SSC Result News: ધોરણ 10 નુ પરિણામ મે મહિનાના અંતમા જાહેર થાય તેવી શકયતા, રિઝલ્ટ બાબત ન્યુઝ

अपने दोस्तों के साथ शेयर करें

SSC Result News: ગુજરાત માધ્યમિક અને માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા માર્ચ મહિનામા ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાઓ લેવામા આવી હતી. બોર્ડ દ્વારા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનુ રિઝલ્ટ જાહેર કરી દેવામા આવ્યુ છે. ત્યારે હવે બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12 ના રિઝલ્ટ તૈયાર કરવાની કવાયત હાથ ધરવામા આવી છે. ચાલો SSC Result News શું છે અએ ક્યારે રિઝલ્ટ જાહેર થાય તેવી શકયતાઓ છે.

SSC Result News

પોસ્ટનું નામધોરણ 10 રિઝલ્ટ સમાચાર 2023
બોર્ડનું નામગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ
પરિક્ષા આપનાર વિદ્યાર્થીઓની સંખ્યાઅંદાજીત 12 લાખ
પરિણામનું નામSSC Result News
પરિણામની તારીખઅંદાજીત મે મહિનાના અંતમા
બોર્ડ વેબસાઈટgseb.org

ધોરણ 10 રિઝલ્ટ બાબત ન્યુઝ

શિક્ષણ બોર્ડ દ્વારા ગત માર્ચ- 2023માં લેવાયેલી ધોરણ-10 અને ધોરણ-12 સામાન્ય પ્રવાહનું પરિણામ તૈયાર કરવાની કામગીરી હાલમાં ચાલી રહી છે. ત્યારે ચાલુ માસના છેલ્લા વીકમાં ધોરણ-10નું અને જૂન માસના પ્રથમ વીકમાં ધોરણ-12 સામાન્ય પ્રવાહનું પરિણામ પ્રસિદ્ધ કરવામાં આવશે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત માર્ચ-2023માં લેવાયેલી ધોરણ-10 અને 12ની પરીક્ષામાંથી ધોરણ-12 સાયન્સનું પરિણામ પ્રસિદ્ધ કરી

દેવામાં આવ્યું છે. ત્યારે હવે માત્ર ધોરણ-10 અને ધોરણ-12 સામાન્ય પ્રવાહનું પરિણામ પ્રસિદ્ધ ક૨વાનું બાકી છે. જોકે સામાન્ય પ્રવાહના અમુક વિષયના મધ્યસ્થ મૂલ્યાંકન માટે શિક્ષકો મળતા નહી હોવાથી કામગીરી વિલંબ થવા પામેલ છે. પરંતુ હાલમાં ધોરણ-12 સામાન્ય પ્રવાહ અને ધોરણ-10ના વિદ્યાર્થીઓની ઉત્તરવહીના મૂલ્યાંકનની કામગીરી પૂર્ણ થઇ ગઇ છે. જ્યારે હાલમાં પરિણામ તૈયા૨ ક૨વાની કામગીરી ચાલી રહી છે. તેમાં રેન્ડમલી પરિણામની ચકાસણી તેમજ ઉત્તરવહીની ચકાસણી સહિતની કામગીરી કરવામાં આવી રહી છે.

