સ્પાર્કલ ગન સ્ટંટ: આ કપલને લગ્નના દિવસે સ્ટંટ કરવો ભારે પડયો, જુઓ વિડીયો

પોતાના લગ્ન પ્રસંગને શાનદાર અને યાદગાર બનાવવા માટે આજકાલ કપલ અને હાજર લોકો અનેક નવા અને મોડર્ન કરતૂત કરતાં હોય છે. ત્યારે એક કપલને પોતાના લગ્ન મા આવો સ્ટંટ કરવો ભારે પડયો છે. હાલ એક વિડીયો સોશીયલ મીડીયામા વાયરલ થયો છે. જેમા એક પોતાના લગ્નનાં શુભ પ્રસંગે સ્પાર્કલ ગનથી પોઝ આપી રહ્યું હતું. આ વાયરલ વીડિયોમાં સાબિત થયું કે હંમેશા સ્ટંટ કરવું સુરક્ષિત હોતુ નથી. કપલનાં પોઝની વચ્ચે અચાનક જ દુલ્હને ચીસ પાડી અને સૌ લોકો એકઠાં થઈ ગયાં હતા.

સ્પાર્કલ ગન સ્ટંટ

આજકાલ ગલ્ન પ્રસંગોમા સ્પાર્કલ ગનથી સ્ટંટ કરવાનો ક્રેઝ વધતો જાય છે. તેવામા સ્પાર્કલ ગન થી સ્ટંટ કરવો એક કપલને ભારે પડયો છે.

આ વાયરલ વિડીયોમા જોઇ શકાય છે કે કપલ સ્પાર્કલ ગન લઈને કેમેરા સામે પોઝ આપી રહ્યાં હતા. બંને કેમેરાની સામે જોઈને સ્માઇલ આપે છે અને તેમના હાથમા રહેલી સ્પાર્કલ બંદૂકથી ફાયર કરે છે જેના લીધે સ્પાર્કલ વિખરાવા લાગે છે. આ દરમિયાન દુલ્હનની સાથે એક દુર્ઘટના બની હતી.

આ પણ વાંચો: અંબાલાલની વરસાદની આગાહિ

દુલ્હનને ઈજા

આ વાયરલ વીડિયોમાં જોવા મળે છે કે દુલ્હન સ્પાર્કલ ગનથી ફાયર કરી રહિ છે.. થોડી જ ક્ષણમાં એકાએક આ સ્પાર્કલ ગન ફાટે છે અને આગ સીધી દુલ્હનનાં ચહેરા પર આવે છે. ગભરાઈ ગયેલી દુલ્હન ચીસો પાડવા લાગે છે. અને ગનને ફેંકીને ત્યાંથી ભાગે છે. પછી આગથી ગભરાયેલી દુલ્હન પોતાની વરમાળાને હટાવી દે છે અને પછી આસપાસનાં હાજર લોકો દુલ્હનની મદદ કરવા પહોંચે છે.

યૂઝરે કરી કોમેન્ટસ

આ વાયરલ વિડીયો બાબતે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વીડિયો મહારાષ્ટ્રનો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર એક યૂઝરે આ વિડીયો શેર કર્યો છે. આ ક્લિપ પર લોકોએ કમેન્ટ કરી છે. એક યૂઝરે લખ્યું કે’મને નથી ખબર કે આજકાલ લોકોને શું થઈ ગયું છે. તે લગ્નનાં દિવસોને પાર્ટીઓની જેમ ટ્રીટ કરી રહ્યાં છે. તેવામાં તેઓ પોતાના ખાસ દિવસને વેળફી રહ્યા છે. ‘

અગત્યની લીંક

Whatsapp Group માં જોડાવાઅહીં ક્લિક કરો
 Google News પર Follow કરવા અહીં ક્લિક કરો
સ્પાર્કલ ગન સ્ટંટ
સ્પાર્કલ ગન સ્ટંટ

Leave a Comment

error: Content is protected !!