લીંબુના ઉપયોગથી થતાં ફાયદા જાણો

આપણે ઘરમાં લીંબુનો ઉપયોગ અનેક રીતે કરીએ છીએ. જેમકે શાક, દાળ, વજન ઉતારવા, ગ્રીન ટી, પણ શું તમે જાણો છો કે લીંબુના ઉપયોગથી ઘરેલુ કામ માં ઘણી સરળતા થઈ શકે છે?

જો તમારા ઘર માં ખરાબ વાસ આવતી હોય અથવા કચરાપેટી પાસે વાસ આવતી હોય તો લીંબુનો એક કટકો કાપીને કચરા પેટી ઉપર અથવા તેની નીચે મૂકવાથી વાસ ઓછી થઈ જશે. 

તમારા બાથરૂમ અથવા રસોડાની ટાઇલ્સ સાફ કરવા માટે તમે લીંબુનો રસ અને મીઠું મીક્ષ કરી ને થોડી વાર ઘસવાથી ટાઇલ્સ ચમકવા લાગશે. 

એવોકાડો ને લાંબા સમય સુધી તાજું રાખવા માગતા હોય તો કાપેલા એવોકાડો પર લીંબુનો રસ લગાવી ને તેને પ્લાસ્ટિકથી પેક કરી દેવાથી લાંબા સમય સુધી તાજું રહેશે 

કપડાની ચમક વધારવા માટે પાણીમાં 4 થી 5  લીંબુની સ્લાઈસ નાખી ને પાણીમાં મિક્ષ કરી દો અને તેમાં કપડાં પલાડી અને 20 થી 25 મિનિટ રહેવા દેવાથી કપડાની ચમક વધી જશે  

ડીશ વોશર ના ટબમાં થોડો લીંબુનો રસ મિક્ષ કરવા થી વાસણ સરળતાથી સાફ કરી શકાય છે. અને સાથે સાથે તેમાં લીંબુની સરસ સોડમ આવશે.

ઘણી વખત સિંક ખૂબ ગંદી થઈ જાય છે અને તેમાથી વાસ આવે છે. આવા સમયે લીંબુનો રસ અને બેકિંગ સોડા મિક્ષ કરી ને સિંક ઘસવાથી બંને સમસ્યા દૂર થઈ જશે.  

પાણી માં થોડી લીંબુની સ્લાઈસ નાખી અને કીટલીમાં નાખી ઉકાળી લેવાથી કીટલી સરસ ચોક્ખી થઈ જશે.  

લીંબુથી જોડાયેલા આ ફાયદા એક વખત જરૂર ટ્રાય કરો અને જો તમને ગમ્યા હોયતો તમારા મિત્રોને જરૂર શેર કરજો