રોજ 2 લવિંગ ખાવાથી થશે આ 14 પ્રકારની બીમારી દૂર

એક ચમચી મધમાં બે ટીપાં લવિંગનું તેલ નાંખી અને સવાર-સાંજ પીવાથી શરદી અને ઉધરસમાં રાહત મળે છે.

શરદી ઉધરસ 

મોઢાની દુર્ગંધ વરિયાળીની સાથે લવિંગ ખાવાથી શ્વાસની દુર્ગંધ દૂર થાય છે.

એસિડિટી 1 કપ પાણીમાં 2 લવિંગ ઉકાળીને પીવાથી અને લવિંગ ચાવવાથી એસિડિટી, છાતીમાં બળતરામાં આરામ મળે છે.

દાંતનો દુખાવો દુખતી જગ્યા પર લવિંગનું તેલ લગાવો અથવા દાંતની નીચે લવિંગ રાખીને ચાવો. અને સાથે લવિંગના પાણીથી કોગળા કરવાથી પણ રાહત મળે છે.

માથાનો દુઃખાવો 2 લવિંગને પીસીને 1 કપ પાણીમાં ઉકાળો. અડધું રહે ત્યારે તેને ગાળીને તેમાં ખાંડ મિક્સ કરીને રાતે સૂતા સમયે પીઓ.

હેર કંડીશનર 2 લવિંગ પીસીને 1 ચમચી ઓલિવ ઓઇલમાં મિક્સ કરી વાળ પર લગાવો. 20 મિનિટ બાદ શેમ્પૂ કરી લો

ઉલ્ટી 2 લવિંગ બારીક પીસીને મધની સાથે ચાટવાથી ઉલ્ટીની સમસ્યામાં આરામ મળે છે.

ઉધરસ લવિંગને શેકીને ચાવવાથી ખાંસીમાં આરામ મળે છે. 2 લવિંગ પીસીને હૂંફાળા દૂધ સાથે પીઓ.

ગેસની તકલીફ ખાવાનું ખાધા બાદ 2 લવિંગ ચાવવાથી ડાઇજેશન સારું રહે છે. ગેસની સમસ્યામાં રાહત મળે છે.

મોઢાના ચાંદા મોઢાના ચાંદા અને પાનથી જીભ કપાઇ જાય તો લવિંગ ચાવવા કે લવિંગનું તેલ લગાવવાથી ફાયદો થાય છે.

સ્ટ્રેસ લવિંગની ચામાં તલુસી, ફૂદીનો અને મધ નાંખીને પીવાથી સ્ટ્રેસ, ટેન્શન જેવી સમસ્યામાં ફાયદો મળે છે.

જોઇન્ટ પેઇન ઠંડીને કારણે જોઇન્ટમાં થતા પેનમાં લવિંગના તેલનું મસાજ કરવાથી ફાયદો થાય છે

વેટ લોસ 100 ગ્રામ અળસીની સાથે 10 ગ્રામ લવિંગ પીસીને રાખો, સવારે 1 ચમચી હૂંફાળા પાણી સાથે લો.

હેર વોશ 2 લવિંગને પાણીમાં ઉકાળીને તે પાણી ઠંડું કરીને વાળ ધૂઓ. વાળ સોફ્ટ અને સિલ્કી બનશે