Ravedi Live 2024: રવાડી 2024: જુનાગઢ ગીરનાર ભવનાથ ની તળેટી મા યોજાતો મહાશિવરાત્રી નો મેળો જગવિખ્યાત છે. જુનાગઢ ભવનાથની તળેટીમા તેમાં યોજાતા મહાશિવરાત્રીના મેળામાં સમગ્ર દેશમાંથી લાખો ભક્તો આવે છે પાંચ દિવસ ચાલતાં આ મેળામાં 20 થી 25 લાખ લોકો મેળાની મુલાકાતે આવે છે આ મેળાનું સૌથી અગત્યનું આકર્ષણ નાગા સાધુઓની રવેડીના દર્શન કરવાનું હોય છે
Ravedi Live 2024
મહાશિવરાત્રીની રાત્રે 5 દિવસથી ધુણો ધખાવીને બેઠા નાગા સાધુઓ વિવિધ અખાડો માંથી નીકળીને સમગ્ર મેળામાં પરિભ્રમણ કરીને ભવનાથ મંદિરમાં આવેલ મૃગીકુંડમા શાહી સ્નાન કરે છે ત્યારે લાકડી અને તલવારના કરતબ નીકળેલી આ નાગા સાધુઓની રવેડી જોવા માટે લાખો શ્રદ્ધાળુઓ બપોરથી જ લાઈનમાં ગોઠવાઈ જતા હોય છે. અમે રાત્રે 10 વાગ્યાથી નીકળતી આ રવાડી 12 વાગ્યા સુધી ચાલે છે.
જુનાગઢ ભવનાથની તળેટીમાં ચાલતો મહાશિવરાત્રીનો મેળો આજે મધરાતે સંપન્ન થનાર છે રાત્રે 9:00 થી 10 વાગ્યે દિગંબર સાધુઓનું સરઘસ નીકળે છે આ સાધુઓ તલવારબાજી, લાઠીબાજી અને અંગ કસરતના પ્રયોગોથી ભાવિકોને દર્શન આપે છે.. આ નાગા સાધુઓની રવાડી તેના નિર્ધારિત રૂટ પર થઈ ભવનાથ મંદિરે રાત્રે 12 વાગ્યે પહોંચે છે ત્યાં સમગ્ર દેશમાંથી આવેલા દિગંબર નાગા સાધુઓ સાહિ સ્નાન કરે છે ત્યારબાદ ભવનાથ મહાદેવની મહા આરતી ના દર્શન કરે છે.
આ પણ જુઓ: Shivratri Live Darshan: મહાશિવરાત્રી નિમિતે કરો 12 જ્યોતિર્લીંગ ના લાઇવ દર્શન ઘરેબેઠા
રવાડી 2024
ઉલ્લેખનીય છે કે ભવનાથ મહાશિવરાત્રીના મેળામાં છેલ્લા બે દિવસથી લાખો ભક્તો આવી રહ્યા છે ત્યારે આજે બપોરે 12 વાગ્યાથી જ ગિરનાર ગેટથી તમામ દ્વિચક્રી વાહનો અને અન્ય વાહનોની એન્ટ્રી ને અટકાવી દેવામાં આવી હતી ત્યારે લાખો શ્રદ્ધાળુ 4 km ચાલ્યા બાદ ભવનાથ તળેટીમા યોજાતા આ મહા મેળામાં પહોંચે છે
કહેવાય છે કે મહાશિવરાત્રીનો મેળો એટલે ભજન અને ભોજન નો મેળો સમગ્ર દેશમાંથી હજારો દિગંબર સાધુઓ આ મેળામાં આવે છે અને પાંચ પાંચ દિવસ ધુણો ધખાવીને બેસે છે.
જુનાગઢ ભવનાથની તળેટીમા યોજાતા મહાશિવરાત્રીના મેળા ને ભજન અને ભોજન નો મેળો કહેવામાં આવે છે. આ મેળામાં અસંખ્ય અન્ન્ક્ષેત્રો આવેલા છે. જ્યાં વિના મૂલ્ય મેળામાં આવેલા ભક્તોને ભાવથી અને લાગણીથી ભોજન જમાડવામાં આવે છે ત્યારે કેટલી જગ્યાએ ભજનના મેળાવડા જામેલા હોય છે આ ઉપરાંત આ મેળાનું મુખ્ય આકર્ષણ નાગા સાધુઓ હોય છે પાંચ પાંચ દિવસ દેશભરમાંથી પધારેલા નાગા સાધુઓ ધુણો તથા આવીને બેસે છે અને મહાશિવરાત્રીની રાત્રે રવેડી સાથે ભવનાથ મંદિરમાં આવેલ મૃગીકુંડમાં શાહી સ્નાન કરીને આ મેળાની પૂર્ણાહુતી થાય છે.
અગત્યની લીંક
શાહિ રવેડી લાઇવ જુઓ ફેસબુક પર | અહિં ક્લીક કરો |
નાગા સાધુઓની રવેડીના લાઇવ દર્શન | અહિં ક્લીક કરો |
હોમ પેજ | અહિં ક્લીક કરો |
અમારી WHATSAPP ચેનલ જોઇન કરો | અહિં ક્લીક કરો |
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
Follow us on Google News | Click here |