શાળાઓમા વ્યસન: શાળાઓમા પાન મસાલા ખાતા શિક્ષકો સામે થશે કાર્યવાહિ, શિક્ષણ વિભાગે કર્યો આદેશ

શાળાઓમા વ્યસન: તમાકુ નિયંત્રણ અધિનિયમ 2003: શિક્ષક ને વિદ્યાર્થીઓ અને વાલીઓ આદર્શ માનતા હોય છે. શિક્ષક વિદ્યાર્થીના જીવન ઘડતર અને સમાજ ઘડતર નુ કામ કરે છે. પરંતુ આપણે ઘણા એવા શિક્ષકો જોયા હશે જે શાળામા વિદ્યાર્થીની સામે જ પાન મસાલા ખાતા હોય છે. જેનાથી વિદ્યાર્થીઓ પર તેની ખરાબ અસર પડે છે અને વિદ્યાર્થીઓ શિક્ષકોનુ અનુકરણ કરતા હોય છે. આ બાબતે શિક્ષણ વિભાગે એકશન લીધા છે અને પરીપત્ર જાહેર કરી શાળામા પાન મસાલા ના સેવન પર પ્રતિબંધ મૂકયો છે.

શાળાઓમા વ્યસન

વાત જાણે એમ છે કે, રાજ્યની શાળાઓમાં શિક્ષકો દ્વારા કરવામાં આવતા પાન મસાલાના વ્યસનોની વાત છેક મુખ્યમંત્રી કાર્યાલય અને ગાંધીનગર શિક્ષણ વિભાગ સુધી પહોંચી હતી. જે બાદમાં શાળાઓમાં અને તેની આજુબાજુના વિસ્તારમા કોઈ પણ પ્રકારનું વ્યસન ન થાય તેવી વ્યવસ્થા ગોઠવવા મુખ્યમંત્રીએ નિર્દેશ આપ્યો હતો. જોકે હવે ખુદ શિક્ષણ વિભાગે આ બાબતે દરેક જિલ્લાના શિક્ષણાધિકારીને પરીપત્ર લખી આ બાબતે કડક અમલ કરવા આદેશ આપ્યા છે.

ગુજરાતની શાળાઓમાં શિક્ષકો દ્વારા કરવામા આવતા પાન મસાલાના વ્યસનને લઈ હવે શિક્ષણ વિભાગે એકશન લીધા છે. મળતી વિગતો મુજબ કમિશનર શાળાઓની કચેરી દ્વારા રાજ્યના દરેક જિલ્લા શિક્ષાધિકારીને પરીપત્ર લખવામા આવ્યો છે. આ પત્રમાં શાળાઓમાં પાન મસાલા ખાતા શિક્ષકો સામે પગલાં લેવા આદેશ આપ્યો છે. આ સાથે શાળાઓમાં વ્યસન કરતા શિક્ષકો સામે પગલાં લેવા સૂચના પણ આપવામા આવી છે. શિક્ષણ વિભાગે કહ્યું છે કે, શિક્ષણના મંદિરમાં બાળકો વ્યસન કરવાના પાઠ ભણીને જાય તે લાંછનીય બાબત છે. વધુમા શાળાથી 100 વાર ત્રિજયાના એરીયામા તમાકુ અને તેની બનાવટો ના વેચાણ પર પણ પ્રતિબંંધ મૂકવામા આવ્યો છે.

આ પણ વાંચો: નમો લક્ષ્મી યોજના: ગુજરાત સરકારની નવી યોજના શરૂ, શાળામા ભણતી કન્યાઓને રૂ.50000 ની સહાય

શાળાઓમા વ્યસન
શાળાઓમા વ્યસન

તમાકુ નિયંત્રણ અધિનિયમ 2003

ગુજરાતની શાળાઓમાં શિક્ષકો દ્વારા કરાતા વ્યસન પર તકેદારી પુર્વક પગલાં લેવા માન.મુખ્યમંત્રીશ્રીના કાર્યાલયમાંથી રજૂઆત કરવામા આવી હતી.
શાળામાં કે શાળાની અમુક ત્રિજ્યાના અંતર સુધી તમાકુ કે સિગારેટ- મસાલા જેવા તમાકુના ઉત્પાદનો ના વેચાણ અને શાળામાં શિક્ષકો કે આચાર્ય દ્વારા ખુલ્લેઆમ બાળકોની સમક્ષ તમાકુ કે મસાલા મસળીને ખાતા જોવા મળે છે જેથી શિક્ષણના મંદીરમાં બાળકોને જીવન ઘડતરના પાઠ શિખવવાના હોય છે ત્યાં વ્યસન કરવાના પાઠ ભણીને જાય તે શિક્ષણ જગત માટે ખૂબ જ લાંછનીય બાબત છે. જે સંદર્ભે ભારતીય સંસદે તમાકુ નિયંત્રણ ધારો, The Cigarettes and other Tobacco Product Act, 2003(COTPA-2003)18″ May, 2003ના રોજ પસાર કર્યો અને તે ૧લી મે, ૨૦૦૪ થી અમલમાં આવ્યો. એમાં કલમ-૪ હેઠળ જાહેર સ્થળોએ ધુમ્રપાન કે (માવા)મસાલા ખાવા પર પ્રતિબંધ છે. જેમાં કોઇપણ શૈક્ષણિક સંસ્થામાં ભંગ બદલ (I.P.C-188) આઇ.પી.સી-કલમ-૧૮૮ લાગુ પડે છે.


ગુજરાતની તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારીની કચેરી, સે-૧૮, ગાંધીનગરના તમાકુ નિયંત્રણ અધિનિયમ- ૨૦૦૩( COTPA-2003) મુજબ કાયદાની અમલવારી થાય તે બાબતે સુનિશ્ચિત કરવા પરીપત્ર કરવામા આવ્યો છે.

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
અમારી WHATSAPP ચેનલ જોઇન કરોઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
Follow us on Google NewsClick here

Leave a Comment

error: Content is protected !!