Taukir chauhan: માણસમા નાનપણથી જ કળાઓ ભરેલી હોય છે. જરુર હોય છે તો માત્ર તેને વિકસાવવાની. આપણે ત્યા નાના બાળકો પણ અનેક કળાઓ ધરાવતા હોય તેવુ આપણે સાંભળ્યુ છે. આવી જ એક અદભુત કળા ધરાવે છે મોડાસા નો ધોરણ 8 મા ભણતો બાળક તૌકીર ચૌહાણ. આ બાળક 14 જાતના અલગ અલગ અવાજ કાઢી શકે છે. ચાલો જાણીએ તેની આ કળા વિશે.
Taukir chauhan
તૌકીર ચૌહાણ નામનો આ બાળક ગુજરાતના મોડાસામાં રહે છે અને ધોરણ 8 મા અભ્યાસ કરે છે. તેને ઉંમર 13-14 વર્ષ જેટલી માંડ હશે. પરંતુ આટલી નાની ઉંમર મા તેણે એક અદભુત કળા મેળવી છે. જે ઘણા લોકો મોટી ઉંમરે પણ મેળવી શકતા નથી. આ બાળક અલગ-અલગ જાતના 14 જેટલા અવાજ કાઢી શકે છે. એટલુ જ નહિ આ અવાજો આબેહૂબ તે પ્રાણી કે પક્ષી જેવા જ હોય છે. મધ્યમવર્ગમાથી આવતા બાળકોમા અનેક કળાઓ સુષુપ્ત શક્તિઓ ભરેલી હોય છે. શાળાઓ દ્વારા શૈક્ષણિક કાર્યની સાથે સાથે સહાભ્યાસિક પ્રવૃતિઓ દ્વારા બાળકોમા રહેલી આવી સુષુપ્ત શક્તિઓ ને વિકસાવવાનુ કે બહાર લાવવાનુ કામ થતુ હોય છે.
આ પણ વાંચો: કોઇનો ફોન આવ્યે નામ અને નંબર બોલતી એપ.
14 જાતના અવાજો કાઢે છે આ બાળક
આપણે ટી.વી.ચેનલો પર આવતા ટેલેન્ટ શો ઘણા જોયા હશે. તેમા ઘણા લોકો જાત જાતની કસરતો અને પોતાનામા રહેલી કલાઓ રજૂ કરતા હોય છે. પરંતુ બહુ દૂર જવાની જરુર નથી. આપણા ગુજરાત મા જ મોડાસામાંંરહેતો અને ધોરણ 8 મા ભણતો તૌકીર નામનો નાનો બાળક અલગ અલગ 14 જેટલા પશુ પક્ષીઓના આબેહૂબ અવાજો કાઢી શકે છે. ચાલો જાણીએ તે કયા કયા પશુ પક્ષીઓના અવાજો કાઢી શકે છે.
- કોયલનો અવાજ
- બિલાડીનો અવાજ
- લક્કડખોદ નો અવાજ
- નાના બાળકનો રડવાનો અવાજ
- ઘોડાનો અવાજ
- વગેરે જેવા અવાજો આ બાળક કાઢી શકે છે.
આ પણ વાંચો: ગુજરાત નમો ઈ-ટેબ્લેટ યોજના
માણસથી જ જન્મજાત જ અનેક કળાઓ રહેલી હોય છે. જરુર હોય છે તો માત્ર તેને વિકસાવવાની અને બહાર લાવવાની. તૌકીર નામના આ બાળકમાં રહેલી વિશિષ્ટ કળાને કારણે તે શાળાના અન્ય બાળકોમા પણ આકર્ષણનુ કેન્દ્ર બન્યો છે.
અગત્યની લીંક
14 જાતના અવાજ કાઢતા બાળકનો વિડીયો | અહિં ક્લીક કરો |
હોમ પેજ | અહિં ક્લીક કરો |
તૌકીર ચૌહાણ કેટલી જાતના અવાજ પશુ પંખીના અવાજ કાઢે છે ?
14 જાતના.
1 thought on “Taukir chauhan: અદભુત કેહવાય, મોડાસાનો આ બાળક કાઢી શકે છે 14 જાતના અવાજ; જુઓ વિડીયો”