Read Along App: વાંચતા શીખવવાની એપ.: તમારુ બાળક પ્રાથમિક શાળામા ભણવા બેસે એટલે સૌથી વધુ ચિંતા વાંચતા શીખવવાની હોય છે. જો પાયાથી જ વાંચાવા મા બાળક કાચુર અહિ જાય તો આગળ જતા અભ્યાસમા તકલીફ પડે છે. આ માટે ગુગલે પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને કડકડાટ વાંચતા શીખવવા એક ખાસ એપ. બનાવી છે. જે Google Read Along App તરીકે ઓળખાય છે. આ એપ.કેમ ડાઉનલોડ કરવી ? તેનો ઉપયોગ કેમ કરવો વગેરે માહિતી મેળવીએ.
Google Read Along App
એપ. નુ નામ | Google Read Along App |
બનાવનાર સંસ્થા | |
ઉપયોગ | વિદ્યાર્થીઓને વાંચતા શીખવવા |
એપ.મોડ | ઓનલાઇન/ઓફલાઇન |
ભાષાઓ | 10 થી વધુ |
હેતુ | વાંચન પ્રેકટીસ |
આ પણ વાંચો: બાળકોનુ આધાર કાર્ડ કેમ કઢાવવુ ? અને તેને કેમ અપડેટ કરાવવું ?
Read Along App ડાઉનલોડ કેમ કરવી ?
વાંચતા શીખવવાની એપ આ એપ. ડાઉનલોડ કરવી ખૂબ જ સરળ છે. આ માટે નીચેના સ્ટેપ અનુસરો.
- સૌ પ્રથમ તમારા ફોનમા ગુગલ પ્લે સ્ટોર ઓપન કરો.
- તેમા Google Read Along આવુ સર્ચ કરો.
- તેમા જે પ્રથમ એપ આવે જે google LLc દ્વારા અપલોડ કરેલી છે તે ડાઉનલોડ કરો
- ડાઉનલોડ થયા બાદ આ એપ.ને ઇંસ્ટોલ કરો.
રીડ અલોંગ એપ.નો ઉપયોગ કેમ કરવો ?
આ એપ. નો ઉપયોગ કરવો ખૂબ જ સરળ છે. વિદ્યાર્થીઓ સરળતાથી તેનો ઉપયોગ કરી શકે છે. એપ. ડાઉનલોડ થયા બાદ સૌ પ્રથમ જરૂરી તમારી વિગતો ભરો અને ધોરણ સીલેકટ કરો તથા કઇ ભાષા શીખવા માંગો છો તે સીલેકટ કરો એટલે એપ.ચાલુ થઇ જશે.
Read Along App ની વિશેષતાઓ
આ એપ. નીચે મુજબની વિશેષતાઓ ધરાવે છે.
- આ એપ 5 અને તેથી વધુ ઉંમરના બાળકો માટે ગુગલ દ્વારા બનાવવામા આવેલ એક મફત અને મનોરંજક ભાષણ આધારિત વાંચન શિક્ષક એપ્લિકેશન છે.
- આ એપ બાળકોને અંગ્રેજી અને અન્ય ઘણી ભાષાઓ (હિન્દી, બાંગ્લા, મરાઠી, તમિલ, તેલુગુ, ઉર્દુ, સ્પેનિશ અને પોર્ટુગીઝ) માં તેમની વાંચન ક્ષમતા સુધારવામાં મદદ કરે છે.
- આ એપ.મા “દિયા” સાથે બાળકો સ્ટાર્સ અને બેજ મેળવે કરે છે. જેનાથી તેમનો એપ.મા વાંચવામા રસ વધશે.
- આ એપ. મા દિયા બાળકોને સાંભળે છે જ્યારે બાળક વાંચે છે અને જ્યારે તે સારી રીતે વાંચે છે ત્યારે તે બાળકને મજા આવે તેવા સામે Good,verygood જેવા ફીડબેક આપે છે અને જ્યારે તેઓ વાંચવામા અટવાઈ જાય છે ત્યારે તેમને મદદ કરે છે.
આ પણ વાંચો: PVC આધાર કાર્ડ મંગાવો ઘરેબેઠા જાણો સંપૂર્ણ પ્રોસેસ
Read Along App Features
- આ એપ. ઑફલાઇન કામ કરે છે: એકવાર આ એપ. ડાઉનલોડ થઈ જાય, તે ઑફલાઇન પણ વાપરી શકાય છે. તેથી તે કોઈપણ ડેટાનો ઉપયોગ કરતું નથી.
- સલામત : આ એપ્લિકેશન બાળકો માટે બનાવવામાં આવી હોવાથી, આ એપ.મા કોઈ જાહેરાતો નથી ગુગલ ની બનાવેલી એપ. હોવાથી એકદમ સલમત છે.
- મફત: આ એપ્લિકેશન ની મુખ્ય વિશેષતા એ છે કે તેનો ઉપયોગ કરવા માટે કોઇ જાતનો ચાર્જ આપવાનો નથી. તે સંપૂર્ણપણે મફત છે.
- આ એપ.મા તેમાં પ્રથમ બુકસ , સ્ટોરી કિડ્સ અને છોટા ભીમના વિવિધ વાંચન સ્તરો સાથે પુસ્તકોની વિશાળ લાઇબ્રેરી છે, જેમાં નિયમિતપણે નવા પુસ્તકો એડ કરવામા આવે છે.
- ગેમ્સ: એપ્લિકેશનમાં શૈક્ષણિક રમતો, શીખવાના અનુભવને મનોરંજક બનાવે છે.
- ઇન-એપ રીડિંગ આસિસ્ટન્ટ: દિયા, ઇન-એપ રીડિંગ આસિસ્ટન્ટ બાળકોને વાંચવામાં મદદ કરે છે અને જ્યારે તેઓ યોગ્ય રીતે વાંચે છે ત્યારે યોગ્ય ફીડબેક આપે છે અને તેઓ જ્યાં બાળકો અટકી જાય છે ત્યાં મદદ કરે છે.
ઉપલબ્ધ ભાષાઓ
Read Along સાથે, બાળકો વિવિધ ભાષાઓમાં વિવિધ મનોરંજક અને આકર્ષક વાર્તાઓ વાંચી શકે છે જેમાં નીચે મુજબની ભાષાઓ છે.
• અંગ્રેજી
• હિન્દી
• બાંગ્લા
• ઉર્દુ
• તેલુગુ
• મરાઠી
• તમિલ
• સ્પેનિશ
• પોર્ટુગીઝ
આ એપ. ગુગલે દ્વારા બનાવેલી છે અને બાળકોને વાંચતા શીખવવાની પ્રેકટીસ માટે આ એપ. ના ખૂબ સારા રીઝ્લ્ટ મળેલા છે. ગેમ ની જેમ વાંચન પ્રેકટીસ હોવાથી બાળકોને મનોરંજન સાથે નવુ શીખવાનુ મળશે.
મહત્વપૂર્ણ લીંક
Google Read Along App Download | અહિં ક્લીક કરો |
હોમ પેજ | અહિં ક્લીક કરો |
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરો | અહિં ક્લીક કરો |
Read Along App કોના દ્વારા બનાવવામા આવી છે ?
ગુગલ
Read Along App ક્યાંથી ડાઉનલોડ કરશો ?
ગુગલ પ્લે સ્ટોર
Read Along App નો ઉપયોગ શું છે ?
બાળકોને વાંચતા શીખવવા
1 thought on “Read Along App: તમારા બાળકોને વાંચતા શીખવો કડકડાટ, ગુગલે બનાવી ખાસ એપ્લીકેશન; Download કરો Free”