મતદાર યાદિ સુધારણા કાર્યક્રમ 2023: મતદાર યાદિને લગતા કામ માટે આ તારીખો નોંધી લો, જાણો સંપૂર્ણ કાર્યક્રમ

अपने दोस्तों के साथ शेयर करें

મતદાર યાદિ સુધારણા કાર્યક્રમ 2023: આપણી પાસે ઘણા ડોકયુમેન્ટ હોય છે. ચુંટણી કાર્ડ પણ તે પૈકીનુ એક અગત્યનુ ડોકયુમેન્ટ છે. ચુંટણી કાર્ડ એટલે કે મતદારયાદિ ને લગતા કામ માટે ચુંટણી પંચ દ્વારા વર્ષમા 2-3 વખત સુધારણા કાર્યક્રમ જાહેર થતો હોય છે. જે આ વખતે તા. 5 એપ્રીલ 2023 થી તા.23 એપ્રીલ 2023 સુધી યોજાશે. ચાલો જોઇએ આ સુધારણા કાર્યક્રમની સંપૂર્ણ વિગતો.

મતદાર યાદિ સુધારણા કાર્યક્રમ 2023

કાર્યક્રમમતદાર યાદિ સુધારણા કાર્યક્રમ 2023
તારીખ5-4-2023 થી 23-4-2023
કામગીરીમતદારયાદિમા નવા નામ દાખલ કરવા
અને સુધારાઓ
સંપર્કતમારા વિસ્તારના BLO
ઓફીસીયલ વેબસાઇટhttps://www.nvsp.in/
https://sec.gujarat.gov.in/

આ પણ વાંચો: જન્મ પ્રમાણપત્ર ડાઉનલોડ કરો ઓનલાઇન

મતદાર યાદિ કામગીરી 2023

મતદારયાદિ સંક્ષિપ્ત સૂધારણા કાર્યક્રમ જાહેર કરવામા આવ્યો છે. જેમા તા. 5-4-2023 થી 20-4-2023 સુધી મતદારયાદિને લગતા વીવીધ કામો કરી શકાશે. જે નીચે મુજબ છે.

  • નવુ નામ દાખલ કરવુ
  • નામ કમી કરાવવુ
  • નામમા સુધારો
  • સરનામુ બદલવુ

મતદાર યાદિ સુધારણા ફોર્મ

મતદાર યાદિ સુધારણા કાર્યક્રમ 2023 માટે વિવિધ કામગીરી માટે અલગ અલગ ફોર્મ ભરવાના હોય છે જે નીચે મુજબ છે.

  • નવુ નામ દાખલ કરવુ: મતદાર યાદિમા નવુ નામ દાખલ કરવા માટે ફોર્મ નં. 6 ભરવાનુ હોય છે. જે તા.1-4-2023 ના રોજ 18 વર્ષ પુરા થતા હોય તે ભરી શકે છે.
  • નામ કમી કરાવવુ: કોઇ કારણસર જો મતદાર્યાદિમાથી નામ કમી કરાવવાનુ હોય તો તેના માટે ફોર્મ નં. 7 ભરવાનુ રહે છે.
  • નામમા સુધારો: જો તમારા નામ અટક વગેરેમા કોઇ સુધારો હોય તો તેના માટે ફોર્મ નં. ભરવાનુ હોય છે.
  • સરનામુ બદલવુ: મતદારયાદિમા સરનામુ બદલવા માટે ફોર્મ નં. 8-ક ભરવાનુ હોય છે.
यह भी पढे:  Whatsapp LPG Booking: હવે Whatsapp થી LPG ગેસની બોટલ પન બુકીંગ કરાવી શકાસે, જાણો સ્ટેપવાઇઝ પ્રોસેસ

આ પણ વાંચો: તમારા ગામનુ BPL લીસ્ટ જુઓ ઓનલાઇન

ઉપરોક્ત તમામ ફોર્મ તમારા વિસ્તારના BLO નો આ કામગીરીના દિવસો દરમિયાન સંપર્ક કરવાથી મળી રહેશે.

જેમાં આગામી તા.5 એપ્રિલથી 15 દીવસ મતદારો હકક દાવા અને વાંધા અરજીઓ રજુ કરી શકશે.તા.28 સુધીમાં હકક દાવા વાંધા અરજીનો નિકાલ કરશે. તા.1 એપ્રિલ 2023ની લાયકાતની તારીખના સંદર્ભમાં ફોટાવાળી મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ જાહેર કરાયેલ છે. જેમાં ખાસ ઝુંબેશની તારીખ હવે પછી જાહેર કરવામાં આવશે. મતદાર યાદીની આખરી પ્રસિદ્ધ તા.10મી મે ના રોજ કરાશે.

મતદાર યાદિ સુધારણા NVSP

મતદારયાદિ સુધારણા ને લગતા કામ માટે ઓનલાઇન સુવિધા પણ ઉપલબ્ધ છે.
આ ઉપરાંત Voter Helpline મોબાઈલ એપ, ચૂંટણી પંચના National Voter’s Service Portal https://www.nvsp.in (NVSP Portal) ના માધ્યમથી પણ ફોર્મ નં.06 ભરી નવા મતદાર તરીકે નોંધણી કરાવવા અરજી કરી શકાય છે.. સાથે જ મતદાર યાદીમાં પોતાનું અને પોતાના પરિવારના સભ્યોનું નામ છે કે કેમ તેની ચકાસણી કરી શકો છો. અને જો કોઇ સુધારો હોય તો ઓનલાઇન ફોર્મ ભરી સુધારા કરી શકાય છે.

મતદાર યાદિ સુધારણા કાર્યક્રમ 2023 ખાસ ઝૂંબેશના દિવસો

મતદારયાદિ સુધારણા કાર્યકર્મ અંતર્ગત આ તારીખોમા ખાસ ઝૂંબેશના દિવસો નક્કી કરવામા આવતા હોય છે. આ દિવસોમા જે તે વિસ્તારના BLO આખો દિવસ ચુંટણી બુથ પર બેસે છે. અને મતદારયાદિ સુધારણાના ફોર્મ સ્વિકારે છે. આ માટે સાથે જોડવાના ડોકયુમેન્ટ વગેરેની ડીટેઇલ માહિતી BLO પાસેથી મળી રહે છે.

મતદાર યાદિ સુધારણા કાર્યક્રમ 2023
મતદાર યાદિ સુધારણા કાર્યક્રમ 2023

અગત્યની લીંક

NVSP પોર્ટલઅહીં ક્લિક કરો
Eci Gujarat વેબસાઇટઅહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો
💥 Whatsapp Group માં જોડાવા 💥અહીં ક્લિક કરો
💥 Google News પર Follow કરવા 💥અહીં ક્લિક કરો

મતદાર યાદિ સુધારણા ખાસ ઝુંબેશ ના દિવસો કયા કયા છે

મતદાર યાદિ સુધારણા ખાસ ઝુંબેશ તારીખ 16.4.23 અને 23.4.23 છે.


अपने दोस्तों के साथ शेयर करें

1 thought on “મતદાર યાદિ સુધારણા કાર્યક્રમ 2023: મતદાર યાદિને લગતા કામ માટે આ તારીખો નોંધી લો, જાણો સંપૂર્ણ કાર્યક્રમ”

Leave a Comment

error: Content is protected !!