શિયાળામાં આટલી વસ્તુઓ અવશ્ય ખાવી જોઈએ.

કિસમિસ કાળી અને લાલ બન્ને કિસમિસ કબજિયાતમાં અક્સિર છે. 

ખજૂર જો શિયાળા દરમિયાન 2થી 3ખજૂર ખાવામાં આવે તો તે ટોનિકનું કામ કરે છે. તેનાથી શરીરને ગરમી મળે છે

અંજીર અંજીરમાં પોટેશિયમ ભરપૂર છે અને બ્લડપ્રેશરના રોગીઓ માટે ઉપયોગી છે. તેમાં રહેલું કેલ્શિયમ હાડકાંના દર્દીઓ માટે ઉપયોગી છે

બદામ બધાં જ ડ્રાયફ્રૂટ્સમાંથી બદામમાં સૌથી વધુ પ્રમાણમાં પ્રોટીન છે. તે કેલ્શિયમથી ભરપૂર છે. તેની છાલમાં વિટામિન ‘એ’ આવેલું છે. ઉપરાંત તે વિટામિન ‘ઇ’થી ભરપૂર છે

મુનક્કા  આનાથી બ્લડ સર્ક્યુલેશન ઈમ્પ્રૂવ થાય છે. સ્કિન હેલ્ધી રહે છે. વાળ કાળા અને ભરાવદાર બને છે

લીલું લસણ  લીલું લસણ શરીરનું સમગ્રપણે ડિટૉક્સિફિકેશન કરે છે. પાચન ને સશક્ત કરે છે. લીલા લસણમાં રહેલા ઍક્ટિવ કમ્પાઉન્ડ એલિસિન કુદરતી ઍન્ટિબાયોટિક છે, જેને લીધે ઇન્ફેક્શન થી રક્ષણ મળે છે 

બાજરો  બાજરામાં ખૂબ સારું પ્રોટીન રહેલું છે, જે પોષણ આપે છે અને શરીરને ગરમાટો પણ આપે છે.

લીલી હળદર  હળદર હેલ્થ માટે ગોલ્ડ જેટલી કીમતી છે. કોઈ પણ પ્રકારના ઇન્ફેક્શન સામે રક્ષણ મેળવવા માટે હળદર જરૂરી છે 

આમળાં  આમળાં વિટામિન સી થી ભરપૂર હોય છે. આમળાં ફક્ત શિયાળામાં જ મળે છે.એનો ઉપયોગ દવા તરીકે પણ થાય છે.