વાળ ખરવાનું કારણ છે આ 10 આદતો આજે જ આ આદતો સુધારી લો.

વારંવાર શેમ્પૂ કરવાથી :  શેમ્પૂમાં સલ્ફેટ જેવા કેમિકલ્સ વાળને નબળા બનાવે છે અને દરરોજ શેમ્પુથી વાળ ધોવાથી વાળ તૂટવા લાગે છે 

ઊંઘના અભાવને કારણે : 7 કલાકથી ઓછી સૂવાથી તમારા વજન પર પ્રતિકૂળ અસર કરશે અને તે વાળ ખરવા તરફ દોરી જશે. 

વાળ ટાઈટ બાંધવાને કારણે :  શું તમે વારંવાર અંબોરો અને ટાઈટ ચોટલો કે ચોંટી બનાવો છો, તો આ કરવાનું પણ ટાળવું જોઈએ. વાળને વધુ ટાઈટ બાંધવાથી વાળના મૂળ નબળા થઈ જાય છે

બ્લો ડ્રાયરને કારણે :  બ્લો ડ્રાયરના ઉપયોગથી, તેની ગરમી તમારા વાળને નુકસાન પહોંચાડે છે અને વાળ તૂટવા લાગે છે. 

તણાવને (સ્ટ્રેસ) કારણે :  જો તમે નાની-નાની બાબતોમાં સ્ટ્રેસ લઇ લો છો તો તણાવના કારણે વાળ ખૂબ જ ખરી જાય છે 

બિનઆરોગ્યપ્રદ ખોરાક ખાવાને કારણે : આયર્ન, વિટામિન-એ, સી અને ઝિંક એવા તત્વો છે જે વાળ ખરવા માટે જવાબદાર છે 

ખોટો કાંસકો વાપરવાને કારણે જો તમે તમારા ગંઠાયેલ અથવા ગૂંચવાળા વાળમાં ઝીણા દાંતાવાળા કાંસકોનો ઉપયોગ કરો છો, તો તમારા વાળ તૂટવાની શક્યતા વધી જાય છે 

ગરમ પાણીથી વાળ ધોવા વાળ ખરવાનું બીજું કારણ ગરમ પાણી પણ છે, જો તમે તમારા વાળને ખૂબ જ ગરમ પાણીથી ધોશો તો તમને પણ ડેન્ડ્રફની સમસ્યા પણ થશે, તમારા વાળના મૂળ નબળા પડશે 

ભીના વાળ કાંસકો કરવો શું તમે પણ આવું કરો છો? ઉતાવરમાં સ્નાન કરીને તરત જ વાળમાં કાંસકો કરો છો. આ સૌથી ખરાબ આદત છે, જેના કારણે વાળ તૂટે છે. જ્યારે તમારા વાળ ભીના હોય ત્યારે તેના મૂળ ખૂબ જ સંવેદનશીલ હોય છે

હર ટૂલ્સ નો વધારે ઉપયોગ આજકાલ મોટાભાગની મહિલાઓ વાળને ક્યારેક કર્લ્સમાં અથવા ક્યારેક સ્ટ્રેટ (સીધા) કરવાનું પસંદ કરે છે. વારંવાર સ્ટાઇલ કરવાને કારણે પણ વાળ તૂટે છે. હેર સ્ટાઇલ ટૂલ્સની ગરમી વાળને કમજોર બનાવે છે અને વાળની કુદરતી ટેક્ચરને બગાડે છે