यह भी पढे:  HSC General result: ધોરણ 12 આર્ટસ કોમર્સ રિઝલ્ટ આવતીકાલે જાહેર થશે

આ પણ વાંચો: ધોરણ 10 અને 12 પછી કયા કોર્સ કરી શકાય ? કારકિર્દી માર્ગદર્શન

આથી શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-10 અને ધોરણ-12ના વિદ્યાર્થીઓના પરિણામમાં કોઇ જ પ્રકારની ભૂલ રહે નહી તે માટે ખાસ થ્રી-લેયરની ચકાસણી કરવામાં આવી રહી છે. ચકાસણીની કામગીરી પૂર્ણ કર્યા બાદ માર્કશીટ તૈયાર કરવાની કામગીરી કરાશે. આથી તેના માટે અંદાજે પંદરેક દિવસ જેટલો સમય લાગશે. જેને પરિણામે ધોરણ-10નું પરિણામ ચાલુ માસના છેલ્લા વીકમાં પ્રસિદ્ધ કરાશે. જ્યારે ધોરણ-12 સામાન્ય પ્રવાહનું પરિણામ જૂનના પ્રથમ વીકમાં પ્રસિદ્ધ કરાય તેમ શિક્ષણ બોર્ડના માહિતગાર સૂત્રોએ જણાવ્યું છે.

રિઝલ્ટ ચેક કે કરવુ ?

ધોરણ 10 નુ રિઝલ્ટ હજુ જાહેર થયેલ નથી. જ્યારે જાહેર થશે ત્યારે બોર્ડ ની ઓફીસીયલ વેબસાઇટ પર સૌ પ્રથમ નોટીફીકેશન સૌ પ્રથમ આપવામા આવશે. ત્યારબાદ બોર્ડની ઓફીસીયલ વેબસાઇટ પર નક્કિ થયેલા સમયે રિઝલ્ટ ઓનલાઇન મૂકવામા આવે છે. જે ચેક કરવાના સ્ટેપ નીચે મુજબ છે.

  • સૌ પ્રથમ ગુજરાત બોર્ડની ઓફીસીયલ વેબસાઈટ gseb.org  ઓપન કરો.
  • ત્યારબાદ હોમ પેજ પર GSEB ગુજરાત બોર્ડ રિઝલ્ટ 2023 (ધોરણ 10 અને ધોરણ 12) પર ક્લિક કરો
  • રિઝલ્ટ ચેક કરવા માટે તમારો પરીક્ષાનો સીટ નંબર એડ કરવાનો રહેશે
  • જે બાદ સબમિટ બટન પર ક્લિક કરવાથી તમારું રિઝલ્ટ સ્ક્રીન પર જોવા મળશે. જેને ડાઉનલોડ પણ કરી શકો છો.
  • તમારું વર્ષ 2023 માટે ધોરણ 10નું રિઝલ્ટ તપાસવા અહીં ક્લિક કરો.

GSEB RESULT DATE

ધોરણ 10 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહનુ પરિણામ ક્યારે આવશે તે બાબતે વિદ્યાર્થીઓ અને વાલીઓ આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. બોર્ડ દ્વારા હજુ ધોરણ 10 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહનુ પરિણામ ક્યારે જાહેર કરવામા આવશે તે બાબતે બોર્ડ દ્વારા હજુ કોઇ ઓફીસીયલ જાહેરાત કરવામા નથી આવી. અહિં વિદ્યાર્થીઓને માહિતી મળે તે માટે વિવિધ ન્યુઝ ના આધારે માહિતી એકત્ર કરી આપવામા આવેલી છે. જ્યારે પણ રીજલ્ટ ની તારીખ જાહેર થશે ત્યારે બોર્ડ દ્વારા એની ઓફીસીયલ વેબસાઇટ પર માહિતી આપવામા આવે છે. GSEB SSC Result 2023 ની લેટેસ્ટ માહિતી માટે સતાવાર વેબસાઇટ gseb.org ચેક કરતા રહેવુ.

यह भी पढे:  GSEB SSC HSC RESULT: ધોરણ 10 રિઝલ્ટ તારીખ જાહેર, આ રીતે જોઇ શકાસે રિઝલ્ટ

અગત્યની લીંક

GSEB Official Websiteઅહિં ક્લીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિં ક્લીક કરો
SSC Result News
SSC Result News

ગુજરાત બોર્ડની ઓફીસીયલ વેબસાઇટ કઇ છે ?

https://www.gseb.org


अपने दोस्तों के साथ शेयर करें

Leave a Comment

error: Content is protected !!