Namo Laxmi Yojana Gujarat 2024: શાળામા ભણતી કન્યાઓને રૂ.50000 ની સહાય

ગુજરાત સરકાર દ્વારા કન્યાકેળવણી ને પ્રોત્સાહન મળે અને કન્યા ઓનો સાક્ષરતા દર વધે તે માટે ઘણી પ્રોત્સાહક યોજનાઓ અમલમા મૂકવામા આવી છે

ધોરણ ૯ થી ધોરણ ૧૨માં અભ્યાસ કરતી દીકરીઓને તેઓનો અભ્યાસ પૂર્ણ કરવા બદલ રૂ. ૫૦,૦૦૦ સુધીની સહાય સરકારશ્રી તરફથી આપવામાં આવશે. 

નમો લક્ષ્મી યોજના નવા શૈક્ષણિક વર્ષ 2024-25 એટલે નવા સત્રમાં ધોરણ 9 થી 12 માં અભ્યાસ કરતી તમામ વિદ્યાર્થીનીઓ (કન્યાઓ) ને આ શિષ્યવૃત્તિનો લાભ મળવાનો છે. 

દરેક વિદ્યાર્થીનીઓના માતા(મમ્મી)ના બેંક એકાઉન્ટ ખોલવાના છે જેમના મમ્મીના બેંક એકાઉન્ટ ખોલેલા હોય એમને બેંક પાસબુક ની નકલ શાળાના કાર્યાલયમાં જયારે મંગાવવામાં આવે ત્યારે જમા કરાવવા. 

ધોરણ 9 માં દર મહિને 500 એટલે 10 મહિનાના 5000 હજાર એવી રીતે ધોરણ 10માં દર મહિને 500 એટલે 10 મહિનાના 5000 હજાર ધોરણ 9અને10 ના કુલ 10000 હજાર મળશે. ધોરણ 10ની બોર્ડની પરીક્ષા પાસ કરે એટલે બીજા 10000 હજાર એમ કુલ માધ્યમિક શિક્ષણ પૂરું કરવાથી 20000 હજાર સહાય મળવાપાત્ર થશે. 

એવી રીતે ધોરણ 11 માં દર મહિને 750 એટલે 10 મહિનાના 7500 એવી રીતે ધોરણ 12માં દર મહિને 750 એટલે 10 મહિનાના 7500 ધોરણ 11અને12 ના કુલ 15000 હજાર મળશે. ધોરણ 12ની બોર્ડની પરીક્ષા પાસ કરે એટલે બીજા 15000 હજાર એમ કુલ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ પૂરું કરવાથી 30000 હજાર સહાય મળવાપાત્ર થશે. 

આ યોજના દ્વારા દર માસે માતાના ખાતામાં DBT થી સીધા જમા કરવામાં આવશે, જે દીકરીના માતા હયાત ન હોય તેને તેના પોતાના ખાતાની વિગત આપવાની થશે.