ક્રિકેટ વર્લ્ડ કપ 2023: ભારતની સેમી ફાઇનલમા ધમાકેદાર એન્ટ્રી, કોની સામે થશે ટકકર;શું છે સેમી ફાઇનલ ના સમીકરણો

ક્રિકેટ વર્લ્ડ કપ 2023: India Semi final: World Cup semi final: હાલ ક્રિકેટમો મહાકુંભ વન ડે વર્લ્ડ કપ ચાલી રહ્યો છે. તેમા ટીમ ઇન્ડીયાનુ અભુતપૂર્વ પરફોર્મન્સ જોવા મળી રહ્યુ છે. અત્યાર સુધી ભારતે રમેલે 6 માથી 6 મેચ જીતી લીધી છે. લખનૌ મા રમાયેલી મેચમા ઇંગ્લેન્ડ ને 100 રનથી હરાવી ભારતે સેમી ફાઇનલમા ધમાકેદાર એન્ટ્રી મેળવી લીધી છે. સેમી ફાઇનલમા ભારતની ટક્કર કઇ ટીમ સામે થસે તેના સમીકરણો જોઇએ.

ક્રિકેટ વર્લ્ડ કપ 2023

હાલ ચાલી રહેલા વન ડે વર્લ્ડ કપ મા બેટીંગ હોય કે બોલીંગ તમામ ક્ષેત્રમા ટીમ ઇન્ડીયા નો કોઇ જવાબ નથી. અને હજુ સુધી એક પણ મેચ હાર્યુ નથી. ઉપરાંત આ તમામ મેચ મા ભારતે એકતરફી જીત મેળવી છે. જેમા ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલીયા, ઇંંગ્લેન્ડ જેવીદિગ્ગજ ટીમો ને ધૂળચાટતી કરી દિધી હતી. હવે ભારત તેની બાકી વધેલી 3 મેચ હારે તો પણ સેમી ફાઇનલ મા જગ્યા સુનિશ્વિત રહેશે. જો કે હાલ રોહિત એન્ડ ટીમ નુ પ્રદર્શન જોતા ભારત તેની બાકી વધેલી 3 મેચ જીતવા માટે પણ ફેવરીટ માનવામા આવે છે.

ચાલો જાણીએ સેમી ફાઇનલમા ભારતની ટક્કર કઇ ટીમ સામે થાય તેવી શકયતા છે.

હાલ ભારત પોઇંટ ટેબલ મા 12 અંક સાથે પ્રથમ સ્થાને છે. અને બાકીની 3 મેચમાથી 2 કે 3 મેચ જીતશે તો પણ પોતાનુ પ્રથમ સ્થાન જાળવી રાખશે તે નક્કી માનવામા આવી રહ્યુ છે. એ જોતા ભારત ને પ્રથમ સેમી ફાઇનલ 15 નવેમ્બરે રમવાની થશે. પ્રથમ સેમી ફાઇનલ મુંબઇ ના વાનખેડે સ્ટેડીયમ મા રમાનાર છે.

આ પણ વાંચો: World Cup Point Table: વર્લ્ડ કપનુ પોઇન્ટ ટેબલ, કઇ ટીમ છે આગળ; કયો ખેલાડી છે રનમા ટોપ પર

કોની સામે થશે સેમીફાઇનલ મા ટક્કર

ભારત 16 અથવા 18 પોઇન્ટ સાથે પ્રથ્મ સ્થાન જાળવી રાખશે તેવુ માનવામા આવી રહ્યુ છે. સેમી ફાઇનલ ની 4 ટીમો લગભગ નક્કી થઇ ગઇ છે. ભારત સિવાય ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલીયા અને સાઉથ આફ્રીકા સેમી ફાઇનલ મા પ્રવેશ મેળવશે તેવુ નક્કી છે. એવામા સેમી ફાઇનલ ના સમી કરણો શું છે તે જોઇએ. પોઇન્ટ ટેબલ મા પ્રથમ નંબરે અને ચોથા નંબર પર રહેનારી તીમો વચ્ચે પ્રથમ સેમી ફાઇનલ રમાનાર છે. આવા સંજોગોમા ચોથા સ્થાન પર કઇ ટીમ રહેશે તેના સમીકરણો જોઇએ.

સાઉથ આફ્રીકા ના હાલ 10 પોઇન્ટ છે અને તેને 3 મેચ રમવાની બાકી છે. હાલ સાઉથ આફ્રીકા ની ટીમનુ ફોર્મ જોતા તે બીજા અથવા ત્રીજા સ્થાન પર રહે તેવી શકયતાઓ છે. તે જોતા સાઉથ આફ્રીકાની ભારત સામે સેમી ફાઇનલ મા ટક્કર થવાની શકયતાઓ ઓછી છે.

ન્યુઝીલેન્ડ ને હજુ તેની 3 મેચ રમવાની બાકી છે. આ 3 મેચ મા સાઉથ આફ્રીકા, શ્રીલંકા અને પાકિસ્તાન સામે મેચ છે. આ 3 માથી ન્યુઝીલેન્ડ 2 મેચ જીતે છે તો તેના 12 પોઇન્ટ થશે. ઓસ્ટ્રેલીયા ને તેની 3 મેચ પૈકી ઇંગ્લેન્ડ, બાંગ્લાદેશ અને અફઘાનીસ્તાન સામે મેચ રમવાની છે. આ ત્રણેય મેચ જીતવા માટે ઓસ્ટ્રેલીયા ફેવરીટ માનવામા આવી રહ્યુ છે. આ 3 મેચ જીતતા તેના 14 પોઇન્ટ થઇ જશે. એટલે ઓસ્ટ્રેલીયા બીજા અથવા ત્રીજા સ્થાન પર રહી શકે છે.

