ઉનાળામાં ડુંગળી નું સેવન કરવાથી થાય છે આટલા ફાયદા. 

ઉનાળામાં વધતા તાપમાન વચ્ચે હીટ સ્ટ્રોકનું જોખમ સૌથી વધુ રહે છે. દરમિયાન તમે ડુંગળીનું સેવન કરો છો તો હીટ સ્ટ્રોકનું જોખમ ઘટી શકે છે 

ડુંગળીમાં પુષ્કળ પ્રમાણમાં પાણી હોય છે, જે આપણને શરીરમાં પાણીની ઉણપને દૂર કરવામાં મદદ કરે છે 

ડુંગળી ખાવાથી રોગપ્રતિકારક શક્તિ ખૂબ જ મજબૂત બને છે. તે રોગપ્રતિકારક શક્તિને વધારીને ચેપી રોગો સામે રક્ષણ આપી શકે છે. 

અભ્યાસોએ પુષ્ટિ કરી છે કે ડુંગળીનો રસ બ્લડ સુગરને નિયંત્રિત કરી શકે છે. ડુંગળીમાં ક્રોમિયમ હોય છે. જેના કારણે તે ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે.

ડુંગળી ખાવાથી પણ પાચનતંત્ર સુધારી શકાય છે. ડુંગળીમાં ફાઈબરનું પ્રમાણ હોય છે. જે કબજિયાત અને ગેસ જેવી સમસ્યાઓને દૂર કરી શકે છે. 

હાડકાંને મજબૂત કરે છે આનાથી સાંધાના દુખાવામાં પણ રાહત મળે છે. અર્થરાઈટિસમાં થનારા સોજામાં પણ આરામ મળે છે.  

ડુંગળીમાં એન્ટિ-એલર્જી, એન્ટીઑકિસડન્ટો, એન્ટિકાર્સિનોજેનિક જેવા ગુણધર્મો હોય છે.