Rules Change 1st April: 1 એપ્રીલ થી બદલાઇ જશે આટલા નિયમો, આ 6 નિયમો ની તમારા પર થશે સીધી અસર

Rules Change 1st April: 1 એપ્રીલ થી બદલનારા નિયમો: 1 એપ્રીલ થી નવો મહિનો શરૂ થઇ રહ્યો છે. સાથે સાથે નવુ નાણાકીય વર્ષ પણ ચાલુ થઇ રહ્યુ છે. 31 માર્ચે 2023-24 નુ નાણાકીય વર્ષ પુરૂ થશે અને 1 એપ્રીલ થી 2024-25 નુ નાણાકીય વર્ષ શરૂ થશે. 1 એપ્રીલ થી નવા બજેટની અસરો લાગૂ પડતી હોય છે. ત્યારે ચાલો જાણીએ 1 એપ્રીલ થી કયા નિયમો મા ફેરફાર થશે અને તેની તમારા પર શું અસર થશે ?

Rules Change 1st April

1 એપ્રીલ થી નવું નાણાકીય વર્ષ શરૂ થઈ રહ્યું છે અને આપણ ને રોજીંદા જીવન મા લાગુ પડતા છ મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે. જેની સીધી અસર આપણા બજેટ પર પડી શકે છે. 1 એપ્રીલ થી બદલનારા નિયમો મા ફાસ્ટેગ ના કેવાય્સી થી માંડી ક્રેડીટ કાર્ડ અને રાંધણ ગેસ સહિતના ઘણા નિયમો મા ફેરફાર થનાર છે. જેને લીધે તમારા માસિક બજેટ પર સીધી અસર પડી શકે છે. ચાલો આ 6 ફેરફારો વિશે જાણીએ જે એપ્રિલ 2024 થી બદલાવ આવનાર છે.

NPS નિયમોમાં ફેરફાર

પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (PFRDA) દ્વારા નેશનલ પેન્શન સિસ્ટમ (NPS) ને વધુ સીકયોર બનાવવા માટે આધાર આધારિત બે-સ્ટેપ ઓથેન્ટિકેશન સિસ્ટમ શરૂ કરવા જઇ રહિ છે. આ સિસ્ટમ તમામ પાસવર્ડ બેઝ NPS યુઝર્સ નેલાગુ પડશે જે 1 એપ્રિલથી લાગુ કરવામાં આવનાર છે. PFRDAએ 15 માર્ચે આ અંગે નોટિફિકેશન બહાર પાડી જાણકારી આપી હતી.

આ પણ વાંચો: મોબાઇલ સહાય યોજના: ખેડૂતો ને સ્માર્ટફોન ખરીદવા મળશે 6000 ની સહાય, જાણો ખેડૂત મોબાઇલ સહાય યોજના ની પુરી માહિતી

SBI ક્રેડિટ કાર્ડ

SBI કાર્ડે એ ક્રેડીટ અને ડેબીટ કાર્ડ ઇશ્યુ કરતી મોટી ક6પની છે. તેણે જાહેરાત કરી છે કે, 1 એપ્રિલ, 2024 થી કેટલાક ક્રેડિટ કાર્ડ્સ માટે ભાડાની ચૂકવણીના ટ્રાન્ઝેકશન પર રિવોર્ડ પોઈન્ટનું કલેકશન બંધ કરવામાં આવશે. આમાં AURUM, SBI કાર્ડ એલિટ, SBI કાર્ડ એલિટ એડવાન્ટેજ, SBI કાર્ડ પલ્સ અને SimplyClick SBI કાર્ડનો સમાવેશ કરવામા આવ્યો છે. તમે જો આ પૈકી કોઇ કાર્ડ યુઝ કરતા હોય તો તમારા પર તેની સીધી અસર પડી શકે છે.

ક્રેડિટ કાર્ડ સંબંધિત નિયમો

યસ બેંકે જાહેરાત કરતા કહ્યું છે કે, જેઓ ક્રેડિટ કાર્ડ પર કેલેન્ડર ક્વાર્ટરમાં રૂ. 10 હજાર કે તેથી વધુ નો ખર્ચ કરી રહ્યા છે તેઓને મફત ડોમેસ્ટિક લોન એક્સેસ ઉપલબ્ધ કરવામા આવશે. બીજી તરફ જો તમે ICICI બેંક ક્રેડિટ કાર્ડ હેઠળ એક ક્વાર્ટરમાં રૂ. 35 હજાર કે તેથી વધુ ખર્ચ કરતા હોય તો તમને એરપોર્ટ લાઉન્જ એક્સેસની સુવિધા આપવામા આવશે. આ નિયમ 1લી એપ્રિલથી લાગુ કરવામા આવશે. આ સિવાય એક્સિસ બેંક ક્રેડિટ કાર્ડ્સ ઉપર ઈંધણ, વીમા અને સોના પર થનાર ખર્ચ કરવા માટે રિવોર્ડ પોઈન્ટ આપવામાં આવશે નહીં. આ નિયમ નો અમલ 20 એપ્રિલથી કરવામાં આવનાર છે.

OLA Money Wallet

Ola Money એ જાહેરાત કરતા જણાવ્યુ હતુ કે, તે 1 એપ્રિલ, 2024 થી દર મહિને 10,000 રૂપિયાના મહત્તમ વોલેટ લોડ પ્રતિબંધ સાથે નાની PPI (પ્રીપેડ પેમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ) વોલેટ સર્વીસ પર સ્વિચ કરવામા આવશે. કંપની દ્વારા તેના ગ્રાહકોને 22 માર્ચે SMS દ્વારા આ અંગે જાણ કરવામા આવી હતી.

Fastag KYC

ફાસ્ટેગ નુ KYC કરવા માટે છેલ્લી તારીખ 31 માર્ચ 2024 નિયત કરવામા આવી છે. જો 31 માર્ચ સુધીમા ફાસ્ટેગ નુ KYC કરવામા નહિ આવે તો આવા ફાસ્ટેગ સ્ટોપ કરવામા આવશે. ઉલ્લેખનીય છે કે નેશનલ હાઇવે ઓથોરીટી NHAI દ્વારા Fastag KYC ફરજિયાત બનાવ્યું છે.

LPG ગેસની કિંમત

LPG સિલિન્ડરની કિંમતો દર મહિનાની પહેલી તારીખે દેશભરમાં રીવ્યુ કરવામા આવે છે. અને તે મુજબ નવા ભાવ જાહેર કરવામા આવે છે. 1 એપ્રિલે કોમર્શિયલ અને ડોમેસ્ટિક ગેસ સિલિન્ડરની કિંમતમાં ફેરફાર થવાની શકયતાઓ રહેલી છે. જોકે, આવનારી લોકસભાની ચૂંટણીઓ વચ્ચે રાંધણ ગેસ ના ભાવમા ફેરફાર થાય તેવી શકયતાઓ ઓછી છે.

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
અમારી WHATSAPP ચેનલ જોઇન કરોઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
Follow us on Google NewsClick here
Rules Change 1st April
Rules Change 1st April

1 thought on “Rules Change 1st April: 1 એપ્રીલ થી બદલાઇ જશે આટલા નિયમો, આ 6 નિયમો ની તમારા પર થશે સીધી અસર”

Leave a Comment

error: Content is protected !!