Rules change: ૧ માર્ચથી બદલનારા નિયમો: આવતીકાલ (બુધવાર)થી માર્ચ મહીનો શરૂ થશે. નવા મહિનાની શરૂઆત સાથે બુધવારથી ઘણા નિયમોમાં ફેરફાર થશે. આ બદલાયેલા નિયમોની સીધી અસર તમારા ખિસ્સા પર થશે. માર્ચથી બેંક હોલીડે, એલપીજી સિલિન્ડરની કિંમત, બેંક લોનના વ્યાજ દર સહિત ઘણી વસ્તુઓ ને લગતા નિયમોમા ફેરફાર થવા જઈ રહ્યો છે. ચાલો જાણીએ કે 1 માર્ચ, 2023 થી કયાં નિયમો મા શું ફેરફાર થઇ રહ્યા છે ? અને તેની સામાન્ય લોકોના ઘરના ખર્ચ પર શું અસર પડશે ?
Rules change: ૧ માર્ચથી બદલનારા નિયમો
માર્ચમાં બેંક આટલા દિવસ બંધ રહેશે
માર્ચ મહિનાથી તહેવારોની શરુઆત થતી હોવાથી રજાઓ ઘણી આવે છે. આ મહિનામાં હોળી અને ચૈત્ર નવરાત્રિ જેવા અનેક તહેવારોની ઉજવણી કરવામાં આવે છે. એવામાં માર્ચ મહિનામાં કુલ 12 દિવસ બેંકો બંધ રહેશે. આ 12 દિવસમાં બીજા અને ચોથા શનિવાર તથા રવિવારની રજા પણ સામેલ છે. આ રજાઓ રાજ્યના હિસાબે નક્કી કરવામાં આવશે. એવામાં જો તમારે બેંક સંબંધિત કોઈપણ મહત્વું કામ પૂર્ણ કરવાનું છે તો આરબીઆઈની બેંક રજાઓની યાદી જોઇ લેવી જોઇએ. કારણ કે પછી તમારા મહત્વના કામ અટકી શકે છે.
મોંઘી થશે બેંક લોન
છેલ્લા ૬ મહિનાથી રિઝર્વ બેંક દેશમાં મોંઘવારીને કંટ્રોલમાં કરવા માટે તેના વ્યાજ દરોમાં સતત વધારો કરી રહી છે. ફેબ્રુઆરી મહિનામાં પણ ફરી એક વખત રેપો રેટમાં પણ વધારો કરવામાં આવ્યો છે. ત્યારબાદ ઘણી બેંકોએ તેમના વ્યાજદરોમા વધારો કર્યો છે. આગળ પણ બેંકો તેમાં વધારો કરવાનું ચાલુ રાખી શકે છે જેની સીધી અસર સામાન્ય લોકો પર પડી શકે છે. જેના કારણે ગ્રાહકોને હોમ લોન, કાર લોન, એજ્યુકેશન લોન વગેરેના વ્યાજ દરમાં વધારો થઈ શકે છે.
CNG અને LPG ગેસના ભાવમાં થઈ શકે છે વધારો
દર મહિનાની શરુઆતમાં LPG ગેસ અને સીએનજીના ભાવ નક્કી કરવામાં આવે છે. ફેબ્રુઆરી મહિનામાં એલપીજીના ભાવમાં કોઈ વધારો થયો નથી. એવામાં આશા છે કે, આ વખતે તેની કિંમતમાં થોડો વધારો થઈ શકે છે.
ટ્રેનના ટાઇમ ટેબલમા થશે ફેરફાર
ગરમીની શરૂઆતના કારણે ભારતીય રેલવેએ પોતાની અમુક ટ્રેનોના ટાઈમ ટેબલમાં બદલાવ કર્યો છે. 1 માર્ચથી રેલવેએ તેની 5,000 માલગાડી અને ઘણી પેસેન્જર ટ્રેનોના સમયમાં ફેરફાર કર્યો છે. એવામાં જો તમારે પણ આ મહિને મુસાફરી કરવાની હોય તો રેલવે વિભાગની ઓફીસીયલ વેબસાઇટ પરથી તમારી ટ્રેનનો સમય જરુર ચેક કરી લેવો.

અગત્યની લીંક
હોમ પેજ | અહિં ક્લીક કરો |
1 માર્ચથી બદલનારા નિયમો વિડીયો | અહિં ક્લીક કરો |
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |