શિયાળામાં ગોળ ખાવાના ફાયદા

બ્લડ સર્કુલેશન સારું થાય છે. શિયાળામાં ગોળ ખાવાથી બ્લડ સર્કુલેશન સારું થાય છે. ઠંડીમાં ગોળ ખાવાથી શરીરમાં ગરમી આવે છે. આ સાથે જ આયરન બ્લડ સર્કુલેશનને તેજ કરે છે અને બ્લડ વેસેલ્સને હેલ્ધી  રાખે છે.

ગેસ માટે ફાયદાકારક  પેટના એસિડિક પીએચને ન્યૂટ્રિલાઇઝ કરે છે અને એસિડિટીમાંથી રાહત અપાવે છે. જો તમને ગેસની સમસ્યા વઘારે રહે છે તો તમે ગોળને પાણીમાં મિક્સ કરો અને પછી આ પાણી પી લો. થોડીવારમાં તમને ગેસમાંથી રાહત થઇ જશે.

છાતીમાં ગભરામણની સમસ્યા ઓછી થાય છે. ગોળ ખાવાથી છાતીમાં ગભરામણની સમસ્યા ઓછી થઇ જશે અને સાથે તમારે દવાઓ પણ લેવાની જરૂર નહીં રહે. તમને અસ્થમા અને બ્રોંકાઇટિસની સમસ્યા વઘારે રહે છે તો તમે ગોળનું સેવન કરો. ગોળમાં એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી ઇન્ફ્લેમેન્ટરી ગુણ હોય છે જે ફેફસાંના સોજાને ઓછા કરે છે

શરદી-ઉધરસ જે વ્યક્તિને રેગ્યુલર શરદી-ઉધરસની તકલીફ હોય તેઓએ ગોળનું સેવન કરવું જોઈએ. ગોળમાં રહેલ ગુણકારી તત્વ શરદી-ઉધરસ ભગાડવામાં ખૂબ અસરદાર છે. શરદી અને કફ હોય તો કાળા મરી અને આદુ સાથે ગોળ ખાવો જોઈએ.

સાંધાનો દુખાવો  જો તમે સાંધામાં દુખાવાથી પરેશાન છો તો તમારે દરરોજ ગોળ, દૂધ અને આદુનો ઉપયોગ કરવો જોઈએ.

ત્વચામાં ચમક આવશે. ગોળ અને દૂધ એક સાથે લેવાથી ચામડી પર ખુબજ મોટી અસર પડે છે. ત્વચા નરમ થઈ જાય છે, તેનાથી નીખાર આવે છે અને ખીલની સમસ્યા પણ સમાપ્ત થાય છે.

મગજ તેજ બને છે. પ્યોર ગોળ નું જો રોજ સવારે નાસ્તો કર્યા વગર સેવન કરવામાં આવે તો તેનો ખૂબ મોટો ફાયદો થાઈ છે. તે “માઈગ્રેનમાં” ખૂબ જ અસરકારક છે. નિયમિત ગોળ ખાવાથી તમારૂ મગજ સ્વસ્થ રહેશે અને યાદ શક્તિ વધશે. 

લોહીની અછત દૂર થશે ગોળમાં લોહ પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે. ગોળ હિમોગ્લોબિનની ઉણપને દૂર કરે છે.

હાડકાંની શક્તિ વધારે કેલ્શિયમ અને ફોસ્ફરસ ગોળમાં વિપુલ પ્રમાણમાં જોવા મળે છે. તેથી તે હાડકાંને મજબૂત બનાવે છે.