આવતીકાલે SBI PO ની ફાઇનલ પરીક્ષા: પરીક્ષા દિવસની માર્ગદર્શિકા, મહત્વપૂર્ણ સૂચનાઓ અને થોડી મહત્વની ટીપ્સ

પરીક્ષાના કેન્દ્ર પર સમયસર પહોંચવું જરૂરી છે; જો સમય કરતાં મોડા પડશો તો પ્રવેશ મળશે નહીં.

તમારા હસ્તાક્ષર અપલોડ કરેલા હસ્તાક્ષર સાથે મળવા જોઈએ અન્યથા તે માન્ય ગણાશે નહીં 

તમે સહી કરો છો તેમાં કેપિટલ અક્ષરો માન્ય નથી તે વાત ધ્યાને રાખશો.

કસોટીના સંચાલકો અને નિરીક્ષકોએ આપેલી સૂચનાઓ નું કડક પાલન કરશો.

પરીક્ષા હોલમાં કેલ્ક્યુલેટર,મોબાઈલ, પુસ્તક, લેખિત નોંધ અને સ્લાઇડ રૂલર પ્રતિબંધિત છે

રફકામ તમને આપવામાં આવેલી વર્ક શીટ સુધી જ મર્યાદિત છે કે જે તમને પરીક્ષા પૂરી થયે સબમિટ કરવા માટે આપેલી હોય.

સ્ક્રિપ્ટનો ઉપયોગ કરતા ઉમેદવારોએ બેંકની વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકાય તેવું ઘોષણા ફોર્મ સબમિટ કરવું જરૂરી છે.

કોઈ પણ વધારાનો ખર્ચ અથવા મુસાફરી ભથ્થું ચૂકવવામાં આવતું નથી.