વીજળી બચાવવા માટે AC કેટલા નંબર પર ચલાવવું જોઈએ? 20, 24 કે 28 

કાળઝાળ ગરમી અને ભેજમાં AC એ જ તાત્કાલિક રાહત છે. આવી સ્થિતિમાં ઘર, ઓફિસ, મોલ દરેક જગ્યાએ એસીનો ઉપયોગ થઈ રહ્યો છે. જો કે, મોટાભાગના લોકો જેઓ ઘરમાં AC ચલાવે છે તે જાણતા નથી કે તેને કયા તાપમાને ચલાવવું જોઈએ. 

થોડા સમય પહેલા, બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી (BEE) એ એસી ઉત્પાદકો માટે એર કંડિશનર માટે ડિફોલ્ટ તાપમાન 24 ડિગ્રી સેલ્સિયસ રાખવાનું ફરજિયાત બનાવ્યું હતું. અગાઉ ACમાં ડિફોલ્ટ તાપમાન 20 ડિગ્રી રાખવામાં આવતું હતું.

ઘણા અભ્યાસોમાંથી બહાર આવ્યું છે કે દરેક ડિગ્રી માટે 6 ટકા જેટલી વીજળીની બચત થાય છે. એસી જેટલુ નીચું તાપમાન હશે તેટલું કોમ્પ્રેસર કામ કરશે અને વીજળીનું બિલ વધારે આવશે. 

મોટાભાગના લોકોની આદત હોય છે કે એસી ઓછામાં ઓછા 18 ડિગ્રી પર ચલાવો જેથી રૂમ ઝડપથી ઠંડુ થાય. પરંતુ, ACને 24 ડિગ્રી પર ચલાવવું વધુ સારો વિકલ્પ રહેશે. 

કારણ કે, માનવ શરીરનું સરેરાશ તાપમાન 36 થી 37 ડિગ્રી હોય છે. એટલે કે, તેનાથી નીચેનું કોઈપણ તાપમાન આપણા માટે કુદરતી રીતે ઠંડુ રહેશે અને 24 ડિગ્રી તમને રાહત આપવા માટે પૂરતું હશે. ડોકટરો પણ માને છે કે માનવ શરીર માટે 24 ડિગ્રી પૂરતી છે.

જો આપણે AC ને 24 ડિગ્રીને બદલે 18 પર સેટ કરીએ, તો રૂમ 18 ડિગ્રી સુધી ઠંડુ થયા પછી પણ કોમ્પ્રેસર કામ કરવાનું બંધ કરશે અને વીજળીનો વપરાશ થશે. આવી સ્થિતિમાં, જો આપણે 24 ડિગ્રી પર AC ચલાવવાની આદત બનાવીએ, તો આપણે 6 X 6 = 36 ટકા સુધી વીજળી બચાવી શકીએ છીએ.