ભારે વરસાદ સહાય: ભારે વરસાદ થી અસરગ્રસ્ત જિલ્લાઓમા કેશડોલ્સ રોકડ સહાય ચૂકવવાની સરકારની જાહેરાત, વ્યક્તિદિઠ મળશે રૂ.500

ભારે વરસાદ સહાય: કેશ ડોલ્સ સહાય:’ નુકશાની સહાય: હાલમા દક્ષિણ ગુજરાત મા પડેલા ભારે વરસાદે તારાજી સર્જી હતી, જેને લીધે અનેક જિલ્લાઓમા ભારે નુકશાન વેઠવાનો લોકોને વારો આવ્યો હતો. અનેક ઘરો પાણીમા ડુબી ગયા હતા તો અનેક ગાડીઓ પૂરમા તણાઇ ગઇ હતી, ત્યારે સરકારે દર વખત ની જેમ પૂર થી અસરગ્રસ્ત જિલ્લાઓમા લોકોને કેશ ડોલ્સ સહાય ચૂકવવાની જાહેરાત કરી છે.

ભારે વરસાદ સહાય

વહિવટીતંત્ર દ્વારા રાજ્યમાં સપ્ટેમ્બર-૨૦૨૩માં તા.૧૬/૦૯/૨૦૨૩ તા.૧૮/૦૯/૨૦૨૩ દરમ્યાન પડેલ ભારે વરસાદ અને નદીઓ/ડેમમાં પુર આવવાના કારણે અસર થયેલ ભરૂચ, નર્મદા, અને વડોદરા જિલ્લામાં તેમજ તા.૧૮/૦૯/૨૦૨૩ દરમ્યાન પડેલ ભારે વરસાદને કારણે અસરગ્રસ્ત થયેલ પંચમહાલ અને દાહોદ વિસ્તારના રહીશોને અગમચેતીના ભાગરૂપે સુરક્ષિત જગ્યાએ સ્થળાંતર કરવામાં આવેલ હતુ

વહિવટીતંત્ર દ્વારા આવા સ્થળાંતર પામેલા અસરગ્રસ્ત વિસ્તારના વ્યક્તિઓને રોજબરોજની જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ મેળવવા માટેની મુશ્કેલી નિવારવા રોકડ રકમની સહાય ચૂકવવાની જરૂરિયાત ઉદ્દભવતા મહેસૂલ વિભાગના તા.૧૮/૦૩/૨૦૨૧ ના ઠરાવની જોગવાઇ અનુસાર સહાય ચૂકવવાની થાય છે.

આ પણ વાંચો: અંબાલાલ ની આગાહિ: ઓકટોબરમા આવી શકે વાવાઝોડુ, સપ્ટેમ્બર મા કેવો પડશે વરસાદ

રાજ્યમાં સપ્ટેમ્બર-૨૦૨૩માં ભારે વરસાદ દરમ્યાન અસરગ્રસ્ત જિલ્લામાં સ્થળાંતર કરાવવામાં આવેલ હોય તેવા વ્યક્તિઓને મહત્તમ ૫(પાંચ) દિવસ માટે પુખ્ત વયની વ્યક્તિ માટે રૂ.૧૦૦/-પ્રતિદિન અને બાળકદીઠ રૂ.૬૦/-પ્રતિદિનની સહાય રોકડમાં ચૂકવવાની જાહેરાત સરકારશ્રી દ્વારા કરવામા આવી છે.

કેશ ડોલ્સ સહાય

દક્ષિણ ગુજરાતમા હાલમા ભારેથી અતિભારે વરસાદ પડવાથી વરસાદે તારાજી સર્જી હતી. તેમા લોકોને ઘરોમા પૂરાઇ રહેવાનો વારો આવ્યો હતો. તો આ પૂરની પરિસ્થિતિ ને ધ્યાને લઇને તંત્ર દ્વારા અગમચેતીના ભાગરૂપે લોકોનુ સલામત સ્થળે સ્થળાંતર કરવામા આવેલ હતુ. આ લોકોને જીવન જરૂરી વસ્તુઓ મેળવવા માટે સહાય મળી રહે તે માટે સરકારશ્રી દ્વારા પૂર થી અસર ગ્રસ્ત જિલ્લાઓમા સ્થળાંતર કરેલ લોકોને કેશ ડોલ્સ સહાય રોકડમા ચૂકવવાની જાહેરાત કરવામા આવી હતી.

ઉલ્લેખનીય છે કે ભરુચ સહિતના જિલ્લાઓમા પડેલા ભારે વરસાદ થી ખેતીમા પણ પારાવાર નુકશાની થયેલી છે. ખેતીમા પાકોને થયેલ નુકશાની માટે સરકાર દ્વારા સર્વે કરવાની કામગીરી હાથ ધરવામા આવી છે. ખેતીમા થયેલ નુક્શાની માટે સહાયની જાહેરાત હવે પછી કરવામા આવશે.

અગત્યની લીંક

કેશ ડોલ્સ ચૂકવવા અંગે ઠરાવઅહિં ક્લીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
અમારી WHATSAPP ચેનલ જોઇન કરોઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
Follow us on Google NewsClick here
ભારે વરસાદ સહાય
ભારે વરસાદ સહાય

2 thoughts on “ભારે વરસાદ સહાય: ભારે વરસાદ થી અસરગ્રસ્ત જિલ્લાઓમા કેશડોલ્સ રોકડ સહાય ચૂકવવાની સરકારની જાહેરાત, વ્યક્તિદિઠ મળશે રૂ.500”

Leave a Comment

error: Content is protected !!