રાજકોટનો રંગીલો લોકમેળો: રાજકોટ અને પોરબંંદર મા જામ્યા લોકમેળા, લોકો આનંદની હેલી ચડયા; જુઓ અદભુત આકાશી નજારો

રાજકોટનો રંગીલો લોકમેળો: પોરબંદર નો લોકમેળો: જામનગર નો લોકમેળો: જન્માષ્ટમી નો તહેવાર એટલે સૌરાષ્ટ્ર મા લોકમેળાઓનો તહેવાર. સાતમ આઠમ આવે એટલે સૌરાષ્ટ્ર મા રાજકોટ,જામનગર અને પોરબંદરમા જન્માષ્ટમીના લોકમેળા યોજાય છે. જેમા લાખો લોકો ઉમટી પડે છે. જયા હૈયે હૈયુ દળાતુ હોય, પગ મુકવાની જગ્યા ન હોય એટલી માનવમેદની રાજકોટ,જામનગર અને પોરબંદરના લોકમેળામા હોય છે. નાના બાળકોથી માંડીની વૃધ્ધો સુધી આ મેળાઓનો આનંદ માણે છે.

સૌરાષ્ટ્રના લોકમેળા

જન્માષ્ટમી ના તહેવારમા સૌરાષ્ટમા સૌથી મોટા 3 લોકમેળા યોજાય છે. જેમા રાજકોટ, જામનગર અને પોરબંદર ના લોકમેળા મુખ્ય છે. શ્રાવણ માસમા નાના નાના અન્ય ઘના લોકમેળા યોજાય છે. પરંતુ આ 3 લોકમેળા સૌથી મોટા અને મુખ્ય ગણાય છે. જેમા લોકો 5 દિવસ સુધી પુરો આનંદ ઉઠાવે છે. આ ત્રણેય મેળાઓમા 5 દિવસ સુધી પગ મૂકવાની જગ્યા હોતી નથી.

જન્માષ્ટમીનો તહેવાર સૌરાષ્ટ્રવાસીઓ માટે ખૂબ જ મહત્વનો હોય છે. સૌરાષ્ટ્રના લોકો દેશના ગમે તે ખૂણે રહેતા હોય તેઓ આ તહેવારમાં પોતાના વતન અચૂક આવતા હોય છે અને લોકમેળાઓનો અનેરો આનંદ પણ માણતા હોય છે.

  • રાજકોટ લોકમેળાનો થયો પ્રારંભ
  • રાજકોટ રેસકોર્સ ગ્રાઉન્ડ મા યોજાઇ છે લોકમેળો
  • પોરબંદર લોકમેળાનો સાતમથી થાય છે પ્રારંભ
  • પોરબંદર ચોપાટી ગ્રાઉન્ડ મા યોજાઇ છે લોકમેળો
  • જામનગર પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે યોજાય છે લોકમેળો

રાજકોટનો રંગીલો લોકમેળો

રંગીલા રાજકોટના રેસકોર્ષ ગ્રાઉન્ટમાં રંગીલા લોકમેળાની શરૂઆત છઠ્ઠ ના દિવસથી થઈ ચૂકી છે. સૌરાષ્ટ્રભરમાં હાલ તો લોકમેળા ઓ નો રંગ જામ્યો છે. ત્યારે સૌરાષ્ટ્રના સૌથી મોટા ગણાતા લોકમેળા એવા રાજકોટના લોકમેળાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. મંત્રી મુળુભાઈ બેરાના હસ્તે આ લોકમેળાનુ ઉદઘાટન કરવામાં આવ્યું છે. રાજકોટના રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે આ ભવ્ય લોકમેળો દર વર્ષે યોજવામા આવે છે.

રાજકોટ લોકમેળો
રાજકોટ લોકમેળો

રાંધણ છઠ્ઠ ના દિવસથી શરૂ થયેલા આ પાંચ દિવસીય લોકમેળામાં ધંધો રોજગાર કરવા માટે 355 સ્ટોલ અને પ્લોટની પણ ફાળવણી કરવામાં આવેલ છે. આ લોકમેળો સમગ્ર સૌરાષ્ટ્રની શાન ગણાય છે. આ મેળાની મજા માણવા માટે સૌરાષ્ટ્ર સહિત આજુ બાજુના લોકો અહીં ઉમટી પડે છે. આ મેળાની રાઈડ અને ડેકોરેશન સૌથી મોટું આકર્ષણનું કેન્દ્ર ગણવામા આવે છે. ત્યારે લોકમેળાનો પ્રારંભ થતા જ લોકો તહેવારનો આનંદ માણી લેવાના મૂડમાં આવી ગયા છે.

