એલોવેરાના અઢળક ફાયદા

પાચન શક્તિ સ્વસ્થ રાખે અને શરીર માથી ઝેરી કચરો દૂર કરે છે..

એલોવેરા જ્યુસમાં ભરપૂર માત્રામાં પોષક તત્વો હોય છે. તેમાં વિટામીન A, C, E અને B- કોમ્પ્લેક્સ વિટામીન તેમજ કેલ્શિયમ, મેગ્નેશિયમ, ઝીંક અને પોટેશિયમ જેવા ખનિજો હોય છે 

જો ખૂબ જ વાળ ખરતા હોય તો એલોવીરા લગાવવાનું શરૂ કરવાથી જલદીથી નવા વાળ આવે છે.

એલોવેરાથી ચહેરાના દાગ-ધબ્બા દૂર થાય છે અને ત્વચા મુલાયમ  બને છે.

એલોવીરા જયૂસ વજન ઘટાડવા માટે પણ ફાયદાકારક છે 

એલો વેરામાં ૧૮ જેટલા 'એમીનોએસિડ' છે જેનાથી મોટાભાગના ચેપી રોગો સામે રક્ષણ મળે છે.

એલોવેરામાં રહેલા 'એનથ્રોકવિનોન (લેટેક્સ)ને કારણે પેટ સાફ રહે છે અને કબજિયાત રહેતી નથી.

એલોવેરાનો રસ નિયમિત બે ચમચી સવારે અને સાંજે પીવાથી લોહીમાં સુધારો થાય છે અને 'કોલેસ્ટ્રોલ'નું તેમજ 'ટ્રાઈગ્લિસરાઇડ્સ'નું પ્રમાણ ઓછું થવાથી હાર્ટ એટેકનો ડર રહેતો નથી.

એલોવેરાના રસના પાવડરથી નિયમિત બ્રશ કરવા થી દાત ચોખ્ખાં થાય છે.

ગર્ભવતી સ્ત્રીઓએ એલોવેરાનો રસ કે તેમાંથી બનાવેલી વસ્તુઓ લેવી ના જોઈએ એનાથી ગર્ભ પર અસર પડે છે 

જે લોકો કબજિયાતની વૃત્તિ ધરાવતા હોય તેઓ કુદરતી રેચક તરીકે એલોવેરા જ્યુસનો ઉપયોગ કરી શકે છે