VMC Recruitment 2024: વડોદરા મહાનગર પાલીકા મા આવી 220 જગ્યાઓ પર ભરતી, ફટાફટ કરો ઓનલાઇન અરજી

VMC Recruitment 2024: વડોદરા મહાનગર પાલીકા ભરતી: Vadodara Municipal Corporation વડોદરા મહાનગરપાલિકામાં જોડાઇને નોકરી કરવા ઈચ્છતા ઉમેદવારો માટે એક સારી ભરતી આવેલી છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્ટાફ નર્સ, સિક્યુરિટી ગાર્ડ, મેડિકલ ઓફિસર સહિત કુલ 220 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામા આવી છે. ભરતી નોટફિકેશન મુજબ લાયક ઉમેદવારો સુધીમા 12.1. 2024 સુધી ઓનલાઇન અરજી કરી શકે છે.

VMC Recruitment 2024

જોબ સંસ્થાવડોદરા મહાનગર પાલીકા ભરતી
કુલ જગ્યા220
પોસ્ટવિવિધ
ભરતી પ્રકારકરાર આધારીત
લાયકાતપોસ્ટ મુજબ
ફોર્મ ભરવાની તારીખ29.2.2023 થી 12.01.2024
પગારધોરણનિયમાનુસાર
અરજી મોડઓનલાઇન
ઓફીસીયલ વેબસાઇટhttps://vmc.gov.in/

વડોદરા મહાનગર પાલીકા ભરતી ખાલી જગ્યાઓ

વડોદરા મહાનગર પાલીકા ભરતી ની આ ભરતી માટે નીચે મુજબ ખાલી જગ્યાઓ ભરવાપાત્ર છે.

પોસ્ટજગ્યાઓ
મેડિકલ ઓફિસર47
સ્ટાફ નર્સ56
MPHW- પુરૂષ58
સુરક્ષા ગાર્ડ59
કુલ220

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી, શૈક્ષણિક લાયકાત

  • મેડિકલ ઓફિસર (કરાર પર): આ પોસ્ટ માટે અરજી કરવા માટે MBBS, ગુજરાત મેડિકલ કાઉન્સિલમાં નોંધાયેલ હોવા આવશ્યક છે.
  • સ્ટાફ નર્સ (કોન્ટ્રાક્ટ્યુઅલ): આ પોસ્ટ માટે અરજી કરવા માટે ભારતીય નર્સિંગ કાઉન્સિલ દ્વારા માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી BSC (નર્સિંગ) કોર્સ કરેલો હોવો જોઇએ અથવા ભારતીય નર્સિંગ કાઉન્સિલ દ્વારા માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી જનરલ નર્સિંગ અને મિડવાઇફરીમાં ડિપ્લોમા. ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં નોંધણી કરાવેલ હોવી આવશ્યક છે. બેઝિક કોમ્પ્યુટર કોઈ સર્ટિફિકેટ કોર્સ જરૂરી રાખવામા આવેલ નથી.
  • MPHW- પુરૂષ (કોન્ટ્રાક્ટ્યુઅલ): આ પોસ્ટ માટે અરજી કરવા માટે સરકારી માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી 12 પાસ અને 1 વર્ષનો MPHW તાલીમી અભ્યાસક્રમ અથવા માન્ય સંસ્થામાંથી 12 પાસ અને સેનેટરી ઇન્સ્પેક્ટર કોર્સ કરેલો હોવો જરૂરી છે. બેઝિક કોમ્પ્યુટર કોઈ સર્ટિફિકેટ કોર્સ કરેલો હોવો જરૂરી નથી.
  • સુરક્ષા ગાર્ડ (આઉટ સોર્સિંગ): આ પોસ્ટ માટે અરજી કરવા માટે 8મું ધોરણ પાસ કરેલ હોવું જોઈએ અને ગુજરાતી ભાષાનું સંપૂર્ણ જ્ઞાન ધરાવતા હોવા જોઈએ. સેનાના ભૂતપૂર્વ સૈનિકોને પસંદગીમાં પ્રાધાન્ય આપવામાં આવશે.

VMC Recruitment 2024 જરૂરી સૂચનાઓ

  • આ ભરતી માટે 62 વર્ષથી વધુ ઉંમર ધરાવતા ઉમેદવારો અને નિવૃત્ત ઉમેદવારો પોસ્ટ નંબર 1 માટે અરજી કરી શકશે નહીં. જગ્યા નંબર 2, 3 અને 4 માટે – 45 વર્ષથી ઉપરના ઉમેદવારો અને નિવૃત્ત ઉમેદવારો અરજી કરી શકશે નહીં.
  • અરજી સ્વીકારવાની છેલ્લી તારીખને ધ્યાનમાં લઈને ઉંમર ગણવામાં આવશે.
  • VMC Recruitment 2024 : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી, ધ્યાન રાખવા જેવી બાબતો નીચે મુજબ છે.
  • ઉમેદવારે નિયત કરેલ અરજી પત્રકમાં ફોર ભરતી વખતે રજૂ કરેલ વિગતો સમગ્ર ભરતી પ્રક્રિયા માટે આખરી ગણવામાં આવશે અને જયારે કચેરી દ્વારા મંગાવવામાં આવે ત્યારે પુરાવાઓ રજૂ કરવાના રહેશે અન્યથા તે તબક્કે અરજીપત્ર રદ ગણવામાં આવશે.
  • ઉમેદવારે સરકારી માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી પોસ્ટ માટે યોગ્ય CCC+/CCC સ્તરનો કોમ્પ્યુટર કોર્સ પાસ કરેલ હોવો જરૂરી છે.
  • જો ઉમેદવારે અરજી પત્રકમાં આપેલી વિગતો કોઇપણ તબક્કે ખોટી હોવાનુ માલૂમ પડશે તો તો તેનું અરજીપત્ર/નોમિનેશન કોઈપણ તબક્કે રદ કરવામાં આવશે.
  • આ ભરતી મા સીલેક્સ્શન પ્રોસેસ જોઇએ તો વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના સક્ષમ અધિકારી દ્વારા લેખિત કસોટી/મૌખિક ઇન્ટરવ્યુ અંગે નિર્ણય લેવામાં આવશે.
  • પ્રમાણપત્રો/લેખિત/મૌખિક કસોટીની સીધી ચકાસણી માટે બોલાવવામાં આવેલા ઉમેદવારો કોઈપણ મુસાફરી ભથ્થા મળવા પાત્ર રહેશે નહીં.
  • જો કોઈ કારણસર આ જાહેરાતને રદ કરવાની અથવા તેમાં ફેરફાર કરવાની જરૂર ઊભી થશે, તો મ્યુનિસિપલ કમિશનર, વડોદરા પાસે તેનો અધિકા રહેશે.
  • આ ભરતી માટે આગળ ઉપર અન્ય વિગતો માટે જાહેરાત સંબંધિત અન્ય કોઈપણ સૂચના માટે વેબસાઇટ www.vmc.gov.in તપાસતા રહે.

અગત્યની લીંક

ડીટેઇલ ભરતી નોટીફીકેશનઅહિં ક્લીક કરો
ઓનલાઇન અરજી અહિં ક્લીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિં ક્લીક કરો
Google News પર ફોલો કરોઅહિં ક્લીક કરો
VMC Recruitment 2024
VMC Recruitment 2024

Leave a Comment

error: Content is protected !!