Statue of Unity Drone View: સ્ટેચ્યુ ઓફ યુનિટી ડ્રોન વ્યુ: સરદાર વલ્લભભાઇ પટેલનુ જીવન દેશની વર્તમાન અને આવનારી ભાવિ પેઢી માટે પ્રેરણાદાયી બની રહેશે. સરદાર વલ્લભભાઇ પટેલના 143 મા જન્મદિન નિમિતે વિશ્વની સૌથી ઊંચી 182 મીટરની પ્રતિમા સરદાર સરોવર ડેમ ખાતે સ્થાપિત કરવામા આવી હતી. સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે આકર્ષણનુ કેન્દ્ર બન્યુ છે. અહિં દેશ વિદેશમાથી લાખો લોકો પ્રવાસે આવે છે.
Statue of Unity Drone View
ચોમાસામા સ્ટેચ્યુ ઓફ યુનિટીની આજુબાજુની પ્રકૃતિ સોળેકળાએ ખીલી ઉઠે છે. ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી સ્થલ આમ પણખૂબ જ સુંદર લાગે છે એવામા ચોમાસામા ચારેબાજુ હરિયાળી વચ્ચે સ્ટેચ્યુ ઓફ યુનિટી નો ડ્રોન વ્યુ વિડીયો લેવામા આવ્યો છે. જે ખૂબ જ જોવાલાયક છે.
સ્ટેચ્યૂ ઓફ યુનિટી ભારતીય સ્વતંત્રતા ચળવળના નેતા સરદાર વલ્લભભાઈ પટેલને સમર્પિત ગુજરાત અને ભારતમાં આવેલું એક અદભુત અને ખુબ જ સુંદર સ્મારક છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી એ સરદાર સરોવર બંધની સામે 3.2 કિમી દૂર નદીમાં આવેલા સાધુ બેટ પર ભરૂચ નજીક આવેલું છે. આ સ્મારકનો વિસ્તાર 20 હજાર ચોરસમીટર જેટલો છે અને એ 12 ચોરસ કિ.મી. વિસ્તારના કૃત્રિમ તળાવ વડે ઘેરાયેલ છે. 182 મીટરની ઊંચાઈ, જેમાં 157 મીટર પ્રતિમાની ઉંચાઇ અને પેડેસ્ટલની 25 મીટર ઊંચાઈ આવેલ છે, સ્ટેચ્યુ ઓફ યુનિટી સ્મારક વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે. ત્યારે આજે અમે તમને 182 મીટર ઊંચી મહાકાય સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનો ડ્રોન વ્યુ થી લીધેલોઅદભુત આકાશી નજારો દેખાડીશું.
પ્રવાસીઓની પહેલી પસંદ
દેશ વિદેશમાથી ગુજરાત ના પ્રવાસે આવતા પ્રવાસીઓમા સ્ટેચ્યુ ઓફ યુનિટી પહેલી પસંદગીનુ સ્થળ બન્યુ છે.
પ્રવાસન સ્થળોમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી એ અન્ય સ્થળોની તુલનામા સૌથી ઝડપી વિકાસ કર્યો છે
સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણથી અત્યારસુધી 1.5 કરોડ પ્રવાસીઓ આ કુદરતી સૌંદર્ય, નર્મદા ડેમ અને સ્ટેચ્યૂ ઓફ યુનિટી ની મુલાકાત લઇ ચૂકયા છે. આ સાથે અહિંના ફર્વાલાયક સ્થળો જેવા કે જંગલ સફારી, ન્યૂટ્રિશિયન ચિલ્ડ્રન ગાર્ડન , ગ્લો ગાર્ડન, ભુલભુલૈયા, મિયવંકી ગાર્ડન જેવાં અનેક જોવા જેવાં સ્થળોએ પ્રવાસીઓમા આકર્ષણ જમાવ્યું છે. કેન્દ્ર સરકારના પ્રવાસન મંત્રાલયે આ અંગે ઓફીસીયલ આંકડા જાહેર કર્યા છે. ઇન્ડિયન ટૂરિઝમ સ્ટેટિસ્ટિક્સ-2023 દ્વારા આ અહેવાલ રજૂ કરવામાં આવ્યો છે. છેલ્લાં 10 વર્ષમાં ગુજરાત પ્રવાસન સ્થળોમાં SOU એ ખૂબ ઝડપી વિકાસ કર્યો છે. હાલ પ્રવાસન ક્ષેત્રમાં દેશના કુલમાં 20.70 ટકાના ભાગ સાથે ગુજરાતનો પ્રથમ નંબર આવે છે. વિદેશી પ્રવાસીઓની મુલાકાતમાં પણ ગુજરાત અને ખાસ કરીને સ્ટેચ્યુ ઓફ યુનિટી અવ્વલ રહ્યું છે.
આ પણ વાંચો: મિશન મૂન: ચંદ્રયાને ઝડપી ચંદ્રની પહેલી તસ્વીર, ચંદ્રની ભ્રમણકક્ષામા આવતા ખેંચેલી પ્રથમ ઈમેજ
સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવેલા પ્રવાસીઓ
વર્ષ | મુલાકાત લીધેલ પ્રવાસીઓ |
2018 | 1,34,122 |
2019 | 50,98,161 |
2020 | 4,19,523 |
2021 | 2,25,633 |
2022 | 40,58,567 |
2023 | 29,51,396 |
સ્ટેચ્યુ ઓફ યુનિટી નુ નયનરમ્ય વાતાવરણ
સ્ટેચ્યુ ઓફ યુનિટી તેમજ આસપાસનું કુદરતી વાતાવરણ લોકોને આકર્ષે છે
રાજકોટથી આવેલા એક પ્રવાસી એ જણાવ્યું હતું કે સ્ટેચ્યૂ ઓફ યુનિટી સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમા છે અને જે જોઈને દરેક ગુજરાતીઓને ગર્વ થાય છે. સ્ટેચ્યૂ વિસ્તાર કુદરતી સૌંદર્યથી ભરપૂર સ્થળ છે. એટલું નહીં, અહિના વિવિધ પ્રવાસન સ્થળો પણ ખૂબ જ જોવાલાયક છે. ઝરવાણી ધોધ સહિતના કુદરતના ખોળામાં આવેલાં સૌદર્યથી ભરપૂર સ્થળો પ્રવાસીઓને આકર્ષે છે. દર વખતે અહિં આવવાનું મન થાય, એટલે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.
અગત્યની લીંક
Statue of Unity Drone View વિડીયો | અહિ ક્લીક કરો |
હોમ પેજ | અહિં ક્લીક કરો |
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરો | અહિં ક્લીક કરો |
Google News પર ફોલો કરો | અહિં ક્લીક કરો |
4 thoughts on “Statue of Unity Drone View: સ્ટેચ્યુ ઓફ યુનિટી નો ચોમાસામા ડ્રોન વ્યુ નઝારો, ચોમાસામા સોળેકલાએ ખીલી ઉઠ્યુ સૌદર્ય”