સ્માર્ટફોન ટીપ્સ: smartphone tips: આજે લગભગ દરેક માણસ સ્માર્ટફોન વાપરતા જ હોઇએ છીએ. પણ આપણે ઘણી વખત એવુ જોતા જોઇએ છીએ કે સ્માર્ટફોનની પાછળ લગાવેલા બેક કવરમા લોકો ચલણીનોટ 100, 200 કે 500 ની રાખતા હોય છે. શું તમે ક્યારેય વિચાર્યુ છે કે ફોનની પાછળ નોટ રાખવાથી ફોનને કેટલા નુકશાન થાય છે ? આજે આપણે આ પોસ્ટમા સ્માર્ટફોનની પાછળ ચલણી નોટ રાખવાથી ફોનને થતા નુકશાન બાબત જાણીશુ.
સ્માર્ટફોન ટીપ્સ
આપણે જોતા હોઇએ છીએ કે લોકો સ્માર્ટફોન ના બેક કવરમા 100,200, કે 500 ની નોટ રાખતા હોય છે. જો કે આ નોટ રાખવા પાછળનુ મોટાભાગના લોકોનુ એક જ કારણ એ હોય છે કે ક્યારેક પાકીટ/પર્સ ભુલી જઇએ અને ઓચીંત રુપીયાની જરૂર પડે તો ઉપયોગ લેવા માટે લોકો રાખતા હોય છે. પરંતુ ફોનના કવરમા રુપીયાની નોટ રાખવાથી ફોનને ઘણા પ્રકારે નુકશાન જાય છે.
આ પણ વાંચો: BMI Calculator: જાણો ઉમર પ્રમાણે તમારું કેટલું વજન હોવું જોઈએ, કેટલો છે તમારો BMI
ઘણા લોકોને સ્માર્ટફોનના બેક કવરની પાછળ ચલણી નોટ રાખવાની ટેવ હોય છે. જો તમને પણ આ આદત હોય તો સાવધાન ઇ જાજો. સ્માર્ટફોનના બેક કવરમાં નોટ રાખવાથી ફોનને મોટુ નુકસાન થઈ શકે છે. સ્માર્ટફોનના કવરમાં રાખેલી 100-500ની નોટ તમારા સ્માર્ટફોન બ્લાસ્ટ થવાનું કારણ બની શકે છે અને તેનાથી તમને નુકસાન જઇ શકે છે. જો કે ફોનમા બ્લાસ્ટ થવાના તો ઘણા કારણો હોઇ શકે છે. પરંતુ તેમાંથી એક કારણ બેક કવરમાં રાખેલી નોટ પણ હોઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે ઘણી વખત સ્માર્ટફોનમાં બ્લાસ્ટ કે પછી આગ લાગવાની ઘણી ઘટનાઓ આપણી સામે આવતી હોય છે. તેના અલગ-અલગ કારણો પણ હોઈ શકે છે પરંતુ શું તમે જાણો છો કે ઘણીવખત કવરની પાછળ નોટ રાખવાને કારણે આ પ્રકારની ઘટનાઓ બનવાની સંભાવના વધી જાય છે. આવો તમને જણાવીએ ફોનના કવરમાં નોટ રાખવાથી સ્માર્ટફોનમાં કેટલા પ્રકારે નુકશાન જાય છે.
ફોનનુ ટેમ્પરેચર વધે છે.
ફોન ની પાછળ નોટ રાખવાથી ફોનનુ ટેમ્પરેચર વધવા લાગે છે. એટલે કે તમારો ફોન નોર્મલ રીતે ગરમ થતો હોય તેના કરતા વધુ ગરમ થાય છે.
સ્માર્ટફોનમાં હંમેશા લોકો મોટુ બેક કવર લગાવતા હોય છે. , જેનાથી ફોન ગરમ થવાની હીટિંગ સમસ્યા ખુબ વધી જાય છે. પરંતુ જ્યારે તેમાં કોઈ નોટ પાછળ રાખવામાં આવે છે અને તે મુશ્કેલી અનેક ગણી વધી જાય છે. નોટ એક લેયરની જેમ કામ કરે છે, જેનાથી ફોનની હીટને બહાર નિકળવાની જગ્યા મળતી નથી અને એક લિમિટથી વધુ હીટિંગ થવા પર સ્માર્ટફોન બ્લાસ્ટ થવાની પણ સંભાવના રહે છે.
નેટવર્ક મા સમસ્યા
ફોન ની પાછળ નોટ રાખવાથી ચાર્જિંગ અને નેટવર્કમાં પણ સમસ્યા આવે છે.
જ્યારે ફોનનો સતત ઉપયોગ કરવામાં આવે છે કે પછી ફોન ચાર્જિંગ પર લાગેલો હોય છે તે સમયે હીટિંગની સમસ્યા વધી જતી હોય છે. ફોનના કવરની પાછળ નોટ રાખવાને કારણે ફોનને ફરીથી ઠંડો થવામાં પણ વધુ સમય લાગે છે. આ કારણે આપણો ફોન ઓવરહીટ થવા પર બ્લાસ્ટ થવાનો ખતરો રહે છે.
સ્માર્ટફોનના બેક કવર પર રાખેલી નોટ માત્ર હીટિંગનું કારણ નથી બનતી પરંતુ તેના કારણે ઘણીવાર ફોનમાં નેટવર્કની સમસ્યા પણ સર્જાય છે. હકીકતમાં મોટાભાગના સ્માર્ટફોનની બેક પેનલ પર નેટવર્ક માટે એન્ડિયા આપવામાં આવે છે અને નોટ રાખવાને કારણે ફોન પર પ્રોપર નેટવર્ક આવવામા ઇશ્યુ આવી શકે છે.
અગત્યની લીંક
હોમ પેજ | અહિં ક્લીક કરો |
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરો | અહિં ક્લીક કરો |
Google News પર ફોલો કરો | અહિં ક્લીક કરો |
