આમ તો હવા છોડવી સાવ સામાન્ય વાત છે, પરંતુ જો ઘણી વાર મોટા અવાજ સાથે ગેસ પાસ થાય તો શરમજનક સ્થિતિમાં મૂકઈ જવાય છે. પરંતુ એક રિસર્ચમાં જાણવા મળ્યું છે કે, આ મામલો શરમ મહેસૂસ કરવાનો નહીં, પરંતુ તમારા પાચનતંત્રના સ્વસ્થ હોવાનું સિગ્નલ છે. પેટની અંદર ગેસ બનવાથી હવા નીકળે છે, અને હંમેશા હવા છોડતી વખતે અવાજ નથી થતો કે પછી દુર્ગંધ નથી ફેલાતી.
હાયર પર્સપેક્ટિવ નામના એક મેગેઝિનમાં પ્રસિદ્ધ થયેલા અહેવાલ અનુસાર, વાછૂટમાં ગંધ મુખ્ય રુપે હાઈડ્રોજન સલ્ફાઈડને કારણે આવે છે. આપણે અનેક પ્રકારનું ભોજન આરોગીએ છીએ જેના પચ્યા પછી કમ્પાઉન્ડ્સ એટલે કે હાઈડ્રોજન સલ્ફાઈડ બને છે. તેનાથી અનેક પ્રકારની ગંધ પેદા થાય છે, જે ગેસની સાથે બહાર આવે છે. જ્યારે ફાર્ટમાં તીવ્ર વાસ આવે ત્યારે એ વાતનો મજબૂત સંકેત છે કે તમારા પેટમાં બધું યોગ્ય છે.
કેટલાક રિસર્ચમાં તો એવું પણ જાણવા મળ્યું છે કે ગેસ સૂંઘનારાને પણ ફાયદો થાય છે. મિથેનની ગંધ બીમારીઓના ખતરાને દૂર કરી દે છે અને લોકોને લાંબો સમય જીવવામાં મદદ કરે છે. આ ગંધથી જ ઠીક થનારી બીમારી છે ડિમેંશા. હાઈડ્રોજન સલ્ફાઈડ આ બીમારીમાં જે પ્રકારના એન્ઝાઈમ કામ કરે છે, તેને બદલી નાખે છે. જોકે, ક્યાં ગેસ છોડવો તે વાતને લઈને સચેત રહેવું જરુરી છે, પરંતુ ગેસથી ડરવાની કોઈ જરુર નથી. જો તેમાં ગંધ હોય તો તેને મતલબ છે કે તમે સારું કામ કરી રહ્યા છો.
એક વ્યક્તિ દિવસમાં એવરેજ 14 વાર વાછૂટ કરે છે. મોટા ભાગના કિસ્સામાં હવા કોઈ અવાજ વગર બહાર નીકળે છે અને તેમાં મોટા ભાગે કાર્બનડાયોક્સાઈડ ગેસ નીકળે છે. જ્યારે તીવ્ર ગંધ સાથે હવા નીકળે ત્યારે સમજવું કે તમારું ફાઈબર લેવલ યોગ્ય છે, અને તમારા આતરડામાં સારા બેક્ટેરિયા છે. તમારા ગેસમાં અસહ્ય વાસ આવતી હોય તો તેનો અર્થ એવો જરાય નથી કે તમે અસ્વસ્થ છો, બલ્કે તેનો અર્થ એ છે કે તમે એવી વસ્તુ ખાઈ રહ્યા છો, જેનાથી હાઈડ્રોજન સલ્ફાઈડ ગેસ વધારે માત્રામાં પેદા થઈ રહ્યો છે. સાથે જ, તેનો અર્થ એ પણ છે કે તમે હાઈ ફાઈબરવાળો ખોરાક લઈ રહ્યા છો. ગેસમાંથી ગંધ આવવી તે વખતે ચિંતાજનક હોઈ શકે છે જ્યારે તમે ડેરી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરી રહ્યા હો.
ઘણા લોકો બીજાની શરમને લીધે પાદવામાં શરમાય છે, અથવા આપે સવાલમાં કહ્યું એમ, દૂર જઈને પાદે છે, તો એમના માટે ખાસ જણાવી દઉં, કે દૂર જઈને પાદો ત્યાં સુધી ઠીક છે, પણ જો શરમાઈને આપણે પાદવાની ક્રિયા રોકી રાખીએ અને જો આ ઝેરી ગેસ આપણે બહાર ના કાઢીએ, તો એ શરીરમાં જ રહે છે અને શરીરના બીજા ભાગોમાં નુકસાન કરે છે એ યાદ રાખવું
પાદ વિસર્જન થી ગમે તેટલી દુર્ગંધ ફેલાય, આજુબાજુ વાળાઓ એ નાછૂટકે નાક બંધ કરવું પડે એવું હોય તો પણ પાદનાર ને એ દુર્ગંધ જરા પણ તકલીફ નથી આપતી! અજબ વાત છે ને ! જ્યારે બીજા એ છોડેલ દુર્ગંધ એના થી પણ સહન નથી થતી! આ પણ વિચિત્ર બાબત છે.