સેમી ફાઇનલ ટીમ: ઇંગ્લેન્ડ સામે આ મુશ્કેલ શરત પુરી કરે તો જ પાકિસ્તાન આવશે ભારત સામે સેમી ફાઇનલ મા, નહિતર મેચ જીતવા છતા થશે ઘરભેગુ

સેમી ફાઇનલ ટીમ: India Vs Pakistan match: વર્લ્ડ કપ સેમી ફાઇનલ: વન ડે ક્રિકેટ વર્લ્ડ કપની લીગ રાઉન્ડ ની મેચો અંતિમ તબક્કામા ચાલી રહી છે. અને ભારત, ઓસ્ટ્રેલીયા અને સાઉથ આફ્રીકા એ સેમી ફાઇનલ મા પ્રવેશ મેળૅવી લીધો છે. હવે માત્ર 1 ટીમ ક્વોલીફાઇ કરવાની બાકી છે જેમા ન્યુઝીલેન્ડ અને પાકિસ્તાન વચ્ચે હરિફાઇ જામી છે. જો કે એમા પણ ન્યુઝીલેન્ડ 99 % સેમી ફાઇનલ મા આવવા માટે નિશ્વિત બની ગયુ છે. માત્ર 1 % સંભાવના વચ્ચે પાકિસ્તાન જો ચમત્કાર થાય તો સેમી ફાઇનલ મા પ્રવેશી શકે છે.

સેમી ફાઇનલ ટીમ

શ્રીલંકા અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાયેલી મેચમા ન્યુઝીલેન્ડે સારી રનરેટ સાથે આ મેચ જીતી લેતા સેમીફાઇનલ માટે પ્રબલ દાવેદાર બની ગયુ છે. હવે પાકિસ્તાન અને ઇંગ્લેન્ડ વચ્ચે મેચ રમાવાની બાકી છે. આ મેચ પાકિસ્તાને ખૂબ જ મોટા માર્જીનથી જીતવી પડશે તો જ તે સેમી ફાઇનલ મા આવી શકે. હાલ પાકિસ્તાન ની ટીમનુ કંગાળ ફોર્મ જોતા આ અશક્ય લાગી રહ્યુ છે.

પાકિસ્તાન જો ઇંગ્લેન્ડ સામેની મેચમા ઓછામા ઓછા 287 રનથી જીતે તો જ તે સેમીફાઇનલ મા પ્રવેશ મેળવી શકસે. આ માટે પાકિસ્તાન નો પ્રથમ દાવ આવવો જરૂરી છે. પ્રથ્મ બેટીંગ કરી પાકિસ્તાન 400 થી 450 રન બનાવી પછી ઇંગ્લેન્ડ ને સસ્તામા આઉટ કરે તો જ આ શક્ય છે. હાલ પાકિસ્તાન ના બોલરોનુ ફોર્મ જોતા આ ખૂબ જ મુશ્કેલ છે. હવે જો કોઇ ચમત્કાર થાય તો જ પાકિસ્તાન સેમીફાઇનલ મા પ્રવેશી શકે. અન્યથા ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે સેમીફાઇનલ રમાવી નિશ્વિત બની ગઇ છે.

આ પણ વાંચો: Kohli Centuries List: વિરાટ કોહલી ની 49 સદિ નુ લીસ્ટ, કોની સામે કેટલા ફટકાર્યા; કેટલામા જીત્યુ ભારત

worldcup point table
worldcup point table

સેમી ફાઇનલ ટાઇમ ટેબલ

  • પ્રથમ સેમી ફાઇનલ: 15 નવેમ્બર- ભારત v/s ન્યુઝીલેન્ડ ( જો કોઇ ચમત્કાર ન થાય તો) – સ્થળ: મુંબઇ વાનખેડે સ્ટેડીયમ
  • બીજી સેમી ફાઇનલ: 16 નવેમ્બર- ઓસ્ટ્રેલીયા v/s સાઉથ આફ્રીકા- સ્થળ: કોલકતા ઇડન ગાર્ડન સ્ટેડીયમ

નહી જોવા મળે ભારત પાકિસ્તાન ની સેમીફાઇનલ

ક્રિકેટ ચાહકો વર્લ્ડ કપ જેવી મોટી ટૂર્નામેન્ટ હોય એટલે ભારત પાકિસ્તાન ની મેચની આતુરતાથી રાહ જોતા હોય છે. પાકિસ્તાન સેમીફાઇનલ મા પ્રવેશસે અને ભારત પાક્સિતાન ની મેચ જોવા મળશે તેવી ક્રિકેટ ચાહકો ને આશા હતી. પરંતુ પાકિસ્તાન હવે લગભગ સેમીફાઇનલ માથી બહાર થવા આવ્યુ છે ત્યારે ભારત પાકિસ્તાન ની મેચ નહી બને.

ઉલ્લેખનીય છે કે 2019 ના વર્લ્ડ કપ મા પણ ભારત ન્યુઝીલેન્ડ સામે ટકરાયુ હતુ. અને રોમાંચક મેચમા ભારતની હાર થઇ હતી. ત્યારે ફરી એક વખત સેમી ફાઇનલ મા જ ભારત ન્યુઝીલેન્ડ સામે ટકરાઇ રહ્યુ છે ત્યારે ભારતીય ટીમ 2019 નો હિસાબ ન્યુઝીલેન્ડ સામે ચૂકતે કરશે તેવી કરોડો ભારતીય ક્રિકેટ ચાહકો આશા રાખી રહ્યા છે.

અગત્યની લીંક

ICC WORLD CUP Official Websiteઅહિં ક્લીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
અમારી WHATSAPP ચેનલ જોઇન કરોઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
Follow us on Google NewsClick here

ભારતની સેમી ફાઇનલ કઇ તારીખે રમાશે ?

ભારત ની સેમી ફાઇનલ 15 નવેમ્બરે મુંબઇ ના વાનખેડે સ્ટેડીયમ મા રમાશે.

Leave a Comment

error: Content is protected !!