U19 World Cup: ભારતની યુવા બ્રીગેડની U19 વર્લ્ડ કપ ફાઇનલમા ધમાકેદાર એન્ટ્રી, કેપ્ટન ઉદય ને લડાયક ઇનીંગ

U19 World Cup: સાઉથ આફ્રીકા મા ચાલી રહેલી U19 વર્લ્ડ કપ પુરો થવાને આરે છે. ભારતની યુવા બ્રીગેડ ટીમે આ વર્લ્ડ કપમા જબરજસ્ત પરફોર્મન્સ કરતા ફાઇનલમા પોતાની જગ્યા બનાવી લીધી છે. મંગળવારે સાઉથ આફ્રીકા સામે રમાયેલી સેમી ફાઇનલમા ભારતે જબરજસ્ત પ્રદર્શન કરતા 2 વિકેટે આ મેચ જીતી લીધી હતી અને ફાઇનલમા સ્થાન નિશ્વિત કરી લીધુ છે.

U19 World Cup

મંગળવારે ભારત અને સાઉથ આફ્રીકા વચ્ચે રમાયેલી સેમી ફાઇનલ મા સાઉથ આફ્રીકાએ પ્રથમ બેટીંગ કરતા નિર્ધારીત 50 ઓવરમા 244 રન કર્યા હતા. સાઉથ આફ્રીકા તરફથી પ્રીટોરીયસે 76 રન અને રીચાર્ડ સેલેટસ્વને 64 રનની ઈનીંગ રમી હતી. ભારત તરફથી રાજ લીંબાનીએ 3 વિકેટ જયારે મુશીર ખાને શાનદાર બોલીંગ કરતા 2 વિકેટ ઝડપી હતી.

  • અન્ડર 19 વર્લ્ડ કપ ફાઇનલમા ભારતની ધમાકેદાર એન્ટ્રી
  • ભારતે સેમી ફાઇનલમા સાઉથ આફ્રીકાને 2 વિકેટે હરાવ્યુ
  • 11 ફેબ્રુઆરીએ રમાશે U19 World Cup ની ફાઇનલ મેચ
  • ફાઇનલમા ભારતની ટક્કર ઓસ્ટ્રેલીયા અથવા પાકિસ્તાન સામે થશે

ભારતના યુવા ક્રિકેટર ટીમે ફરી એકવાર કમાલ કરી બતાવી છે. સાઉથ આફ્રીકામાં રમાઈ રહેલી ICC MENS અંડર-19 વર્લ્ડ કપ 2024માં ભારતીય ટીમે જીતને યથાવત રાખીને ફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. ઉદય સહારનની કેપ્ટનશીપ મા ભારતીય ટીમે રોમાંચક સેમીફાઈનલ મેચમાં સાઉથ આફ્રીકા સામે છેલ્લી ઓવરમાં 2 વિકેટે જીત મેળવી અને સતત પાંચમી વખત ફાઇનલ મેચમાં જગ્યા બનાવી લીધી. કેપ્ટન સહારન અને સચિન ધાસે આ મેચમાં લડાયક ઈનીંગ રમી ટીમને જીત અપાવી હતી. જેમણે 171 રનની જબરદસ્ત ભાગીદારી કરીને હાર તરફ જઈ રહેલી ટીમને જીતમાં પલટાવી નાખી હતી.

ઉદય અને સચિનની લડાયક ઈનીંગ

સાઉથ આફ્રીકામા રમાઇ રહેલી આ વર્લ્ડ કપ ટૂર્નામેન્ટમાં ભારતે ગ્રુપ સ્ટેજથી લઈને સુપર સિક્સ સુધીની તમામ મેચો આસાનીથી જીતી લીધી હતી. સેમી ફાઇનલ મા ભારતીય ટીમને પ્રથમ વખત સાઉથ આફ્રીકા સામે પડકારનો સામનો કરવો પડયો હતો. એક તબક્કે ભારતીય ટીમ હારી જશે તેવુ લાગતુ હતુ પરંતુ કેપ્ટન ઉદય સહારન અને સચીન ની લડાયક ઈનીંગની મદદથી ભારતે શાનદાર જીત મેળવી હતી. દક્ષિણ આફ્રિકાએ માત્ર 244 રન કર્યા હતા. આ પછી ટીમ ઈન્ડિયાએ 40 રન મા જ 4 વિકેટ ગુમાવી દીધી હતી પરંતુ ત્યારબાદ ઉદય અને સચિને યાદગાર ભાગીદારી કરી અને ટીમને જીત તરફ દોરી ગયા હતા.

U19 World Cup Final

અન્ડર 19 વર્લ્ડ કપની ફાઇનલ મેચ 11 ફેબ્રુઆરીએ રમાનાર છે. જેમા ભારતનો મિકાબલો ઓસ્ટ્રેલીયા અથવા પાકિસ્તાન સામે થનાર છે. 8 ફેબ્રુઆરી એ બીજી સેમીફાઇનલ ઓસ્ટ્રેલીયા અને પાકિસ્તાન વચ્ચે રમાનાર છે. જેમાથી જીતનારી ટીમ ભારતીય ટીમ સામે ફાઇનલ મા ટકરાશે.

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
અમારી WHATSAPP ચેનલ જોઇન કરોઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
Follow us on Google NewsClick here
U19 World Cup
U19 World Cup

U19 World Cup Final Date શું છે ?

11 ફેબ્રુઆરી 2024, રવિવાર

Leave a Comment

error: Content is protected !!