T20 World Cup 2024: વર્લ્ડ કપ માટે આટલા ખેલાડી છે ફાઇનલ, આ ખેલાડીઓ વચ્ચે છે સ્પર્ધા; ભારતની સંભવિત ટીમ

T20 World Cup: India Team for T20 World Cup: આગામી જૂન મહિનામા વેસ્ટ ઇન્ડીઝ અને યુ.એસ.એ. ની સંયુકત યજમાની મા T20 World Cup રમાનાર છે. આ વર્લ્ડ કપમા 20 ટીમો ભાગ લેનારી છે. ઉલ્લેખનીય છે કે 1 મે સુધીમા દરેક દેશને પોતાની ટીમ જાહેર કરવાનો ICC દ્વારા સમય આપવામા આવ્યો છે. જેમા વર્લ્ડ કપ માટે ભારતીય ટીમ આગામી થોડા દિવસો મા જાહેર કરવામા આવનાર છે. હાલ ચાલુ IPL મા ઘણા યુવા ક્રિકેટરો સારૂ પ્રદર્શન કરી રહ્યા છે. એવામા સીલેકશન કમીટી IPL ના પ્રદર્શન ને આધારે ખેલાડીઓની પસંદગી કરી ભારતીય ટીમ ની જાહેરાત કરશે.

T20 World Cup 2024

  • T20 વર્લ્ડ કપમા કુલ 20 ટીમો ભાગ લેનાર છે.
  • દરેક 5 ટીમ ને 4 જૂથમા વહેંચવામા આવી છે.
  • જેમાથી લીગ રાઉન્ડમા સારૂ પ્રદર્શન કરનારી દરેક ગૃપ માથી 2 ટીમ સુપર 8 મા પ્રવેશ કરશે.
  • સુપર 8 મા બેસ્ટ પરફોર્મફન્સ કરનારી બન્ને ગૃપની 2-2 ટીમ સેમી ફાઇનલ મા પ્રવેશ કરશે.
  • સેમી ફાઇનલ મા જીતનારી બન્ને ટીમ વચ્ચે ફાઇનલ રમાશે.

India Team for T20 World Cup

T20 World Cup માટે ભારતીય ટીમ ની જાહેરાત આગામી દિવસોમા કરવામા આવનાર છે. જેમા હાલ ચાલુ IPL મા યુવા ક્રિકેટરો ના પ્રદર્શન ના આધારે ટીમની પસંદગી કરવામા આવશે. ઉલ્લેખનીય છે કે T20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમના કેપ્ટન પદે રોહિત શર્મા ની જાહેરાત કરી દેવામા આવી છે. આ ઉપરાંત અન્ય પણ કેટલાક ખેલાડીઓના નામ નિશ્વિત છે. ચાલો જોઇએ વર્લ્ડ કપ માટે ભારતીય ટીમ મા કોનો કોનો સમાવેશ કરવામા આવે તેવી શકયતા છે.

બેટસમેન

બેટસમેન તરીકે કેપ્ટન રોહિત શર્મા ઉપરાંત વિરાટ કોહલી અને સૂર્યકુમાર યાદવ નુ સ્થાન નિશ્વિત છે. આ ઉપરાંત યશસ્વી જયસ્વાલ અથવા સુભમન ગીલ માથી 1 ની પસંદગી કરવામા આવે તેવી શકયતા છે.આ સિવાય રિંકુ સિંહ નુ નામ પણ ચર્ચા મા છે.

વિકેટ કીપર

વિકેટ કીપર તરીકે કેએલ રાહુલ, રીષભ પંત, દિનેશ કાર્તિક અને સંજુ સેમસન વચ્ચે સ્પર્ધા ચાલી રહિ છે. અકસ્માત બાદ રીષભ પંત હાલ સારા ફોર્મ મા છે. તો છેલ્લી 3-4 મેચમા શાનદાર પ્રદર્શન કરી દિનેશ કાર્તિકે પસંદગીકારોનુ ધ્યાન ખેંચ્યુ છે. વિકેટ કીપર તરીકે આ 4 માથી કોઇ 2 ને સ્થાન આપવામા આવે તેવી શકયતા છે. જેમા રીષભ પંતનુ નામ ફાઇનલ હોવનૌ માનવામા આવી રહ્યુ છે.

ઓલ રાઉન્ડર

વેસ્ટ ઇન્ડીઝ ની ધીમી પીચો પર ઓલ રાઉન્ડર મહત્વની ભુમિકા ભજવી શકે છે. જેમા હાર્દિક પંડયા અને રવિન્દ્ર જાડેજા નુ નામ નિશ્વિત માનવામા આવી રહ્યુ છે. શીવમ દૂબે એ પણ છેલ્લા કેટલાક મેચોમા શાનદાર પ્રદર્શન કરી પસંદગીકારો નુ ધ્યાન ખેંચ્યુ છે. હાર્દિક પંડયા ઉપરાંત ઓલ રાઉન્ડર તરીકે શીવમ દૂબે ને પણ નિશ્વિત માનવામા આવી રહ્યો છે.

સ્પીનર

વેસ્ટ ઇન્ડીઝ ની ધીમી પીચો પર સ્પીનર મહત્વની ભૂમિકા ભજવશે. તેવામા કુલદીપ યાદવની પસંદગી નિશ્વિત છે. હવે પ્રશ્ન એ છે કે કુલદીપ સિવાય બીજુ કોણ દાવેદાર છે ? યુઝવેન્દ્ર ચહલ અને રવિ બિશ્નનોઇ પણ સારા ફોર્મ મા છે. અને સ્પીનર તરીકે આ બન્ને વચ્ચે સ્પર્ધા ચાલી રહિ છે.

ફાસ્ટ બોલર

ફાસ્ટ બોલર તરીકે બુમરાહ ની પસંદગી નિશ્વિત છે. મોહમ્મદ શમી ની ગેરહાજરી મા ફાસ્ટ બોલર તરીકે કોને સ્થાન આપવામા આવે તે પ્રશ્ન છે. અર્શદીપ સિંઘ અને આવેશ ખાન માથી પસંદગી કરવામા આવી શકે છે. જો કે મયંક યાદવ, ખલીલ એહમદ પણ હાલ સારા ફોર્મ મા છે.

વર્લ્ડ કપમા લીગ રાઉન્ડ મા ભારતની મેચ નીચે મુજબ છે.

  • 5 જૂન- બુધવાર: ભારત v/s આયરલેન્ડ , સ્થળ: ન્યુયોર્ક
  • 9 જૂન- બુધવાર: ભારત v/s પાકિસ્તાન, સ્થળ: ન્યુયોર્ક
  • 12 જૂન- બુધવાર: ભારત v/s યુએસએ, સ્થળ: ન્યુયોર્ક
  • 15 જૂન- બુધવાર: ભારત v/s કેનેડા , સ્થળ: ફ્લોરીડા

અગત્યની લીંક

ICC OFFICIAL WEBSITEઅહિં ક્લીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
અમારી WHATSAPP ચેનલ જોઇન કરોઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
Follow us on Google NewsClick here
T20 World Cup 2024
T20 World Cup 2024

T20 World Cup 2024 કયા રમાનાર છે ?

વેસ્ટ ઇન્ડીઝ અને યુ.એસ.એ. મા

1 thought on “T20 World Cup 2024: વર્લ્ડ કપ માટે આટલા ખેલાડી છે ફાઇનલ, આ ખેલાડીઓ વચ્ચે છે સ્પર્ધા; ભારતની સંભવિત ટીમ”

Leave a Comment

error: Content is protected !!