Solar Eclipse 2023: સૂર્યગ્રહણ 2023: વર્ષ 2023 નુ બીજુ સૂર્ય ગ્રહણ 2 મહિના બાદ થવા જઇ રહ્યુ છે. ગ્રહોની ગતિને લઈને વિજ્ઞાન અને જ્યોતિષમાં અલગ-અલગ મંતવ્યો જોવા મળે છે. વિજ્ઞાન ની દ્રષ્ટીએ, ગ્રહણને માત્ર ખગોળીય ઘટના જ માનવામાં આવે છે, પરંતુ વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં તેને ખૂબ જ મહત્વપૂર્ણ ઘટના માનવામાં આવે છે, કારણ કે, હિન્દુ ધર્મમાં, સૂર્યને માત્ર એક ગ્રહ જ માનવામાં આવતો નથી, તેને ભગવાન ભાસ્કર અને રાજા પણ માનવામા આવે છે. જ્યારે પણ સૂર્યગ્રહણ થાય છે ત્યારે તેની અસર તમામ રાશિઓ પર પડતી હોય છે.
Solar Eclipse 2023
વર્ષ 2023 માં બે સૂર્યગ્રહણ અને બે ચંદ્રગ્રહણ થનાર છે. જેમાંથી આ વર્ષમા એક સૂર્યગ્રહણ અને એક ચંદ્રગ્રહણ થઈ ચૂક્યું છે. હજુ 1 સૂર્યગ્રહણ અને 1 ચંદ્રગ્રહણ થનાર છે. સૂર્યગ્રહણની વાત કરીએ તો વર્ષનું છેલ્લું અને બીજું ગ્રહણ 14 ઓક્ટોબર, 2023ના રોજ થનાર છે . આ વલયાકાર સૂર્યગ્રહણ હશે. આમાં, સૂર્ય સંપૂર્ણ રીતે ઢંકાયેલો રહેશે નહીં અને તે રિંગના આકારમાં જોવા મળશે, તેથી વિજ્ઞાનમાં સૂર્યગ્રહણના આ પ્રકારના ગ્રહણને રિંગ ઑફ ફાયર કહેવામાં આવે છે.
આ પણ વાંચો: રાશિભવિષ્ય: જુલાઇ મહિનાનુ 12 રાશિનુ રાશિફળ, આ 5 રાશિઓ માટે છે ધનયોગ
ભારતીય સમય અનુસાર, વર્ષનું બીજું સૂર્યગ્રહણ 14 ઓક્ટોબર, 2023 ના રોજ રાત્રે 8.34 વાગ્યાથી શરૂ થશે અને મધ્યરાત્રિ 2.25 વાગ્યે પુરુ થશે. આવી સ્થિતિમાં, રાત હોવાને કારણે, આ ગ્રહણ ભારતમાં જોવા મળશે નહીં. આવી સ્થિતિમાં ભારતમા સુતક કાળ માન્ય રહેશે નહીં. આ ગ્રહણ આફ્રિકાના પશ્ચિમ ભાગમાં, ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, એટલાન્ટિક, પેસિફિક મહાસાગર અને આર્કટિકમાં જોવા મળશે.
કઇ રાશીઓ પર થશે અસર ?
સૂર્યગ્રહણની આ રાશિઓ પર અસર થનાર છે.
તુલા
તુલા રાશિના લોકો પર પણ સૂર્યગ્રહણની થોડી ખરાબ અસર પડવાની સંભાવના છે. માનસિક તણાવ રહી શકે છે. વ્યવહારમાં ચિડચિડા થઈ શકે છે.
મેષ
આ સૂર્યગ્રહણ મેષ રાશિના લોકો માટે નકારાત્મક અસર લાવી શકે છે. નોકરી કરનારાઓને સમસ્યાઓ અને પડકારોનો સામનો કરવો પડી શકે છે.
આ પણ વાંચો: વરસાદી મોસમ: આગામી 3 દિવસ છે ભારે વરસાદની આગાહિ, છત્રી રેઇનકોટ તૈયાર રાખજો
વૃષભ
સૂર્યગ્રહણથી વૃષભ રાશિના લોકોને ધનહાનિ થવાની શકયતાઓ છે. વાણી પર સંયમ રાખો, નહીંતર નુકસાન થઈ શકે છે. કોઈપણ વિવાદમાં પડવાનું ટાળો.
કન્યા
કન્યા રાશિના લોકો માટે પણ સૂર્યગ્રહણ શુભ કહી શકાય નહીં. આ લોકોના સંબંધીઓ અને મિત્રો સાથે મતભેદ થઈ શકે છે. વાણી પર સંયમ રાખો, ગુસ્સો કે વાદવિવાદ ન કરો.
અગત્યની લીંક
Jio Tag ફીચર જુઓ ઓફીસીયલ સાઇટ પર | અહિં ક્લીક કરો |
હોમ પેજ | અહિં ક્લીક કરો |
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરો | અહીં ક્લિક કરો |