હેલ્ધી ઉકાળા: શિયાળાની ઋતુની ધીમે ધીમે શરૂઆત થઇ ગઇ છે. અને ઠંડી પણ પડી રહી છે. શિયાળામા બીમારીઓનુ જોખમ વધી જાય છે. એવામા શરીરની ગરમી જાળવી રાખવા ગરમ પીણા અને ખોરાક લેવાની ખાસ જરૂરિયાત રહે છે. શિયાળામા લોકો અડદિયા, ખજૂર પાક જેવી ગરમ વાનગીઓ આરોગતા હોય છે. આજે આપણે એવા કેટલાક હેલ્ધી ઉકાળા ની માહિતી મેળવીશુ જેનાથી શરીરને શરદી, કફ સામે રક્ષણ મળશે.
હેલ્ધી ઉકાળા
શિયાળામા અનેક બીમારીઓનુ જોખમ વધી જાય છે. શિયાળામા શરીરની ગરમી માટે અનેક પ્રકારના ગરમ ખોરાક લેવાની જરૂરીયાત વધી જાય છે.
- રોજ સવારે હેલ્ધી ઉકાળાનુ કરો સેવન
- શિયાળામા દૂર રહેશે શરદી, ખાંસી
- શિયાળામા વધી જાય છે અનેક બીમારીઓનુ જોખમ
શિયાળામા શરદી ખાંસી અને તાવ સહિત અનેક બિમારીઓ થવાનું જોખમ વધી જાય છે. ઈમ્યુન સિસ્ટમ નબળી હોય તો શિયાળામા આવી બીમારીઓ થતી હોય છે. આ પોસ્ટમા આપણે એવા ઉકાળા વિશે જાણકારી આપી રહ્યા છીએ, જેથી શ્વાસ સંબંધિત બિમારીઓ થતી નથી અને વાયરલ બેક્ટેરિયા સામે શરીરને રક્ષણ આપે છે. દરરોજ સવારે તમે આ હેલ્ધી ઉકાળાનું સેવન કરવાથી શરીરને ઘણા બેનીફીટ મળે છે.
આદુ-હળદરનો ઉકાળો
આદુ અને હળદરમાં એન્ટી-ઈન્ફ્લામેટરી તથા ઈમ્યૂનિટી બૂસ્ટર ગુણો રહેલા છે. જેથી શરીરને શરદી સામે રક્ષણ મળે છે અને પાચન સંબંધિત સમસ્યા સામે પણ રાહત આપે છે તથા સોજા ઓછા થાય છે.
તુલસીનો ઉકાળો
આયુર્વેદમાં તુલસીને સ્વાસ્થ્યવર્ધક જડીબુટ્ટી માનવામાં આવે છે. તુલસી થી કફ બહાર નીકળી જાય છે અને ખાંસીથી પણ રાહત આપે છે. તુલસીમાં રહેલ એન્ટી-વાયરલ અને એન્ટી-માઈક્રોબિયલ ગુણને કારણે ઈમ્યુનિટીમાં વધારો થાય છે.
તજ અને એલચીનો ઉકાળો
તજમાં પોલીફેનોલ્સ અને એન્ટીઓક્સિડેન્ટ જેવા શરીર ઉપયોગી તત્વો રહેલા છે, જેથી શરીરનો સોજો ઓછો થાય છે. ઈલાયચીથી ઈન્ફ્લામેશનમાં ઘટાડો થાય છે અને ઓક્સિડેટીવ સ્ટ્રેસથી રાહત આપે છે. જેથી દરરોજ સવારે આ ઉકાળાનું સેવન કરવુ લાભદાયી રહેશે.
આયુર્વેદિક અને ત્રિફળાનો ઉકાળો
આયુર્વેદ અનુસાર આમળા, હરીતકી અને બિભીતકી શરીરને ડિટોક્સ અને રિજુવેનેટ કરવાનું કાર્ય કરે છે. દરરોજ આ ઉકાળાનું સેવન કરવાથી પાચનતંત્રમાં સુધારો થાય છે અને શરીરની ઈમ્યૂનિટીમાં વધારો થાય છે.
મેથી અને ધાણાનો ઉકાળો
મેથી અને ધાણાના ઉકાળાનું સેવન કરવાથી ઈમ્યૂનિટીની સાથે સાથે પાચનતંત્રમાં સુધારો થાય છે. જેથી શ્વસન સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે અને બ્લડ શુગર પણ કન્ટ્રોલમા રહે છે.
અગત્યની લીંક
હોમ પેજ | અહિં ક્લીક કરો |
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરો | અહિં ક્લીક કરો |
Google News પર ફોલો કરો | અહિં ક્લીક કરો |
2 thoughts on “હેલ્ધી ઉકાળા: શિયાળામા રોજ સવારે કરો હેલ્ધી ઉકાળાનુ સેવન, કફ શર્દી અને ખાંસી મા મળશે રાહત”