What After HSC: ધોરણ 12 પછી કયા કોર્સ કરવા સારા ? આ છે બેસ્ટ અને નોકરીમા મદદરૂપ થાય તેવા કોર્સ

What After HSC: ધોરણ 12 પછી શુ ?: આજે ધોરણ 12 સામાન્ય પ્રવાહનુ રિઝલ્ટ બોર્ડ દ્વારા જાહેર કરવામા આવ્યુ છે. બોર્ડના રિઝલ્ટ આવ્યા બાદ વાલીઓ ને એક જ મુંઝવણ હોય છે કે તેમના બાળકોને આગળ કયા કોર્સ કરાવવા ? ધોરણ 12 પછી કરી શકાય તેવા સારા કોર્સની માહિતી મેળવીશુ. જે વિદ્યાર્થીઓને ભવિષ્યમા સારી જોબ મેળવવામા તથા પોતાનો ધંધો વ્યવસાય શરૂ કરવા ઉપયોગી બને તેવા છે.

  • ધોરણ 12 પછી કારકિર્દીલક્ષી અભ્યાસક્રમ અંગે નવા નવા વિકલ્પો વધ્યા છે
  • વિદ્યાર્થીની આવડત અને ક્ષમતા પ્રમાણે કોર્સની પસંદગી કરવી જોઇએ.
  • કોર્સ એવો પસંદ કરવો જેની ભવિષ્ય મા સારી ડિમાન્ડ રહે.

What After HSC

ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ બોર્ડ દ્વારા જાહેર કરવામા આવ્યુ છે. ત્યારે વાલીઓને ફરી એક પ્રશ્ન ઉપસ્થિત થાય કે હવે આગળ કારકિર્દીનું શું. અન્ય રાજ્ય ની વાત કરીએ તો સામાન્ય રીતે એવો ટ્રેન્ડ ચાલે છે કે હાઈસ્કૂલમાં વિદ્યાર્થી આવે અને ખાસ કરીને ધોરણ 12 પછી જે તે જે ફીલ્ડ મા આગળ વધવા માંગતો હોય તેની સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતો હોય, ગુજરાતમાં હજુ આવો ટ્રેન્ડ સમયની સાથે હજુ જોઈએ એટલો પ્રચલિત થયો નથી. ગુજરાતમાં હજુ ધોરણ 12 પછી જે સ્થાપિત કોર્સીસ ચાલે છે તેમાં જવાનું વલણ વધુ રહ્યું છે. હવે આગામી સમયમાં શિક્ષણનીતિમાં પણ ફેરફાર અમલી બનનાર છે, નવા સ્ટાર્ટઅપ ડેવલપ થઇ રહ્યા છે. ટેકનોલોજીમાં પણ અનેક પ્રકારના ફેરફારો થઈ રહ્યા છે એટલે અભ્યાસક્રમમાં પણ વૈવિધ્ય આવતુ જાય છે. ધોરણ 12 પછી પરંપરાગત કોર્સ પસંદ કરવાને બદલે વિદ્યાર્થીની રસ-રુચિ પ્રમાણેના અભ્યાસક્રમમાં પ્રવેશ લઇ અને એમા તેની શક્તિ ખીલે એ ખાસ જરૂરી છે.

यह भी पढे:  GSEB SSC Result News: ધોરણ 10 રીજલ્ટ બાબત અગત્યના ન્યુઝ, ક્યારે આવશે રીજલ્ટ

આ પણ વાંચો; કેરીના ભાવ: કેરીની આવકથી માર્કેટ ઉભરાયુ, જાણો કેસર અને હાફૂસ કેરીના લેટેસ્ટ ભાવ

કોર્સ ની પસંદગી

વિદ્યાર્થીઓ ની આવડતને ઓળખી તેમજ આવડત અને ક્ષમતા પ્રમાણે કોર્સની પસંદગી કરવી અને મિત્રો કે ફ્રેન્ડ સર્કલ જે કોર્સ પસંદ કરતા હોય તેનો મોહ રાખવો જરૂરી નથી તેમજ કોર્સ એવો પસંદ કરવો જેની ભવિષ્ય મા નોકરી ધંધા માટે સારી ડિમાન્ડ તરીકે રહેનાર હોય અને આજે જે કોર્સ પસંદ કરીએ તે આવતીકાલે ઉપયોગી ન પણ હોય શકે. વિદ્યાર્થીના રિઝલ્ટ કરતા તેની આવડતને વધુ મહત્વ આઅપ્વુ જોઇએ. અને કૌશલ્યને ઓળખીને કયા ક્ષેત્રમાં કારકિર્દી બનાવવી તે નક્કી કરો.

કયા પ્રોફેશનલ કોર્સની કેટલી ડિમાન્ડ?

  • C.A.
  • C.S.
  • C.M.A.
  • C.F.A.
  • C.I.M.A.
  • A.C.C.A.
  • C.F.P.
  • C.P.A.
  • A.S

આ પણ વાંચો; આધાર અપડેટ ફ્રી: 14 જુન સુધી થશે આધાર કાર્ડ ઓનલાઇન અપડેટ Free, ત્યારબાદ ચુકવવી પડશે ફી; જાણો ઓનલાઇન પ્રોસેસ

ધોરણ 12 સામાન્ય પ્રવાહ પછીના કોર્સ

ધોરણ 12 સામાન્ય પ્રવાહ પછી કરી શકાય તેવા કેટલાક સારા કોર્સ નીચે મુજબ છે.

  • B.Ed
  • LLB
  • બેચલર ઓફ બિઝનેસ મેનેજમેન્ટ કોર્સ
  • બેચલર ઓફ ફિઝીકલ એજ્યુકેશન કોર્સ
  • બેચલર ઓફ બિઝનેસ સ્ટડીઝ
  • બેચલર ઓફ ફાઈન આર્ટસ
  • બેચલર ઓફ મેનેજમેન્ટ સાયન્સ કોર્સ
  • સર્ટિફિકેટ ઈન કોમ્પ્યુટર
  • બેચલર ઓફ સોશિયલ વર્ક
  • BBA, MBA
  • બેચલર ઓફ રુરલ સ્ટડીઝ
  • હોટલ મેનેજમેન્ટ
  • જનરલ નર્સિંગ
  • હોમ સાયન્સ
  • ફોરેન લેંગ્વેજ ડિપ્લોમા
  • સિવિલ સર્વિસીસની તૈયારી

અગત્યની લીંક

કારકિર્દી માર્ગદર્શન અંક 2023 ડાઉનલોડ કરોઅહિં ક્લીક કરો
કારકિર્દી માર્ગદર્શન અંક 2022 ડાઉનલોડ કરોઅહિં ક્લીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
follow us on Google Newsઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિં ક્લીક કરો
What After HSC
What After HSC

ધોરણ 10 અને 12 પછી કેવા અભ્યાસક્રમો પસંદ કરવા જોઇએ ?

3 thoughts on “What After HSC: ધોરણ 12 પછી કયા કોર્સ કરવા સારા ? આ છે બેસ્ટ અને નોકરીમા મદદરૂપ થાય તેવા કોર્સ”

Leave a Comment

error: Content is protected !!