Yashasvi Jaiswal: સંઘર્ષનુ બીજુ નામ યશસ્વી જયસ્વાલ, એક સમયે તંબુ મા વિતાવવી પડતી રાત, આજે છે કરોડોની સંપતિ

Yashasvi Jaiswal: Yashasvi Jaiswal strugle: ક્રિકેટમા ઘણા એવા ક્રિકેટર આવે છે જે મધ્યમ વર્ગ અથવા સાવ ગરીબ વર્ગમાથી ખૂબ જ સંઘર્ષ અને મહેનત કરીને આગળ વધતા હોય છે. આવા જ એક સ્ટાર ક્રિકેટર એટલે યશસ્વી જયસ્વાલ. હાલમા T20 મા પોતાના બેટથી ધૂમ મચાવનાર યશસ્વી જયસ્વાલ એટલે સંઘર્ષ નુ બીજુ નામ. યશસ્વી જયસ્વાલ તેના બાળપણમા ખૂબ જ સંઘર્ષ કરી આગળ વધ્યા છે. આજે યશસ્વી જયસ્વાલ નુ નામ વિસ્ફોટક બેટસમેન તરીકે ગણાય છે.

Yashasvi Jaiswal

યશસ્વી જયસ્વાલ T20 ફોરમેટમા ખૂબ જ આક્રમક ઓપનર તરીકે તેની ગણના થાય છે. એક સમયે તેની પાસે પોતાનુ ઘર પન રહેવા માટે નહોતુ અને ઘણી વખત તંબુ મા રાતો વિતાવેલી છે. પરંતુ આજે તે તેની મહેનત અને લગન થી કરોડોની સંપતિ ધરાવે છે. IPL મા રાજસ્થાન રોયલ્સ તરફથી રમતો આ ઓપનર બેટસમેન વિરોધી બોલરોને પરસેવો છોડાવે દે છે. ઉલ્લેખનીય છે કે ઘણી વખત ભારતીય T20 ટીમ મા પણ તેનો સમાવેશ કરવામા આવે છે. હાલમ અજ ચાલુ ભારત ઓસ્ટ્રેલીયા T20 સીરીઝમા તેઓપનીગ બેટીંગ કરી વર્લ્ડ ચેમ્પીયન ઓસ્ટ્રેલીયન બોલરોને પરસેવો છોડાવી દે છે.

આ પણ વાંચો: Voice Clarity: શુ ફોનમા અવાજ કલીયર નથી સંભળાતો, કરો આટલા ઉપાય; વોઈસ કલીયારીટી આવશે ગજબની

ટીમ ઈન્ડિયાનો આશાસ્પદ યુવા બેટ્સમેન યશસ્વી જયસ્વાલ તેની મહેનત અને સંઘર્ષ થી ધીમે ધીમે ઉંચાઈઓ તરફ આગળ વધી રહ્યો છે અને પોતાનામ રહેલુ ટેલેન્ટ આખી દુનીયાને બતાવી રહ્યો છે. યશસ્વી છેલ્લા કેટલાક સમયથી પોતાની આક્રમક તોફાની બેટિંગથી બધાને પ્રભાવિત કર્યા છે. પોતાની વિસ્ફોટક બેટિંગના આધારે તે ભારતીય T20 ટીમમાં પોતાની જગ્યા બનાવવા માટે સફળ રહ્યો છે.

Yashasvi Jaiswal
Yashasvi Jaiswal

ઉતરપ્રદેશના ભદોહિનિ નો રહેવાસી યશસ્વી જયસ્વાલ 12 વર્ષની ઉંમરે ક્રિકેટર બનવાનુ સપનુ લઇને મુંબઇ આવ્યો હતો. આટલી ઉંચાઇ સુધી પહોંચવુ ગરીબ વર્ગના યશસ્વી માટે સરળ નહોતુ. તેના માટે તેણે દિવસ રાત મહેનત અને ખૂબ જ સંઘર્ષ કરવો પડયો છે. તે મુંબઇ આવ્યો ત્યારે પોતાનુ ઘર વેચી ગુજરાત ચલાવવુ પડતુ હતુ. તે નાનપણ મા દૂધની ડેરીમા પણ પાર્ટ ટાઇમ નોકરી કરેલ અને તેની સાથે સાથે ક્રિકેટને પ્રેકટીસ કરતા કરતા તે જ ડેરીમા રાતે સૂઇ રહેતો. જે આજે મુંબઇ મા પોતાનો આલીશાન ફ્લેટ ધરાવે છે. અહિં પહોંચવા માટે તેણે દિવસ રાત મહેનત કરી છે.

અંડર 19 વર્લ્ડ કપ મા યશસ્વી જયસ્વાલે શાનદાર પ્રદર્શન કર્યુ હતુ જેમા તેને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ એવોર્ડ આપવામા આવ્યો હતો. ત્યારબાદ IPL મા રાજસ્થાન રોયલે તેને 2.40 કરોડ મા ખરીદ્યો હતો. યશસ્વી 4 વર્ષ થી IPL રમી રહ્યો છે અને આટલા ટૂંકા સમયમા તેણે ઘણા વિરોધી સારા સારા બોલરોને ધોળે દિવસે તારા દેખાડી દિધા છે.

મીડીયા રીપોર્ટ અનુસાર યશસ્વી કુલ 16 કરોડ જેટલી નેટવર્થ ધરાવે છે. જે તેણે દિવસ રાત મહેનત અને સંઘર્ષ કરી સફળતા મેળવી છે. યશસ્વી જયસ્વાલ પોતાના પરફોર્મન્સ અને મહેનત થી ભારતને એક સ્ટાર ક્રિકેટર મળશે.

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
અમારી WHATSAPP ચેનલ જોઇન કરોઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
Follow us on Google NewsClick here

Leave a Comment

error: Content is protected !!