ફાઇનલ મેચ: world Cup final: ક્રિકેટનો મહાકુંભ ગણાતા આઇસીસી વન ડે વર્લ્ડ કપ ની ફાઇનલ ભારત અને ઓસ્ટેલીયા વચ્ચે 19 નવેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટીડીયમ મા રમાનાર છે. ત્યારે આ ફાઇનલ જોવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદિ આવે તેવી શક્યતાઓ છે. સાથે સાથે ઓસ્ટ્રેલીયા ના પીએમ ને પણ આમંંત્રણ આપવામા આવ્યુ છે. ચાલો જોઇએ ફાઇનલ મેચ ને લઇને કેવી તડામાર તૈયારીઓ ચાલી રહી છે.
ફાઇનલ મેચ
19 નવેમ્બરે વર્લ્ડ કપનો મહામુકાબલો અમદાવાદ મા ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે થનાર છે. ત્યારે આ ફાઇનલ મેચ જોવા માટે આખા ભારતની સેલીબ્રીટીઓ ઉપસ્થિત રહેનાર છે. ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ ઉપસ્થિત રહેનાર હોઇ આ ફાઇનલ મેચ ખાસ બની રહેશે. વડાપ્રધાન ઉપસ્થિત રહેવાના હોઇ પોલીસ તંત્ર અને વહીવટી તંત્ર એ ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે.
- કાર્યક્રમ ને અપાઇ રહ્યો છે આખરી ઓપ
- થઇ શકે છે સતાવાર જાહેરાત
- અમિત શાહ સહિત કેટલાક કેન્દ્રીય મંત્રીઓ પણ હાજર રહેશે.
- વાયુસેના કરશે એર શો
The #CWC23 Finalists are confirmed 🙌🏻
— BCCI (@BCCI) November 16, 2023
India 🆚 Australia
🏟️ Narendra Modi Stadium, Ahmedabad 👌🏻#TeamIndia | #MenInBlue pic.twitter.com/QNFhLjbJZV
20 વર્ષ બાદ થઇ રહી છે મહાટક્કર
20 વર્ષ પહેલા 2003 મા વર્લ્ડ કપના ફાઇનલ મા ભારત અને ઓસ્ટ્રેલીયાની ટક્કર થઇ હતી. જેમા ભારતનો 125 રને પરાજય થયો હતો. ફરીથી ફાઇનલમા બન્ને ટીમો ટકરાવાની છે. ત્યારે ભારત ઓસ્ટ્રેલીયન ટીમ ને હરાવી 20 વર્ષ પહેલાનો હિસાબ ચૂકતે કરશે. તેવી કરોડો ક્રિકેટ ચાહકો આશા રાખી રહ્યા છે.
ભારતનુ વર્લ્ડ કપ ફાઇનલમા પ્રદર્શન
ભારતીય ટીમ અત્યાર સુધીમા વર્લ્ડ કપ ઇતિહાસ મા 3 વખત ફાઇનલ મા પહોંચ્યુ છે. જેમા 2 વખત વર્લ્ડ કપ જીતવામા સફળ રહ્યુ છે. જયારે 1 વખત ઓસ્ટ્રેલીયા સામે હારનો સામનો કરવો પડયો હતો.
- 1983 વર્લ્ડ કપ: ભારતની 43 રને જીત
- 2003 વર્લ્ડ કપ: ભારતની 125 રને હાર
- 2011 વર્લ્ડ કપ: ભારતની 6 વિકેટ થી જીત
- 2023 વર્લ્ડ કપ: ભારતીય ટીમ રોહિત શર્માની આગેવાની મા ચોથી વખત ફાઇનલમા પહોંચવામા સફળ રહી છે. ચાલુ વર્લ્ડ કપમા ભારતીય ટીમનુ પ્રદર્શન અદભુત રહ્યુ છે. અત્યાર સુધી તમામ 10 મેચ એકતરફી રીતે જીતી લીધી છે. ત્યારે રવિવારે ઓસ્ટ્રેલીયા સામે ટક્કર થનાર છે. ઓસ્ટ્રેલીયા પણ હાલ સારા ફોર્મ મા હોઇ રવિવારે ફાઇનલમા કાંટે કી ટક્કર બની રહેશે.
ઓસ્ટ્રેલીયાનુ વર્લ્ડ કપ ફાઇનલમા પ્રદર્શન
સૌથી વધુ વર્લ્ડ કપ જીતવાનો રેકોર્ડ ઓસ્ટ્રેલીયા ના નામે છે. ઓસ્ટ્રેલીયા અત્યાર સુધીમા કુલ 7 વખત ફાઇનલમા પહોંચ્યુ છે. જેમાથી 5 વખત વર્લ્ડ કપ જીતવામા સફળ રહ્યુ છે.
- 1975 વર્લ્ડ કપ; ઓસ્ટ્રેલીયા પ્રથમ વર્લ્ડ કપ 1975 મા વેસ્ટ ઇન્ડીઝ સામે 17 રનથી હાર થઇ હતી.
- 1987 વર્લ્ડ કપ: આ વર્લ્ડ કપ મા ઓસ્ટ્રેલીયા ની ઇંગ્લેન્ડ સામે 7 રનથી જીત થઇ હતી.
- 1996 વર્લ્ડ કપ: આ વર્લ્ડ કપ મા ઓસ્ટ્રેલીયા ની શ્રીલંકા સામે 7 વિકેટથી હાર થઇ હતી.
- 1999 વર્લ્ડ કપ: આ વર્લ્ડ કપ મા ઓસ્ટ્રેલીયા ની પાકિસ્તાન સામે 8 વેક્ટથી જીત થઇ હતી.
- 2003 વર્લ્ડ કપ: આ વર્લ્ડ કપ મા ઓસ્ટ્રેલીયા ની ભારત સામે 125 રનથી જીત થઇ હતી.
- 2007 વર્લ્ડ કપ: આ વર્લ્ડ કપ મા ઓસ્ટ્રેલીયા ની શ્રીલંકા સામે 53 રનથી જીત થઇ હતી.
- 2015 વર્લ્ડ કપ: આ વર્લ્ડ કપ મા ઓસ્ટ્રેલીયા ની ન્યુઝીલેન્ડ સામે 7 વિકેટથી જીત થઇ હતી.
અગત્યની લીંક
હોમ પેજ | અહિં ક્લીક કરો |
અમારી WHATSAPP ચેનલ જોઇન કરો | અહિં ક્લીક કરો |
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
Follow us on Google News | Click here |