આચારસંહિતા: લોકસભા ચૂંટણી ૨૦૨૪: દેશમા લોકસભાની ચૂંટણી ની જાહેરાત કરવામા આવી છે. લોકસભા ની ચૂંટણી ની જાહેરાત થતા જ આદર્શ આચારસંહિતાનો અમલ શરૂ થઇ ગયો છે. આચારસંહિતા નો અમલ થતા જ અમુક સરકારી કાર્યો પર પ્રતિબંધ લાગી જાય છે. ત્યારે ચાલો જાણીએ આચારસંહિતા શું હોય અને આચારસંહિતા મા કેવા પ્રકારના કાર્યો ન કરી શકાય ? તથા આચારસંહિતા મા રાજકીય પક્ષો માટે કેવા પ્રકારના કડક નિયમો હોય છે.
આચારસંહિતા
આદર્શ આચારસંહિતા એટલે એવા નિયમો છે જે નિયમ ચૂંટણી દરમિયાન તમામ હોદ્દેદારો અને રાજકીય પક્ષો દ્વારા સ્વીકારવામાં આવે છે. આચારસંહિતા નો હેતુ પ્રચાર, મતદાન અને મતગણતરી સંગઠિત, સ્વચ્છ અને શાંતિપૂર્ણ બનાવવાનો અને શાસક પક્ષો દ્વારા રાજ્ય સંશાધનો અને નાણાંનો દુરુપયોગ અટકાવવાનો છે. જો કે, તેને કોઈ કાયદાકીય માન્યતા આપવામા આવી નથી. જોકે, સુપ્રીમ કોર્ટે અનેક વખત આચારસંહિતાની પવિત્રતાને યથાવત રાખી છે. ચૂંટણી પંચને આદર્શ આચારસંહિતાના કોઈપણ ઉલ્લંઘનની તપાસ કરવા અને સજા જાહેર કરવાની સંપૂર્ણ સત્તા આપવામા આવી છે. આચારસંહિતાની શરૂઆત 1960 થી કેરળ ની ચૂંટણી થી કરવામા આવી હતી.
આ પણ વાંચો: Voter List 2024: મતદાર યાદિ 2024 જાહેર, ડાઉનલોડ કરો તમારા વિસ્તારની નવી મતદાર યાદિ, ચેક કરો તમારૂ નામ
કોને લાગૂ પડે ?
- કલ્યાણ યોજનાઓ અને સરકારી કામોના અમલ, પ્રચાર, પ્રસાર અને જાહેરાત પર સંપૂર્ણ રોક.
- વિશ્રામ ગૃહો, ડાગ બંગલાઓ અને સરકારી મકાનોના ઉપયોગ પર પ્રતિબંધ
- સરકારી અધિકારીઓની બદલ/બઢતી અને નિમણૂંક પર પ્રતિબંધ
- સરકારી એરક્રાફ્ટ, હેલીકોપ્ટર તેમજ સરકારી વાહનોનો મર્યાદિત ઉપયોગમંત્રીશ્રીઓ અને અન્ય રાજયકીય પદાધીકારીશ્રીઓના પ્રવાસ અંગેની જોગવાઈ
- લાઉડ સ્પીકર ઉપયોગ અંગે તથા સભા—સરઘસની મંજુરી
- પેમ્ફલેટ, પોસ્ટર અને અન્ય મિડીયા પ્રવૃત્તીઓનું નિરીક્ષણ
આ પણ વાંચો: Election Date 2024: લોકસભા ચૂંટણીની તારીખો જાહેર, કયા રાજયમા કયારે છે મતદાન; કઇ તારીખે છે મતગણતરી
આચારસંહિતા મા કેવા કાર્યો ન થઇ શકે ?
- ચૂંટણી કામગીરી સાથે સંંકળાયેલ કોઇપણ કર્મચારી ની પૂર્વમંજૂરી વગર બદલી/બઢતી કે નિમણૂંક કરી શકાતી નથી.
- ફોજદારી ગુનો નોંધાયેલ અને નિકાલ બાકી હોય તેવા કર્મચારીઓની ચૂંટણી કામગીરી માટે નિમણૂંક કરી શકાતી નથી.
- મંત્રીઓ/પદાધીકારીશ્રીઓ ચૂંંટણી કામગીરી સાથે સંંકળાયેલ કર્મચારી/અધિકારી સાથી વિડીયો કોન્ફરન્સ કે મીટીંગ યોજી શકે નહિ.
- કેન્દ્ર કે રાજયના મંત્રી સરકારી વાહનો નો ઉપયોગ કરી શકે નહિ.
- ચૂંટણી પ્રચાર માટે ઉપયોગ લેવાના લાઉડ સ્પીકરની મંજુરી લેવાની રહે છે.
- ચૂંટણી દરમિયાન પ્રચાર અને પ્રસાર માટે સભા/સરઘસની મંજુરી લેવાની રહે છે.
- સરકારી, ધાર્મીક કે દબાણવાળી જગ્યાએ રાજકીય કાર્યાલય ઉભા કરી શકાતા નથી.
- મતદાન ના 48 કલાક પહેલા ચૂંટણી પ્રચાર બંધ કરવો પડે છે.
- મતદાન મથક ના 100 મીટરના એરીયામા મોબાઇલ ફોન, સ્માર્ટ વોચ જેવા ડીવાઇસ નો ઉપયોગ કરવા પર પ્રતિબંધ હોય છે.
- રાજકીય પક્ષો/સતાધારી પક્ષોની સિધ્ધીઓની જાહેરાત સરકારી ખર્ચે કરી શકાતી નથી.
- મતદાર ને નાણાકીય કે અન્ય કોઇ પ્રકારનુ ર્પલોભન આપી શકાતુ નથી.
- ચૂંટણી પ્રચાર માટે સરકારી વાહનો ના ઉપયોગ પર પ્રતિબંધ હોય છે.
- નવી યોજનાઓ, રાહત ફંડ, નવા કાર્યક્રમો વગેરેની જાહેરાત કરવાની મનાઇ હોય છે.
અગત્યની લીંક
આદર્શ આચારસંહિતા ડીટેઇલ માહિતી PDF | અહિં કલીક કરો |
ચુટણી કાર્યક્રમ ડીટેઈલ PDF | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં ક્લીક કરો |
અમારી WHATSAPP ચેનલ જોઇન કરો | અહિં ક્લીક કરો |
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
Follow us on Google News | Click here |
2 thoughts on “આચારસંહિતા: શું હોય આચારસંહિતા ? આચારસંહિતા મા કયા કાર્યો ન થઇ શકે ?”