રાજકોટ લોકમેળો 1
રાજકોટ લોકમેળો 1

આ વર્ષે રાજકોટના રસરંગ લોકમેળામાં આકર્ષણનું કેન્દ્ર અવનવી રાઇડસ બની છે. સાતમ આઠમના તહેવાર દરમિયાન સૌરાષ્ટ્ર ભરમાંથી મોટી સંખ્યામાં લોકો રાજકોટના આ લોકમેળાની મુલાકાતે આવતા હોય છે. પાંચ દિવસ દરમિયાન લાખો લોકો આ મેળાની મુલાકાત લેતા હોવાથી તંત્ર દ્વારા લોકમેળામાં ખાસ વ્યવસ્થાઓ કરવામા આવી છે.

રાજકોટ લોકમેળો 2
રાજકોટ લોકમેળો 2

દર વર્ષે રાજકોટ ના લોકમેળામા ગુજરાતમાથી લાખો લોકો ઉમટીપડે છે. પ્રથમ દિવસે જ 50000 કરતા વધુ લોકોએ મેળાની મુલાકાત લીધી હતી.

રાજકોટ લોકમેળો 3
રાજકોટ લોકમેળો 3

પોરબંદર નો લોકમેળો

સૌરાષ્ટ્રમા જન્માષ્ટમી ના લોકમેળાઓમા પોરબંદરનો લોકમેળો પણ ખૂબ જ પ્રખ્યાત છે. પોરબંદર ના ચોપાટી ગ્રાઉન્ડ ખાતે આ લોકમેળો 5 દિવસ સુધી યોજવામા આવે છે. જેમા સૌરાષ્ટ્ર ભરમાથી લાખો લોકો ઉમટી પડે છે. સતત 5 દિવસ સુધી રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામા આવે છે. આ મેળામા લોકો ખાણી પીણી ની સાથે સાથે ચકડોળ જેવી અવનવી રાઇડમા બેસવાનો આનંદ ઉઠાવે છે.

પોરબંદર નો લોકમેળો
પોરબંદર નો લોકમેળો

પોરબંદરના આ મેળામાં રમકડા, ચકડોળ અને ખાણી-પીણી માટે વિવિધ સ્ટોલની જગ્યાની ફાળવણી કરી દેવામાં આવી છે. કુલ-24 કેટેગરીમાં 393 પ્લોટની ફાળવણી કરવામાં આવી છે. મેળામાં લોકોની સુરક્ષા માટે CCTV કેમેરા મૂકવામાં આવ્યા છે. તેમજ અલગ-અલગ ચાર સ્થળોએ પોલીસની પોસ્ટ ઉભી કરવામાં આવી છે, લાખો લોકો મેળાને માણવા માટે આવતા હોય આથી પોલીસ વિભાગ દ્વારા સુરક્ષાને લઈ ખાસ ચાંપતો બંદોબસ્ત ગોઠવવામા આવ્યો છે.

જામનગર નો લોકમેળો

સૌરાષ્ટ્રના પેરિસ ગણાતા જામનગરમાં જન્માષ્ટમી પર લોકમેળા નુ આયોજન કરવામા આવે છે. જેમા માનવ મહેરામણ ઉમટી પડે છે. લોકમેળામાં સવારથી લઈ સાંજ સુધી લોકોની આવન-જાવન સતત ચાલુ રહે છે. આ લોક મેળા ની લોકો મનભરીને મજા માણે છે. મેળામાં પગ મુકવાની પણ જગ્યા ન મળે તેવો માહોલ જોવા મળે છે. પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે આયોજીત લોક મેળામાં લાખોની સંખ્યામાં લોકો મેળાની મોજ માણવા ઉમટી પડ્યા હતા.

જામનગર નો લોકમેળો
જામનગર નો લોકમેળો

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિં ક્લીક કરો
Google News પર ફોલો કરોઅહિં ક્લીક કરો

2 thoughts on “રાજકોટનો રંગીલો લોકમેળો: રાજકોટ અને પોરબંંદર મા જામ્યા લોકમેળા, લોકો આનંદની હેલી ચડયા; જુઓ અદભુત આકાશી નજારો”

Leave a Comment

error: Content is protected !!