કબજીયાત દૂર કરવાના ઉપાયો

પુષ્કળ પ્રમાણમા ફાઈબર યુક્ત ખોરાક લેવો.

સવારે ઉઠ્યા પછી ખાલી પેટે એક ગ્લાસ નવશેકા પાણીમાં કાળું મીઠું અને લીંબુનો રસ ભેળવીને તેનું સેવન કરો.

રાત્રે સૂતા પહેલા રાત્રિભોજનના બે કલાક પછી એક ગ્લાસ દૂધ પીવો. દૂધ કબજિયાત દૂર કરવામાં મદદ કરે છે 

કેળાં-ચીકુ-પપૈયા, નાસપતિ, પાઈનેપલ જેવા ફળોમાં રહેલાં રેસા અને પાચક-સારક ગુણ કબજીયાત મટાડે છે.

ત્રિફલા ચૂર્ણ: ત્રિફળા ચૂર્ણ એક જાણીતી આયુર્વેદિક દવા છે, જે કબજિયાતની સારવારમાં ઉપયોગી છે. તેમાં આમળા, હરીતકી અને બહેડા એમ ત્રણ ઔષધિઓનું મિશ્રણ હોય છે. મોટાભાગના લોકોએ રાત્રે સૂતા પહેલા ગરમ પાણી સાથે ત્રિફળા ચૂર્ણ લેવું જોઈએ 

લીલા શાકભાજી અને ફળો કબજિયાતને દૂર કરવામાં મદદ કરે છે કારણ કે તે ફાઇબરથી ભરપૂર હોય છે. આ સિવાય શાકભાજીમાં પાણીની માત્રા પણ વધારે હોય છે અને તેમાં વિટામિન્સ ભરપૂર હોય છે જે આંતરડાને આરામ આપે છે.

ઘી ખાવાના અગણિત ફાયદા છે. જો તમે કબજિયાતની સમસ્યાથી પરેશાન છો, તો તમારે ઘીનું સેવન કરવું જોઈએ કારણ કે તે મળને મુલાયમ બનાવવામાં મદદ કરે છે. તે પેટની અન્ય સમસ્યાઓ માટે ઉત્તમ ઉપાય છે. 

પપૈયામાં પેપેન નામનું એન્ઝાઇમ હોય છે, જે પાચનને સુધારે છે અને કબજિયાત ઘટાડે છે. પેટની અડધાથી વધુ સમસ્યાઓ માટે પપૈયું શ્રેષ્ઠ ઈલાજ છે