ટ્રેનમા 1st કલાસ AC, 2nd કલાસ AC અને 3rd ક્લાસ AC મા શું સુવિધાઓ મળે ? 

મુસાફરી માટે જ્યારે ટીકીટ બુક  કરાવીએ છીએ ત્યારે ટીકીટ બૂક કરતી વખતે જુદા-જુદા  પ્રકારના ક્લાસના ઓપ્શન જોવા મળે છે, જેવા કે જનરલ, સ્લીપર, થર્ડ એસી , સેકંડ એસી, ફર્સ્ટ એસી વગેરે. 

થર્ડ કલાસ એસી કોચ સંપૂર્ણ રીતે સ્લીપર ક્લાસ જેવી જ હોય છે. આ બંનેમાં  એસી નો તફાવત જ મુખ્ય છે. આ બંને કોચની સીટ ની બનાવટ પણ સરખી જ હોય છે. થર્ડ એસી બર્થની સીટો 3-3-2 ના આધારે હોય છે. 

સેકંડ એસીની બનાવટ થર્ડ એસીની સરખામણીમાં  જોઇએ તો થોડી અલગ હોય છે. સેકન્ડ એસીમાં બેઠક ક્ષમતા પણ  ઓછી હોય છે, આ કારણે જ તેમાં ભીડ ઓછી હોય છે 

સેકંડ એસીમાં સીટ 2-2-2 ના આધારે હોય છે.  તેનુ ભાડુ થર્ડ એસી કરતા વધુ હોય છે. અને થોડી સુવિધાઓ પણ તેના કરતા વધુ હોય છે 

ફર્સ્ટ કલા એસી ખૂબ ઓછા લોકો બુકીંગ કરાવતા હોય છે. પરંતુ જો તમારે ખૂબ લાંબી મુસાફરી કરવાની છે, તો આ ટ્રેન નો આ કલાસ ખૂબ ઉપયોગી છે. 

ફર્સ્ટ એસી કોચનું ભાડું  પણ ખૂબ વધારે હોય છે. ફર્સ્ટ એસી કોચમાં 2 અને 4 સીટર બર્થ હોય છે. 

ફર્સ્ટ કલા એસી માં 4 બર્થવાળાને કેબિન અને 2 બર્થ વાળાને કૂપ કહેવામાં આવે છે. જેમા તમારા પર્સનલ રૂમ જેવું લાગે છે.