મગફળીના ભાવ: જુનાગઢ માર્કેટ યાર્ડ ભાવ: પોરબંદર માર્કેટ યાર્ડ ભાવ: રાજ્યમા સાર્વત્રિક સારો વરસાદ પડવાથી ખેતીમા મગફળીનો પાક સારો ઉતરવાની આશા છે. જુલાઇ ઓગષ્ટ મા વરસાદ ના વિરામને બાદ કરતા એકંદરે મગફળી ના પાક માટે સારો માફક વરસાદ પડી ગયો હતો. એવામા હાલ આગોતરી મગફળીની આવક શરૂ થઇ ગઇ છે. મગફળીના માર્કેટ યાર્ડ મા ઉંચા ભાવ બોલાવાથી ખેડૂત મિત્રો ને આ વર્ષે મગફળીના ભાવ સારા મળી રહેશે તેવી આશા છે. ચાલો જોઇએ વિવિધ માર્કેટ યાર્ડ મા મગફળીના શું ભાવ બોલાઇ રહ્યા છે.
મગફળીના ભાવ
મગફળીનુ હબ ગણાતા એવા સૌરાષ્ટ્રના વિવિધ માર્કેટ યાર્ડ જેવા કે જુનાગઢ,પોરબંદર, ગોંડલ વગેરમા મગફળીની આવસ શરૂ થઇ ગઇ છે. રાજ્યમા મગફળીનુ સૌથી વધુ વાવેતર અને સૌથી વધુ ઉત્પાદન જુનાગઢ જિલ્લામા થાય છે. ત્યારે આજે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં નવી મગફળીની આવક થતા હરાજી કરવામાં આવી હતી. મગફળીનાં એક મણનાં 1780 રૂપિયા જેટલા ઉંચા ભાવ બોલાયા હતાં. આ સિઝનનાં આજ સુધીનાં આ ઐતિહાસિક અને ઉંચા ભાવ છે. જાણકારોના મતે અત્યારે મગફળીની આવક ઓછી થવાથી આ સીઝનમા ઉંચા ભાવ રહેતા હોય છે.
ચાલુ વર્ષે મગફળીનુ ઉત્પાદન સારુ થવાની આશા છે અને મગફળીનાં ભાવમાં વધારો થઇ રહ્યો છે. સિઝનની શરૂઆતમાં જ મગફળીના ઉચા ભાવ મળતા ખેડૂત ખુશ થયા છે. આજે વિસાવદર માર્કેટિંગ યાર્ડમાં મગફળીના ભાવે તમામ રેકોર્ડ તોડી નાખ્યાં હતાં. એક મણ મગફળીનાં 2061 રૂપિયા જેટલા ઉચા ભાવ બોલાયા હતાં.
જૂનાગઢ યાર્ડમાં મગફળીની હાલ સારી આવક થઇ રહી છે. આજે યાર્ડમાં મગફળીનાં એક મણનાં ઉંચા મા ઉંચા ભાવ 1780 રૂપિયા બોલાયા હતાં અને નીચા ભાવ 1150 રૂપિયા અને એવરેજ ભાવ 1320 રૂપિયા નોંધાયા છે.
આ પણ વાંચો: E-Challan Gujarat: કોઈ પણ વાહનનું ચલણ ફાટ્યું છે કે નહિ ચેક કરો ઓનલાઈન |
ડીસા મગફળીના ભાવ
ગુજરાતમાં સૌથી વધુ મગફળીનું ઉત્પાદન સૌરાષ્ટ્ર ના જિલ્લાઓમાં થાય છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી બનાસકાંઠા જિલ્લામાં પણ મગફળીનુ વાવેતર કરવામા આવે છે. ખેડૂતો મગફળીનું વાવેતર વધુ કરી સારું એવું ઉત્પાદન મેળવી રહ્યા છે. ચાલુ વર્ષે પણ બનાસકાંઠા જિલ્લામાં 1,48,000 હેક્ટર કરતા જેટલા વિસ્તારમાં મગફળીનુ વાવેતર કરવામા આવ્યુ હતું, અત્યારે ખેડૂતો પોતાના ખેતરમાંથી નવી મગફળીનું ઉત્પાદન મેળવી ડીસા માર્કેટ યાર્ડમાં વેચાણ માટે આવી રહ્યા છે.
ડીસા APMCમાં આવતી મગફળી સારી ક્વોલીટીની હોય છે. તેના કારણે વિશ્વના 13 દેશોમાં ડીસાની મગફળીની નિકાસ થાય છે. જેથી ખેડૂતોને પણ મગફળી પાકના સારા ભાવ મળે છે. સોમવારે 1 મણ મગફળીનો ભાવ 1250થી લઈ 1591 રૂપિયા સુધી બોલાયો હતો. ટેકાના ભાવ કરતા સારો ભાવ હોવાથી ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે.
અગત્યની લીંક
| હોમ પેજ | અહિં ક્લીક કરો |
| અમારી WHATSAPP ચેનલ જોઇન કરો | અહિં ક્લીક કરો |
| વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
| Follow us on Google News | Click here |
