Shivratri Live Darshan: મહાશિવરાત્રી લાઇવ દર્શન: મહાશિવરાત્રી તા. 8 માર્ચે આવી રહિ છે. મહાશિવરાત્રી ના દિવસે શિવાલયોમા લોકો ભોળાનાથ ના દર્શન કરવા જતા હોય છે. મહાશિવરાત્રી ના દિવસે દેવાધિદેવ મહાદેવ ના દર્શન કરી ભક્તો ધન્યતા અનુભવતા હોય છે. ત્યારે મહાશિવરાત્રી ના દિવસે ભારતમા આવેલા જ્યોતિર્લીંગ ના દર્શન કરવાનુ ઘણુ મહત્વ રહેલુ છે. આજની આ પોસ્ટમા આપણે તમામ જ્યોતિર્લીંગ ના લાઇવ દર્શન કરવાની માહિતી મેળવીશુ.
Shivratri Live Darshan
આપણા ગુજરાત મા 2 જ્યોતિર્લીંગ આવેલા છે. સોમનાથ અને દ્વારકા-નાગેશ્વર મા. મહાશિવરાત્રી પર લોકો જ્યોતિર્લીંગ ના રૂબરૂ દર્શન કરવા જતા હોય છે. પરંતુ ઘણા લોકો દૂર સુધી દર્શન કરવા રૂબરૂ જઇ શકતા નથી. તેમના માટે જ્યોતિર્લીંગ ના લાઇવ દર્શન કરવાની માહિતી આપેલી છે.
Somnath Live Darshan
સોમનાથ જ્યોતિર્લીંગ ગુજરાતમા ગીર સોમનાથ જિલ્લામા આવેલુ છે. સોમનાથ જ્યોતિર્લિંગને પૃથ્વી પર ભગવાન શિવનું પ્રથમ જ્યોતિર્લિંગ ગણવામા આવે છે. પૌરાણિક માન્યતા એવી છે કે એક પવિત્ર કુંડ પણ દેવતાઓ દ્વારા બનાવવામાં આવ્યો છે. આ કુંડને સોમ કુંડ કહેવામાં આવે છે, સોમનાથ જ્યોતિર્લિંગ ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં ગીર સોમનાથ જિલ્લામા આવેલું છે.
Mallikarjun Live Darshan
મલ્લિકાર્જુન આંધ્ર પ્રદેશ મા આવેલુ છે. મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ ભગવાન શિવના બીજા મોટા જ્યોતિર્લિંગ તરીકે ઓળખવામા આવે છે. મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ આંધ્ર પ્રદેશમાં કૃષ્ણા નદીના કિનારે શ્રીશૈલ નામના પર્વત પર આવેલું છે. દર વર્ષે લાખો શિવભક્તો આ જ્યોતિર્લીંગ ના દર્શન કરવા જાય છે.
આ પણ વાંચો: Shivratri Melo Live: જુનાગઢ ભવનાથ શિવરાત્રી મેળો જુઓ લાઇવ, રવાડી ના દર્શન કરો લાઇવ
Mahakaleshvar Live Darshan
મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ મધ્યપ્રદેશ રાજયમા ઉજ્જૈન મા આવેલુ છે. મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ ભગવાન ભોલેનાથના ત્રીજા મોટા જ્યોતિર્લિંગ તરીકે માનવામા આવે છે. દેશમા આવેલા તમામ 12 જ્યોતિર્લિંગોમાંથી, એકમાત્ર દક્ષિણમુખી જ્યોતિર્લિંગ મહાકાલેશ્વર ઉજ્જૈનમાં છે. મહાકાલેશ્વર જ્યોતિર્લિંગમાં થતી ભસ્મઆરતી વિશ્વભરમાં પ્રખ્યાત છે. ભસ્મઆરતી ના દર્શન કરવા માટે દેશ-વિદેશમાંથી લાખો ભક્તો અહીં આવે છે.
Omkareshavar Live Darshan
ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ મધ્ય પ્રદેશના ખંડવા જિલ્લા મા આવેલ છે. ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગોમાંના એક મહત્વના જ્યોતિર્લીંગ તરીકે પૂજવામાં આવે છે. આ જ્યોતિર્લિંગ નર્મદા નદીના કિનારે વસેલા નાનકડા નગર ઓમેશ્વરમાં આવેલ છે. આ જ્યોતિર્લિંગની આસપાસ પર્વતો અને નદીઓ હોવાથી અહીં ઓમનો આકાર બને છે.
Kedarnath Live Darshan
કેદારનાથ જ્યોતિર્લિંગ ઉત્તરાખંડ રાજયમાં કેદાર નામના હિમાલયની ટોચ પર આવેલ છે. કેદારનાથ નુ નામ ખૂબ જ જાણીતુ છે. લોકો કેદારનાથ દર્શને ખૂબ જ જતા હોય છે. ભગવાન શિવના 5મા જ્યોતિર્લિંગમાં કેદારનાથ જ્યોતિર્લિંગની પૂજા કરવામાં આવે છે. કેદારનાથ જ્યોતિર્લિંગ પણ બદ્રીનાથ રોડ પર આવેલું છે. કેદારનાથ સમુદ્ર સપાટીથી લગભગ 3584 મીટરની ઉંચાઈ પર આવેલ છે. તેથી ત્યા ઠંડી ખૂબ જ હોય છે. તે દેશના સૌથી ઊંચાઇ પર આવેલ જ્યોતિર્લિંગ છે.
