whatsapp Meta AI: વોટસઅપ પર AI નો ઉપયોગ કરી તમારી ઇમેજ બનાવો અફલાતૂન, જાણો પ્રોસેસ

whatsapp Meta AI: આજકાલ AI નો ઉપયોગ કરવાનો ક્રેઝ વધુ છે. લોકો AI નો ઉપયોગ કરીને ઈમેજ અને વિડીયો ખૂબ બનાવતા હોય છે. એવામા હવે સૌથી વધુ લોકપ્રીય મેસેજીંગ એપ. વોટસઅપ પણ પોતાના યુઝર્સ ને આ સુવિધા આપી રહ્યુ છે. હવે વોટસઅપ મા પણ તમે Meta AI નો ઉપયોગ કરીને તમારી અફલાતૂન ઈમેજ બનાવી શકો છો. ચાલો જાણીએ વોટસઅપ ના આ નવા ફીચરનો કઇ રીતે ઉપયોગ કરશો.

whatsapp Meta AI

હવે તમે તમારા WhatsApp દ્વારા પણ ખૂબ સરળતાથી 10 સેકન્ડથી ઓછા સમયમાં તમારી પોતાની AI ઇમેજ ક્રીએટ કરી શકો છો. ચાલો આ ઈમેજ કેવી રીત બનાવશો તેની પ્રોસેસ જાણીએ.. માર્ક ઝુકરબર્ગે થોડા દિવસો પહેલા વોટ્સએપ ના કેટલાક સીલેકટેડ બીટા યુજર્સ માટે Meta AI સર્વીસ શરૂ કરી છે. યુઝર્સ Meta AI સર્વીસનો ઉપયોગ WhatsAppમાં જ કરી શકે છે. આ માટે કોઇ અલગથી એપ. ઇન્સ્ટોલ કરવાની જરૂર નથી. આ Meta AI સર્વીસ એઆઇ, ઓપન એઆઇના ChatGPT અને Google ના જેમિની ની જેમ જ વર્ક કરે છે. આ બંને વિશ્વના લોકપ્રિય AI મોડલ્સની જેમ, મેટા એઆઇ પણ યુઝર્સ ના કોઈપણ પ્રશ્નનો જવાબ આપી શકે છે, પૂછેલા કોઇપણ પ્રશ્ન ને લગતી માહિતી આપી કરી શકે છે અને AI ઇમેજ પણ જનરેટ કરી શકે છે.

આ પણ વાંચો: Gold Price 2024: ભારે તેજી બાદ સોના ના ભાવમા થયો ઘટાડો, જાણો સોના ના લેટેસ્ટ ભાવ

Meta AI update In Whastapp

તમારા વોટસઅપ મા આ નવા ફીચરનુ અપડેટ આવ્યુ છે કે નહી તે આ રીતે ચેક કરી શકો છો. આ માટે સૌથી પહેલા તમારે એ ચેક કરવું પડશે કે તમારા WhatsApp એકાઉન્ટમાં Meta AI સર્વીસ સપોર્ટેડ છે કે નહીં. આ કરવાની બે રીત છે. પહેલો રસ્તો એ છે કે તમે તમારું વોટ્સએપ એકાઉન્ટ ઓપન કરો અને તેમાં Meta AI નું સર્ક્યુલર આઇકન શોધો. જો તમારા Whastapp એકાઉન્ટમાં Meta AI સપોર્ટ ઓપ્શન આવી ગયો હોય તો તમે વોટ્સએપ ખોલતા જ તેનું આઇકોન સીધું જ જોવા મળશે.

  • આ ચેક કરવા માટે જો તમારી પાસે એન્ડ્રોઇડ મોબાઇલ હોય તો ઉપર લીલું + બટન જોવા મળશે.
  • iOS યુઝર્સ ને ઉપરની બાજુએ વાદળી + બટન દેખાશે.
  • તમારા ફોન પર Meta AI આઇકોન જો દેખાતું નથી, તો તમારે બીજી કોઇ પદ્ધતિનો ઉપયોગ કરવો પડશે.
  • આ માટે તમે ગૂગલ પ્લે સ્ટોર અથવા એપ સ્ટોર ઓપન કરો.
  • ત્યા વોટસઅપ એપ. સર્ચ કરી તેમા અપડેટ આવ્યુ હોય તો તમારી એપ. અપડેટ કરો.
  • પછી ફરીથી વોટ્સએપ એપ. ખોલો અને મેટા આઇકોન શોધો. જો તમને હજુ પણ તમારા વોટ્સએપમાં આ નવા ફીચરનુ આઇકોન જોવા નથી મળતુ તો તેનો અર્થ એ છે કે તમારા વોટસઅપ એકાઉન્ટ માટે હજી સુધી આ અપડેટ પ્રાપ્ત થયું નથી અને તમારે Meta AI ઓપ્શન માટે રાહ જોવી પડશે. જો તમારા વોટ્સએપમાં મેટા આઇકોન સપોર્ટેડ છે, તો તમે ત્યાંથી AI ઇમેજ બનાવવા માટે નીચે આપેલા સ્ટેપ્સને ફોલો કરીને ઈમેજ બનાવી શકો છો.

Whastapp મા AI ઈમેજ બનાવવાના સ્ટેપ

વોટસઅપ મા મેટા AI ઈમેજ બનાવવા માટે નીચેના સ્ટેપ અનુસરો.

  • સ્ટેપ 1: સૌ પ્રથમ તમારું વોટ્સએપ ઓપન કરો
  • સ્ટેપ 2: ત્યારબાદ Meta AI ચેટબોટના આઇકોન પર ક્લિક કરો.
  • સ્ટેપ 3: પછી જનરેટિવ મોડને એકટીવ કરવા માટે “/imagine” નો ઉપયોગ કરો.
  • સ્ટેપ 4: તે પછી તમારે જેને લગતી AI ઈમેજ બનાવવા માંગો છો તેનો કીવર્ડ ટાઇપ કરવો પડશે. ઉદાહરણ તરીકે જો તમે એલીફન્ટ કે નદી ની AI ઇમેજ બનાવવા માંગો છો, તો તમે બટરફ્લાય અથવા હિલ એરિયા અથવા ફ્લાવર્સ ઇન હિલ લખી શકો છો.
  • સ્ટેપ 5: આ નામ લખ્યા પછી સેન્ડ બટન પર ક્લિક કરો. થોડીક સેકન્ડ પછી તમારી AI ઈમેજ તૈયાર થઈ જશે. તમે આવી રીતે સ્ટેપ ફોલો કરીને AI ઇમેજ બનાવી શકો છો.

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
અમારી WHATSAPP ચેનલ જોઇન કરોઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
Follow us on Google NewsClick here
whatsapp Meta AI
whatsapp Meta AI

Leave a Comment

error: Content is protected !!