આ સપ્તાહનુ રાશિફળ
કર્ક રાશિના લોકો માટે આ સપ્તાહ એકંદરે સારુ રહેશે. કાર્યક્ષેત્રે વિકાસ થશે અને કોઈ મહિલા તરફથી મદદ મળી શકે છે. આ સપ્તાહે આર્થિક ધન વૃદ્ધિના શુભ યોગ બની રહ્યા છે. આકસ્મિક ધન લાભના યોગ રહેલા છે. સ્વાસ્થ્ય બાબત આ સપ્તાહ સારુ રહેશે. અને તંદુરસ્તી જાળવી રાખવા નવી હેલ્થ એક્ટિવિટી કરી શકસો. યાત્રા દ્વારા સુખદ અનુભવ થશે.
સિંહ આ સપ્તાહનુ રાશિફળ
સિંહ રાશી ના જાતકો માટે આ સપ્તાહે પ્રેમ સંબંધ સુદૃઢ થશે અને સમય એકંદરે સારો રહેશે. આર્થિક દ્રષ્ટિએ આ સમય સારો રહેશે અને ધન વૃદ્ધિ થશે. આ મામલે કોઈ એવા વ્યક્તિની મદદ મળશે જેમણે ખૂબ મહેનત કરીને પદ પ્રાપ્ત કર્યું હોય. ધંધા વ્યવસાયમા આ સપ્તાહના ઉત્તરાર્ધમાં અચાનક લાભ થઈ શકે છે.
કન્યા આ સપ્તાહનુ રાશિફળ
કન્યા રાશિના લોકો માટે આ સપ્તાહે કાર્યક્ષેત્રે સારો સમય રહેશે અને પ્રોજેક્ટની સારી ઓફર મળવાના યોગ રહેલા છે. પરિવારમાં એક નવી શરૂઆતથી મન પ્રસન્ન રહેશે અને માનસિક શાંતિ પણ અનુભવશો. પ્રેમ સંબંધમાં ખુશીઓનો સંચાર થશે અને સંબંધો મધુર રહેશે. સ્વાસ્થ્યમાં આ સપ્તાહે સુધારા જોવા મળશે અઠવાડિયાના અંતે મન પ્રસન્ન રહેશે.
તુલા આ સપ્તાહનુ રાશિફળ
તુલા રાશિના જાતકો માટે આ સપ્તાહ ખૂબ સારુ રહેશે. કોઈ નવો પ્રોજેક્ટ આ અઠવાડિયે અમલમા મૂકી શકસો. રચનાત્મક કાર્યો દ્વારા વિશેષ સફળતા પ્રાપ્ત થતી દેખાશે. આર્થિક ધન લાભના યોગ બની રહ્યા છે. પરિવારમાં ખુશીઓનું આગમન થશે અને તમારું ધ્યાન પરિવારના સ્વાસ્થ્ય તરફ વધુ રાખી શકસો. આ અઠવાડિયે કરેલી યાત્રા સારું પરિણામ આપનાર હશે.
વૃશ્ચિક આ સપ્તાહનુ રાશિફળ
વૃશ્ચિક રાશિના જાતકો માટે આ સપ્તાહ આર્થિક મામલે સમય અનુકૂળ રહેશે અને ધન વૃદ્ધિના શુભ યોગ બની રહ્યા છે. સ્વાસ્થ્યમાં બાબત સુધારો આ અઠવાડિયે જોવા મળશે. યાત્રા દ્વારા વિશેષ સફળતા મળશે. પારિવારિક મામલે યોગ્ય નિર્ણય લઇ શકસો. તો જ સુખ-સમૃદ્ધિમાં વધારો થશે. કાર્યક્ષેત્રે સ્થિતિ સારી રહેશે.
ધન આ સપ્તાહનુ રાશિફળ
ધન રાશીના જાતકો માટે આ સપ્તાહે આર્થિક દ્રષ્ટિએ આ અઠવાડિયું ખર્ચાળ સાબિત થાય તેવી શકયતાઓ છે. આ સપ્તાહે સ્વાસ્થ્યમાં સુધારો થશે અને મન પ્રસન્ન રહેશે. પરિવારમાં ખુશીઓ પ્રાપ્ત કરવા માટે કાર્યરત રહેવું પડશે. અઠવાડિયાના અંતે કોઈ શુભ સમાચાર મળે તેવી શકયતાઓ છે.
મકર આ સપ્તાહનુ રાશિફળ
મકર રાશી માટે આ સપ્તાહ કાર્યક્ષેત્રે સ્થિતિ સારી બનશે અને તમારૂ માન-સન્માન વધશે. આ અઠવાડિયે પ્રોજેક્ટમાં સફળતા મળશે. આ સપ્તાહે આર્થિક ધન વૃદ્ધિના શુભ યોગ બની રહ્યા છે અને મન પ્રફુલ્લિત રહેશે. યુવા વર્ગની મદદ મળી શકે છે અથવા તેમના સંબંધિત સારા સમાચાર પણ મળી શકે છે.
કુંભ આ સપ્તાહનુ રાશિફળ
કુંભ રાશીના જાતકો માટે આ સપ્તાહ પ્રેમ સંબંધમાં એક નવી શરૂઆત જીવનમાં સફળતા લઈને આવશે. જો બેદરકારી ના દાખવી તો જીવનમાં સફળતાના શુભ સંયોગ બની રહ્યા છે, કાર્યક્ષેત્રે નેટવર્કિંગ દ્વારા ઘણો લાભ થશે. સ્વાસ્થ્યમાં સારા સુધારા આ અઠવાડિયે જોવા મળશે. અઠવાડિયાના અંતે મહેનત વધારશો તો જ શુભ ફળ મળશે.
મીન આ સપ્તાહનુ રાશિફળ
મીન રાશીના લોકો માટે આ સપ્તાહે કાર્યક્ષેત્રે ઉન્નતિ થશે પરંતુ ખૂબ મહેનત છતાં સામાન્ય સફળતા જ મળે તેવુ બનશે. આર્થિક મામલે આમ તો વૃદ્ધિના યોગ બની રહ્યા છે પરંતુ દાન-પુણ્ય કરવા તરફ પણ વિચારવુ જોઇએ. સ્વાસ્થ્ય આ અઠવાડિયે સુધરતુ દેખાશે. પ્રેમ સંબંધ રોમાન્ટિક રહેશે. પરિવારમાં ખુશીઓનું આગમન થશે.
અગત્યની લીંક
હોમ પેજ | અહિં ક્લીક કરો |
અમારી WHATSAPP ચેનલ જોઇન કરો | અહિં ક્લીક કરો |
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
Follow us on Google News | Click here |