Bhimashankar Live Darshan
ભીમાશંકર જ્યોતિર્લિંગ મહારાષ્ટ્ર રાજયના પુણે જિલ્લામાં સહ્યાદ્રી નામના પર્વત પર આવેલુ છે. ભીમાશંકર જ્યોતિર્લિંગ ભગવાન શિવના છઠ્ઠા જ્યોતિર્લિંગ તરીકે ઓળખવામા આવે છે. અહીં પહોંચવાનો રસ્તો ખૂબ જ રમણીય છે. અએ કુદરતી સૌદર્યનો અનુભવ થાય છે. ઉંચા પહાડોની વચ્ચે આવેલા સર્પાકાર રસ્તાઓ દ્વારા અહીં પહોંચવું પણ શ્રદ્ધાળુઓ માટે રોમાંચક છે.
આ પણ વાંચો: Voter List 2024: મતદાર યાદિ 2024 જાહેર, ડાઉનલોડ કરો તમારા વિસ્તારની નવી મતદાર યાદિ, ચેક કરો તમારૂ નામ
Baba Vishvanath Live Darshan
આ જ્યોતિર્લિંગ વારાણસી મા આવેલુ છે. બાબા વિશ્વનાથ જ્યોતિર્લિંગને ભગવાન શિવના 7મા જ્યોતિર્લિંગ તરીકે પૂજવામાં આવે છે. , જેને ઉત્તર પ્રદેશની ધાર્મિક રાજધાની તરીકે પણ ઓળખવામા આવે છે. આ જ્યોતિર્લિંગ વારાણસીમાં આવેલું છે, જેને વિશ્વનું સૌથી પ્રાચીન શહેર ગણવામા આવે છે. કેન્દ્ર સરકારે તાજેતરમાં જ આ જ્યોતિર્લિંગ સંકુલમાં રિનોવેશનના ઘણા કામો કર્યા છે.
Trimbakeshwar Live Darshan
આ જ્યોતિર્લિંગ મહારાષ્ટ્ર રાજયના નાસિક જિલ્લામાં આવેલું છે. ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગને ભગવાન શિવના 8મા જ્યોતિર્લિંગ તરીકે પૂજવામાં આવે છે. આ જ્યોતિર્લીંગ ના દર વર્ષે લાખો ભક્તો દર્શન કરતા હોય છે. આ જ્યોતિર્લિંગની નજીક બ્રહ્મગિરિ નામનો પર્વત પણ આવેલો છે. આ પર્વત પર ગોદાવરી નદીનું ઉદ્ગમ સ્થાન પણ આવેલુ છે.
Baidyanath Live Darshan
આ જ્યોતિર્લિંગ ઝારખંડ રાજયના સંથાલ પરગણા મા આવેલું છે. વૈદ્યનાથ જ્યોતિર્લિંગને ભગવાન શિવના નવમા જ્યોતિર્લિંગ તરીકે પૂજવામાં આવે છે. પૌરાણિક માન્યતા અનુસાર ભગવાન શિવના આ ધામને ચિતાભૂમિ પણ કહેવામાં આવે છે.
Nageshwar Live Darshan
નાગેશ્વર જ્યોતિર્લીંગ ગુજરાત રાજયના દ્વારકા નજીક આવેલુ છે. દ્વારકા દર્શને જતા ભક્તો નાગેશ્વર દર્શન કરવા અચૂક જતા હોય છે. નાગેશ્વર જ્યોતિર્લિંગ ભગવાન શિવના 10મા જ્યોતિર્લિંગ તરીકે ઓળખાય છે. આ જ્યોતિર્લિંગ ગુજરાતના સૌરાષ્ટ્ર પ્રદેશમાં ગોમતી દ્વારકા પાસે આવેલું છે. આ જ્યોતિર્લીંગ બાબતે પૌરાણીક માન્યતા અનુસાર ભગવાન શિવને સાપના દેવતા માનવામાં આવે છે.
Rameshwar Live Darshan
આ જ્યોતિર્લિંગ તમિલનાડુ રાજ્યમાં રામનાથમ મા આવેલું છે. રામેશ્વરમ જ્યોતિર્લિંગને ભગવાન શિવનું 11મું જ્યોતિર્લિંગ તરીકે પૂજવામા આવે છે. આ જ્યોતિર્લિંગ સ્વયં ભગવાન શ્રી રામ દ્વારા પવિત્ર કરવામાં આવ્યું હતું. ભગવાન શ્રી રામના કારણે આ જ્યોતિર્લિંગનું નામ રામેશ્વરમ આપવામા આવ્યુ છે.
Ghushmeshwar Live Darshan
આ જ્યોતિર્લિંગ મહારાષ્ટ્ર રાજયનાના સંભાજી નગર જિલ્લામાં આવેલુ છે. ઘુષ્મેશ્વર જ્યોતિર્લિંગ ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગોમાંના એક તરીકે પૂજવામા આવે છે. આ જ્યોતિર્લિંગની નજીક એક ઐતિહાસિક કૈલાશ મંદિર પણ આવેલુ છે. અજંતા ઈલોરાની ગુફાઓ પણ આ જિલ્લામાં જ આવેલી છે. 12 જ્યોતિર્લિંગો પૈકી ભગવાન શિવનું આ છેલ્લું જ્યોતિર્લિંગ છે.
અગત્યની લીંક
| Somnath Live Darshan | અહિં ક્લીક કરો |
| Mahakaleshvar Live Darshan | અહિં ક્લીક કરો |
| Kedarnath Live Darshan | અહિં ક્લીક કરો |
| Baba Baidynath Live Darshan | અહિં ક્લીક કરો |
| હોમ પેજ | અહિં ક્લીક કરો |
| વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરો | અહિં ક્લીક કરો |
| Google News પર ફોલો કરો | અહિં ક્લીક કરો |

1 thought on “Shivratri Live Darshan: મહાશિવરાત્રી નિમિતે કરો 12 જ્યોતિર્લીંગ ના લાઇવ દર્શન ઘરેબેઠા”