Sovereign Gold Bond: સોવરેન ગોલ્ડ બોન્ડ: સામાન્ય રીતે સોનામા રોકાણ એ લોકોની પ્રથમ પસંદગી હોય છે. સોનામા રોકાણને સલામત માનવામા આવે છે. સરકાર સમયાંતરે સોવરેન ગોલ્ડ બોન્ડ બહાર પાડે છે. આ મહિનામા સરકાર સોવરેન ગોલ્ડ બોન્ડ નો ત્રીજો હપ્તો બહાર પાડી રહી છે. જેમા બજારભાવ કરતા સસ્તા ભાવે તમે સોનુ ખરીદી શકો છો. ચાલો જાણીએ Sovereign Gold Bond શું છે ? તેમા સોનુ કઇ રીતે ખરીદવુ ? તેમા વ્યાજ અને રીટર્ન કેટલુ મળે ?
Sovereign Gold Bond
જો તમે સોનુ ખરીદવાની યોજના રાખી રહ્યા હોય, તો તમારે માટે હાલ સરકાર એક સારી ઓફર લાવી રહી છે. હવે સરકાર પાસેથી સીધા જ સોનુ ખરીદી શકાય છે. સરકાર સોવરેન ગોલ્ડ બોન્ડનો ત્રીજા હપ્તો જાહેર કરનાર છે અને 5 દિવસ સુધી ઓછી કિંમતે સોનામાં રોકાણ કરી શકો છો.
18 ડિસેમ્બરે જાહેર થશે ત્રીજો હપ્તો
સરકાર 18 ડિસેમ્બર 2023ના રોજ નાણાંકીય વર્ષ 2023-24 માટે સોવરેન ગોલ્ડ બોન્ડનો ત્રીજા હપ્તો જાહેર કરવા જઇ રહી છે. જેમાં 22 ડિસેમ્બર સુધી ગોલ્ડ બોન્ડ ને ખરીદી કરી શકશો. પહેલો હપ્તો 19 જૂનથી 23 જૂન સુધી જાહેર કરવામા આવ્યો હતો. બીજો હપ્તામા 11 સપ્ટેમ્બરથી 15 સપ્ટેમ્બર સુધી ગોલ્ડ બોન્ડ નુ વેચાણ કરવામા આવ્યુ હતુ. આ સ્કીમ હેઠળ સરકાર બજાર ભાવ કરતા ઓછી કિંમતે સોનુ ખરીદવાની તક આપી રહી છે. નાણાંકીય વર્ષ 2023-24નો ચોથો હપ્તો ફેબ્રુઆરી 2024 માં ખુલનાર છે અને તે માટેની તારીખ 12થી 16 ફેબ્રુઆરી હશે.
ગોલ્ડ બોન્ડ સોનાની કિંમત
સોવરેન ગોલ્ડ બોન્ડનો ત્રીજા હપ્તા માટે સોના ના ભાવ હજુ સુધી નક્કી કરવામા આવ્યા નથી. સપ્ટેમ્બરમાં જે હપ્તો જાહેર થયો તે માટે સરકારે સોનાની કિંમત પ્રતિ ગ્રામે 5,923 રૂપિયા જેટલી નક્કી કરી હતી. આ સ્કીમ હેઠળ જે સોનુ વેચવામાં આવે છે, તે એક પ્રકારનું પેપર ગોલ્ડ અને ડિજિટલ ગોલ્ડ કહેવામા આવે છે. જેમાં એક સર્ટીફિકેટ આપવામાં આવે છે કે, તમે કઈ કિંમતે સોનુ ખરીદો છો. આ ડિજિટલ ગોલ્ડ ખરીદવાથી સારુ એવુ રીટર્ન મળી રહે છે.
સોવરેન ગોલ્ડ બોન્ડમાં વાર્ષિક 2.5 ટકા જેટલુ વ્યાજ આપવામાં આવે છે, જે નિશ્વિત વળતર હોય છે. ઉપરાંત આ સ્કીમમાં સોનુ ખરીદવાથી સરકારે નક્કી કરેલ રેટ પર વધારાની છૂટ પણ આપવામાં આવે છે.
RBIએ નવેમ્બર 2015થી સોવરેન ગોલ્ડ બોન્ડ સ્કીમની શરૂઆત કરી હતી. આ સ્કીમે 8 વર્ષમાં વાર્ષિક 12.8 ટકા જેટલુ રિટર્ન આપ્યું છે. ફિઝિકલ ગોલ્ડની ડીમાન્ડ ઓછી કરવાના ઈરાદાથી સરકારે આ ગોલ્ડ બોન્ડ સ્કીમ શરૂ કરવામાં આવી હતી, જેમાં રોકાણ પર સીકયુરીટીની ગેરંટી આપવામાં આવે છે.
રોકાણકારો રોકડથી પણ ડિજિટલ ગોલ્ડની ખરીદી કરી શકે છે. જેટલી રકમનું સોનુ ખરીદવામાં આવે તેટલી કિંમતનું સોવરેન ગોલ્ડ બોન્ડ જાહેર કરવામાં આવે છે. આ સ્કીમ મા પાકતી મુદત 8 વર્ષની હોય છે. 5 વર્ષ પછી આ વિડ્રો કરવાનો ઓપ્શન પણ આપવામાં આવે છે. આ સ્કીમમાં 24 કેરેટ (99.99 ટકા શુદ્ધ સોનુ) સોના ના બોન્ડ આપવામા આવે છે.
Gold Bond Price
સોવરેન ગોલ્ડ બોન્ડ સ્કીમ હેઠળ જો ઓનલાઈન ગોલ્ડની ખરીદી કરવામાં આવે તો પ્રતિ ગ્રામ પર 50 રૂપિયા જેટલુ ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. આ સ્કીમ હેઠળ ઓછા મા ઓછુ 1 ગ્રામ સોનામાં રોકાણ કરી શકો છો. આ સ્કીમ હેઠળ એક વ્યક્તિ વધુ મા વધુ 4 કિલો ગોલ્ડ બોન્ડ ખરીદી શકે છે. જયારે આ બોન્ડ વેચવા હોય ત્યારે બોન્ડ સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ, નિયત થયેલી પોસ્ટઓફિસ અને માન્યતા પ્રાપ્ત સ્ટોક એક્સચેન્જ જેવી નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા લિમિટેડ અને બોમ્બે સ્ટોક એક્સચેન્જના માધ્યમથી તમે વેચી શકો છો. ભારતીય બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન લિમિટેડ (IBJA) દ્વારા 999 શુદ્ધતા ધરાવતા ગોલ્ડની ક્લોઝિંગ ભાવના આધારે નક્કી કરવામા આવે છે.
અગત્યની લીંક
હોમ પેજ | અહિં ક્લીક કરો |
અમારી WHATSAPP ચેનલ જોઇન કરો | અહિં ક્લીક કરો |
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
Follow us on Google News | Click here |