શું તમે જાણો છો લોકો નદીમાં પૈસા શા માટે ફેંકે છે ?

જ્યારે લોકો પવિત્ર નદી પરથી પસાર થાય ત્યારે નદીમાં સિક્કા ફેંકે છે અને મનમાં કોઈ મનોકામના માંગે છે.

શું ખરેખર સિક્કો નદીમાં ફેંકવાથી મનોકામના પૂરી થઈ જાય છે કે પછી આની પાછળ કોઈ અંધશ્રદ્ધા છે કે વૈજ્ઞાનિક કારણ છે. ચાલો જાણીએ 

અગાઉના સમયમાં ચલણમાં સોના ચાંદી અને તાંબાના સિક્કા અમલમાં હતા. 

પાણીને શુદ્ધ રાખવા માટે આ એક અદભુત રસ્તો હતો. તેથી ઋષિ મુની ના સમય થી નદીમાં સિક્કા નાખવાની પદ્ધતિ અમલમાં હતી.

તાંબું શરીર માટે ખૂબ જ ઉપયોગી ધાતુ છે. એટ્લે જ આજ કાલ તાંબાની બોટલ માં પાણીપીવાની સલાહ આપવામાં આવે છે.   

આપણાં પૂર્વજો નદીમાં સિક્કા ફેકતા જેથી નદીમાં તાંબનું પ્રમાણ વધે અને લોકો જ્યારે તે પાણી પીવે તો તેને ફાયદો થાય.

ધીરે ધીરે આ એક માન્યતા બની ગઈ અને તેને અંધ શ્રાદ્ધ નું રૂપ લઈ લીધું. અત્યારે લોઢાના સિક્કા આવે છે જેને નદીમાં નાખવાથી કોઈ ફાયદો થતો નથી