India Team For T20 World Cup: વર્લ્ડ કપ માટે ભારતની સંભવિત ટીમ, આ ખેલાડીઓ ને મળી શકે તક

India Team For T20 World Cup: હાલ ક્રિકેટ ની મહાસીઝન IPL રોમાંચક તબકકા મા ચાલી રહિ છે. એક કરતા એક ચડીયાતી રોમાંચક મેચ બની રહિ છે. IPL પૂર્ણ થયા બાદ જુન મહિનાથી વેસ્ટ ઇન્ડીઝ અને અમેરીકામા T20 WORLD CUP રમાનાર છે. T20 WORLD CUP માટે ટીમ ઇન્ડીયા ની જાહેરાત થોડા દિવસોમા કરવામા આવશે. હાલ પસંદગીકારો નુ ધ્યાન IPL મા ભારતીય ખેલાડીઓના પ્રદર્શન પર છે. ત્યારે ચાલો જાણીએ ભારતની સંભવિત 15 ખેલાડીઓની ટીમ કેવી હોઇ શકે. કયા ખેલાડીઓને તક મળી શકે છે ? તો કયા ખેલાડીઓના વર્લ્ડ કપ માથી પતા કપાઇ શકે છે ?

India Team For T20 World Cup

હાલ IPL ચાલી રહ્યો છે. અને થોડા દિવસોમા વર્લ્ડ કપ માટે ભારતીય ટીમ ની જાહેરાત કરવામા આવશે. તેવામા યુવા ક્રિકેટરો પસંદગીકારોનુ ધ્યાન પોતાના તરફ ખેંચવા માટે સારૂ પ્રદર્શન કરી રહ્યા છે. ચાલો ભારત ની ટીમ મા કયા કયા ખેલાડીઓની પસંદગી થવાની શકયતા છે. ઉલ્લેખનીય છે કે T20 WORLD CUP માટે ભારતીય ટીમ ના કેપ્ટનપદે રોહિત શર્મા જ રહેશે. તેની જાહેરાત BCCI સેક્રેટરી જય શાહ દ્વારા થોડા દિવસો અગાઉ કરી દેવામા આવી છે.

બેટસમેન

ભારતીય ટીમ મા બેટસમેન તરીકે કેપ્ટન રોહિત શર્મા ની સાથે વિરાટ કોહલી અને સૂર્યકુમાર યાદવ નો સમાવેશ થવાનુ લગભગ નક્કી માનવામા આવે છે. તો સાથે યશસ્વી જયસ્વાલ, શુભમન ગીલ અને ફીનીશર રીંકુ સિંહ માથી પણ સમાવેશ થઇ શકે છે.

વિકેટકીપર

વિકેટકીપર તરીકે રીષભ પંત, સંજુ સેમસન, કેએલ રાહુલ અને દિનેશ કાર્તિક માથી 2 ની પસંદગી થઇ શકે છે. પંતે અકસ્માત બાદ IPL મા ધમાકેદાર પુનરાગમન કર્યુ છે. તો સંજુ સેમસન પણ સારા ફોર્મ મા છે. ઉપરાંત દિનેશ કાર્તિકે છેલ્લા 3-4 મેચમા ધ્માકેદાર ઈનીંગ રમી પસંદગીકારો નુ ધ્યાન ખેંચ્યુ છે. ત્યારે હવે જોવાનુ એ રહે છે કે સીલેકટર્સ કયા 2 વિકેટકીપર ઉપર પસંદગી ઉતારે છે.

ઓલ રાઉન્ડર

ઓલ રાઉન્ડર માટે સંભાવના જોઇએ તો હાર્દિક પંડયા અને રવિન્દ્ર જાડેજા ની પસંદગી નક્કી માનવામા આવી રહિ છે. તો હાલ IPL મા શાનદાર પ્રદર્શન કરી રહેલા શીવમ દુબે ની પણ પસંદગી કરવામા આવે તેવી શકયતા છે. ઉપરાંત અક્ષર પટેલ ઓલ રાઉન્ડર માટે દાવેદાર છે.

સ્પીનર્સ બોલર

સ્પીનર્સ બોલર તરીકે વેસ્ટ ઇન્ડીઝ અને અમેરીકા ની ધીમી પીચો પર મહત્વની ભુમિકા રહેશે. એવામા કુલદિપ યાદવ, યુજી ચહલ અને રવિ બીશ્નોઇ ની પસંદગી થઇ શકે છે.

ફાસ્ટ બોલર

ભારત ના સ્ટાર ફાસ્ટર બોલર મહમ્મદ શમી ઇજા ને લીધે અગાઉ થી જ વર્લ્ડ કપની બહાર થઇ ચૂકયા છે. એવામા ફાસ્ટર બોલર તરીકે બુમરાહ ની પસંદગી નિશ્વિત છે. ઉપરાંત અર્શદીપ સિંઘ ની પસંદગી કરવામા આવે તેવી શકયતા છે. મોહમ્મદ સીરાજ ની પણ ત્રીજા બોલર તરીકે પસંદગી કરવામા આવે તેવી શકયતા છે. જો કે સીરાજ હાલ IPL મા ખૂબ મોંઘો પૂરવાર થઇ રહ્યો છે. જો કે ઇન્ટરનેશનલ મેચોમા ધીમી પીચો પર તેનુ પ્રદર્શન સારૂ રહ્યુ છે.

T20 WORLD CUP

આ વખતે વર્લ્ડ કપ નોક આઉટ સહિત કુલ 3 તબક્કામા રમાશે. જેમા કુલ 20 ટીમો ને 5-5 ના એમ 4 જૂથ ગૃપ મા વહેંચવામા આવી છે. ત્યાર બાદ દરેક ગૃપ ની ટોપ 2 ટીમ સુપર 8 મા પ્રવેશ કરશે. તેમાથી 4 ટીમ સેમી ફાઇનલ રમશે. અને સેમી ફાઇનલ જીતનારી 2 ટીમ વચ્ચે ફાઇનલ રમાશે.

વર્લ્ડ કપમા લીગ રાઉન્ડ મા ભારતની મેચ નીચે મુજબ છે.

  • 5 જૂન- બુધવાર: ભારત v/s આયરલેન્ડ , સ્થળ: ન્યુયોર્ક
  • 9 જૂન- બુધવાર: ભારત v/s પાકિસ્તાન, સ્થળ: ન્યુયોર્ક
  • 12 જૂન- બુધવાર: ભારત v/s યુએસએ, સ્થળ: ન્યુયોર્ક
  • 15 જૂન- બુધવાર: ભારત v/s કેનેડા , સ્થળ: ફ્લોરીડા

અગત્યની લીંક

ICC OFFICIAL WEBSITEઅહિં ક્લીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
અમારી WHATSAPP ચેનલ જોઇન કરોઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
Follow us on Google NewsClick here
India Team For T20 World Cup
India Team For T20 World Cup

T20 WORLD CUP 2024 કયા દેશોમા રમાશે ?

અમેરીકા અને વેસ્ટ ઇન્ડીઝ

Leave a Comment

error: Content is protected !!