આ પણ વાંચો: World Cup Match Live: વર્લ્ડ કપની તમામ મેચ ફ્રી મા કઇ રીતે જોશો, આ રીતે જુઓ મોબાઇલમા વર્લ્ડ કપ

લીગ રાઉન્ડ મા હજુ 1 મહત્વની મેચ બાકી છે ન્યુઝીલેન્ડ અને સાઉથ આફ્રીકાની. આ મેચ બુધવારે 1 નવેમ્બરે રમાનાર છે. આ મેચ પર સેમી ફાઇનલ ની 4 ટીમોના સ્થાન નક્કી કરવા માટે ખુબ જ મહત્વની માનવામા આવે છે. આ મેચ મા જો સાઉથ આફ્રીકા જીતશે તો તેના 16 પોઇન્ટ સાથે બીજા સ્થાને રહેશે તેવી શકયતા છે. પરંતુ જો આ મેચ ન્યુઝીલેંડ જીતે છે તો બન્ને ના 14-14 પોઇંટ થશે. ઉપરાંત ઓસ્ટ્રેલીયા પણ પોતાની 3 મેચ જીતી 14 પોઇન્ટ પર ફીનીશ કરશે તેવી પુરી શકયતાઓ છે. આવા સંજોગો મા ન્યુઝીલેન્ડ, સાઉથ આફ્રીકા અને ઓસ્ટ્રેલીયા ત્રણેય ટીમો ના 14 પોઇન્ટ હોવાથી નેટ રન રેટ પર સ્થાન નક્કી થશે. તેમા સાઉથ આફ્રીકા ની નેટ રન રેટ હલ ખૂબ જ સારી છે. તે જોતા ન્યુઝીલેન્ડ અથવા ઓસ્ટ્રેલીયા ચોથા સ્થાન પર રહી શકે છે.

જો સાઉથ આફ્રીકા તેની બાકી રહેલી મેચો પૈકી ભારત અને ન્યુઝીલેન્ડ બન્ને સામે હારી જાય છે તો તે પોઇન્ટ ટેબલ મા ચોથા સ્થાન પર રહેશે તે નક્કી છે. આવા સંજોગો મા ભારત અને સાઉથ આફ્રીકા વચ્ચે સેમી ફાઇનલ રમાઇ શકે છે.

હાલ શ્રીલંકા ના 4 પોઇન્ટ છે. અને તેની 4 મેચ બાકી છે. શ્રીલંંકા પોતાની બાકી રહેલી તમામ 4 મેચ જીતે અને ઓસ્ટ્રેલીયા કે ન્યુઝીલેન્ડ 2 મેચ હારે તો શ્રીલંકા ની સેમી ફાઇનલ માટે શકયતાઓ રહેલી છે. જો કે શ્રીલંકા ને હજુ ન્યુઝીલેન્ડ અને ભારત જેવી ધુંવાધાર જેવી ટીમો સામે મેચ રમવાની બાકી હોઇ આ શકય દેખાતુ નથી. આમ શ્રીલંકા ને સેમીફાઇનલ મા પહોંચવા માટે ખૂબ જ મુશ્કેલ રસ્તો છે.

ક્રિકેટ અનિશ્વિતતાઓની રમત છે. ક્રિકેટ મા કયારે કઇ ટીમ જીતે અને કોણ હારે તે નક્કી નથી હોતુ. હાલ ચાલુ વર્લ્ડ કપ મા આપણે મજબુત ગણાતી સાઉથ આફ્રીકા, ઇંગ્લેન્ડ અને પાક્સિતાન જેવી ટીમોને અફઘાનીસ્તાન અને નેધરલેન્ડ સામે હારતા જોયા છે. આવા સંજોગો મા સેમી ફાઇનલ મા ભારત સામે કઇ ટીમની ટક્કર થશે તે આવનાર સમય જ કહેશે.

અફઘાનીસ્તાને શ્રીલંકાને હરાવી 6 પોઇંટ સાથે પોઇન્ટ ટેબલ મા પાંચમા સ્થાને છલાંગ લગાવી છે. હજુ તેના 3 મેચ બાકી છે. જો આ 3 મેચમા ઉલટફેર થાય છે તો અફઘાનીસ્તાન પણ સેમી ફાઇનલ મા પહોંચવા માટે દાવેદાર માનવામા આવે છે.

અગત્યની લીંક

ICC WORLD CUP Official Websiteઅહિં ક્લીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
અમારી WHATSAPP ચેનલ જોઇન કરોઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
Follow us on Google NewsClick here
ક્રિકેટ વર્લ્ડ કપ 2023
ક્રિકેટ વર્લ્ડ કપ 2023

સેમીફાઇનલ ની તારીખો શું છે ?

પ્રથમ સેમી ફાઇનલ- તા.15 નવેમ્બર
બીજી સેમી ફાઇનલ- તા.16 નવેમ્બર

વર્લ્ડ કપ ની ફાઇનલ ની તારીખ શું છે ?

તારીખ 19 નવેમ્બર

1 thought on “ક્રિકેટ વર્લ્ડ કપ 2023: ભારતની સેમી ફાઇનલમા ધમાકેદાર એન્ટ્રી, કોની સામે થશે ટકકર;શું છે સેમી ફાઇનલ ના સમીકરણો”

Leave a Comment

error: Content is protected !!